બ્રેકિંગ ન્યુઝ

logo
logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

VTV / બિઝનેસ / ITR Deadline are excided for religious institutions and professional institutions says Income tax department

તમારા કામનું / ખુશખબર: ITR અરજી કરવાની તારીખ વધુ એક મહિનો વધારાઈ, ઝડપી લેજો તક, એક ક્લિકમાં જાણો કામની વિગત

Vaidehi

Last Updated: 05:19 PM, 19 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

IT વિભાગે ધાર્મિક સંસ્થાઓ અને વ્યાવસાયિક સંસ્થાઓ માટે ટેક્સ રિટર્ન દાખલ કરવાની સમયસીમાને એક મહિનો વધારીને 30 નવેમ્બર કરી દીધી છે.

  • આયકર વિભાગે રિટર્ન ભરવાની વધારી મુદત
  • ધાર્મિક અને વ્યાવસાયિક સંસ્થાઓ માટે ટેક્સ રિટર્ન ભરવાની મુદત વધી
  • 30 નવેમ્બર સુધી ITR ભરી શકશે સંસ્થાઓ

IT વિભાગે  ધાર્મિક સંસ્થાઓ અને વ્યાવસાયિક સંસ્થાઓ માટે ટેક્સ રિટર્ન દાખલ કરવાની સમયસીમાને વધારી દીધી છે. એટલું જ નહીં ઓડિટ રિપોર્ટ રજૂ કરવાની મુદત પણ વધારી દેવામાં આવી છે.ધાર્મિક સંસ્થાઓ,વ્યાવસાયિક સંસ્થાઓ માટે ITR ફાઈલ કરવાની છેલ્લી તારીખ 30 નવેમ્બર છે.

ઓડિટ રિપોર્ટ રજૂ કરવાની તારીખ
આ સિવાય IT વિભાગે કોઈ ફંડ, ટ્રસ્ટ, સંસ્થાન કે કોઈ વિશ્વવિદ્યાલય કે શૈક્ષણિક સંસ્થાન કે તબીબી સંસ્થા દ્વારા ફોર્મ 10બી/10બીબીમાં 2022-23 માટે ઓડિટ રિપોર્ટ રજૂ કરવાની નિયત તારીખને વધારીને 31 ઑક્ટોબર 2023 કરી દીધી છે.

એક મહિનો વધારી દેવાઈ મુદત
આયકર વિભાગે પોતાના એક નિવેદનમાં કહ્યું કે નાણાકીય વર્ષ 2023-24 માટે ફોર્મ ITR-7માં ટેક્સ રિટર્ન જમા કરવાની નિયત તારીખ કે જે 31.10.2023 છે તેને વધારીને 30.11.2023 સુધી વધારી દેવામાં આવ્યું છે.

ફોર્મ -7 કોના માટે હોય છે?
આયકર વિભાગ અલગ-અલગ વ્યક્તિઓ અને સંસ્થાઓ માટે અલગ-અલગ ITR ફોર્મ બહાર પાડે છે. તેવામાં ITR-7 ધર્માર્થ અને ધાર્મિક ગતિવિધિઓ સાથે સંકળાયેલ સંસ્થાઓ અને વ્યાવસાયિક સંસ્થાઓ દ્વારા ભરવામાં આવે છે.

નોકરી કરતાં લોકો હજુ પણ ITR ફાઈલ કરી શકશે
30 જૂલાઈ સુધી તમામ નોકરિયાત લોકોએ ITR ફાઈલ કરી દેવાનું હતું પણ જો તમે હજુ સુધી રિટર્ન ફાઈલ નથી કર્યું તો તમે પેનલ્ટી ભરીને પણ રિટર્ન ફાઈલ કરી શકો છો. લેટ રિટર્ન ભરવા માટે જે લોકોની આવક 5 લાખ છે તેમણે 5000 રૂપિયાની પેનલ્ટી ભરવી પડશે. જ્યારે 5 લાખથી ઓછી આવક ધરાવતા લોકોએ 1000 રૂપિયાની પેનલ્ટી ભરવી પડશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ