બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન

logo

લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું

logo

લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

logo

લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી

VTV / ભારત / Politics / Jailed mafia don Mukhtar Ansari admitted to ICU as his health deteriorates

ઉત્તરપ્રદેશ / જેલમાં બંધ માફિયા ડોન મુખ્તાર અંસારીની તબિયત બગડતા ICUમાં દાખલ, સ્લો પોઇઝન આપ્યાનો લગાવ્યો હતો આરોપ

Priyakant

Last Updated: 08:00 AM, 26 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Mukhtar Ansari Latest News : બાંદા જેલમાં બંધ માફિયા ડોન મુખ્તાર અંસારીની તબિયત બગડી, મેડિકલ કોલેજમાં દાખલ કરવામાં આવ્યો

Mukhtar Ansari : ઉત્તરપ્રદેશની બાંદા જેલથી એક મોટા સમાચાર સામે આવ્યા છે. વાત જાણે એમ છે કે, બાંદા જેલમાં બંધ માફિયા ડોન મુખ્તાર અંસારીની તબિયત બગડી છ. મુખ્તાર અંસારીની તબિયત બગડતા તેને મેડિકલ કોલેજમાં દાખલ કરવામાં આવ્યો છે. સૂત્રોનું માનીએ તો મુખ્તારની મેડિકલ કોલેજના આઈસીયુમાં સારવાર ચાલી રહી છે. આ તરફ જિલ્લા વહીવટીતંત્ર, પોલીસ પ્રશાસન અને જેલ પ્રશાસને મુખ્તારની તબિયત અંગે સંપૂર્ણ મૌન જાળવ્યું છે. બે દિવસ પહેલા મુખ્તાર અંસારીની સુરક્ષા વ્યવસ્થામાં બેદરકારી દાખવવા બદલ એક જેલર અને બે ડેપ્યુટી જેલરને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. 

મુખ્તાર પર જેલમાં ધીમું ઝેર આપવાનો આરોપ 
આ પહેલા મુખ્તાર અંસારીએ આરોપ લગાવ્યો હતો કે, તેમને જેલમાં સ્લો પોઈઝન આપવામાં આવ્યું હતું. 21 માર્ચે જ્યારે મુખ્તાર અંસારી બારાબંકીની સાંસદ-ધારાસભ્ય કોર્ટમાં પ્રખ્યાત એમ્બ્યુલન્સ કેસમાં હાજર થઈ રહ્યા હતા ત્યારે તેમના વકીલે કોર્ટમાં અરજી આપી હતી કે, 19 માર્ચની રાત્રે મને મારા ભોજનમાં ઝેરી પદાર્થ આપવામાં આવ્યો હતો. જેના કારણે મારી તબિયત લથડી હતી. મને લાગે છે કે, મને ગૂંગળામણમાં થઈ રહી છે. કૃપા કરીને ડોકટરોની એક ટીમ બનાવો અને મારી યોગ્ય સારવાર કરાવો. 40 દિવસ પહેલા પણ મને ઝેરી દવા આપવામાં આવી હતી. 

તબીબોની પેનલ જેલમાં પહોંચી હતી
આ પછી કોર્ટે મુખ્તારના ચેકઅપ માટે બે ડૉક્ટરોની પેનલની ટીમને જેલમાં મોકલી હતી. જેમાં એક ચિકિત્સક અને એક ઓર્થોપેડિક નિષ્ણાત ડૉક્ટરનો સમાવેશ થાય છે. ચેકઅપ બાદ ટીમે બ્લડ ટેસ્ટ કરાવ્યો હતો. જ્યારે રિપોર્ટ આવ્યો ત્યારે કબજિયાત અને દુખાવાની કેટલીક દવાઓ પણ આપવામાં આવી હતી. ડૉક્ટરોએ જેલ પ્રશાસનને કહ્યું કે, ઉપવાસના કારણે આવું થઈ રહ્યું છે. ભૂખ પછી મુખ્તારને અચાનક વધુ પડતું ખોરાક લેવાને કારણે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. હાલ તેની સારવાર ચાલી રહી છે. જેલ પ્રશાસન દ્વારા મુખ્તાર અંસારીના મેડિકલ રિપોર્ટને કોર્ટમાં મોકલવામાં આવ્યો હતો.

વધુ વાંચો : ગુજરાતની રાજનીતિમાં ઓવૈસીની એન્ટ્રી? આ 2 બેઠકો પરથી AIMIM ઉતારશે ઉમેદવાર

જેલ પ્રશાસને આ આરોપને ફગાવી દીધો હતો
બાંદા જેલના સુપરિન્ટેન્ડેન્ટે મુખ્તાર અંસારીને સ્લો પોઈઝન આપવાના આરોપોને ફગાવી દીધા હતા. પ્રશાસને કહ્યું કે, પહેલા એક કોન્સ્ટેબલ અને પછી ડેપ્યુટી જેલર ભોજન ખાય છે ત્યારબાદ તેને મુખ્તારને આપવામાં આવે છે. જેલના 900 કેદીઓ પણ આ જ ખોરાક ખાય છે. આવા આક્ષેપો પાયાવિહોણા છે. સુરક્ષા વ્યવસ્થાની વાત કરીએ તો સીસીટીવીની સાથે સિવિલ અને પીએસી દ્વારા કડક તકેદારી રાખવામાં આવી રહી છે.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ