બ્રેકિંગ ન્યુઝ

logo
logo

અમદાવાદની 3 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

logo

ગુજરાત, MP સહિત આ રાજ્યોમાં અપાઇ ભીષણ લૂની ચેતવણી

logo

આવતીકાલે ગુજરાતમાં લોકસભાની 25 તો વિધાનસભાની 5 બેઠકો પર પેટાચૂંટણીનું મતદાન

logo

વિશ્વની સૌથી મોટી ચૂંટણી પ્રક્રિયા નિહાળવા વિદેશી ડેલીગેશન આવ્યું ભારત

logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

VTV / ગુજરાત / અમદાવાદ / IT raids on AGL company continue, 500 crore cash transactions

રેડ / અમદાવાદની જાણીતી કંપનીમાંથી 500 કરોડના બેનામી વ્યવહારો પકડાયા? IT વિભાગનો 6ઠ્ઠા દિવસે પણ સપાટો

Vishnu

Last Updated: 10:06 PM, 31 May 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

AGL કંપનીમાં 40 જગ્યાએ IT વિભાગનું સર્ચ ઓપરેશન 6ઠ્ઠા દિવસે પણ યથાવત

  • AGL કંપની પર ITના દરોડા યથાવત્
  • ITના દરોડામાં રૂ.21 કરોડની રોકડ રકમ ઝડપાઇ 
  • 500 કરોડના રોકડ વ્યવહારો ઝડપાયા:સૂત્ર

રાજ્યમાં અમદાવાદ, સુરત અને હિંમતનગરમાં AGL કંપનીમાં ITનું સર્ચે 6 દિવસથી યથાવત્ છે. આ સર્ચ દરમિયાન રૂપિયા 21  કરોડથી વધુની રોકડ ઝડપાઈ છે. સાથે 25 લોકર સીલ કરવામાં આવ્યાં છે. જેમાંથી માત્ર 2 લૉકર ખુલતા 1.250 કિલો સોસનું અને 22 લાખ સુધીના દાગીના મળી આવ્યા હોવાની માહિતી સૂત્રો દ્વારા મળી રહી છે. ઉલ્લેખનીય છે કે, આ પહેલા ITને ફાઈનાન્સર સંકેત, રુચિત, દિપક શાહને ત્યાંથી 10 કરોડ મળ્યા છે અને સુરતના શેર બ્રોકર ચિરાગ મોઢને ત્યાંથી 4 કરોડની રોકડ મળી હતી. જેથી ઈન્કમ ટેક્સ વિભાગની ટીમ મળેલી રકમ અંગે વિગતો મેળવી રહી છે. ઉપરાંત રોકડ રકમ માટેના વ્યવહારો અંગેની માહિતી પણ એકત્રિત કરાઇ રહી છે.

500 કરોડના રોકડ વ્યવહારો પકડાયા
તો આજે ખાસ સૂત્રોના હવાલેથી મળતી માહિતી અનુસાર સોમવાર સાંજ સુધીમાં  એશિયન ગ્રેનિટો ઇન્ડિયા લિમિટેડ એટલે કે AGLના કંપની તેમજ પરિવારના સભ્યોની તપાસમાં 500 કરોડ રૂપિયાના રોકડ વ્યવહારો પકડાયા છે. તેમજ આ ગ્રુપ સાથે સંકળાયેલા અન્ય નાના મોટાં લોકો પાસેથી પણ 50થી 60 કરોડના રોકડ લેણદેણ પણ સામે આવી છે. જ્યારે રોકડા નાણા 100 કરોડથી વધુ મળ્યા હોવાની આશંકા છે.

કઈ કઈ જગ્યાએ ચાલી રહી છે તપાસ?
સમગ્ર દરોડા મામલે મળતી માહિતી મુજબ AGL કંપની તેમજ પરિવારના સભ્યોની અમદાવાદની 30 જગ્યાઓ સર્ચ ઓપરેશન ચાલુ છે. જ્યારે રાજ્યમાં અન્ય 10 સ્થળો  મોરબી, હિંમતનગર, સુરતમાં પણ તપાસ ચાલી રહી છે. ફાઈન્સર સંકેત સાહ ,રુચિત શાહ ,દિપક શાહ, સેજલ શાહ તેમજ પરીવારના સભ્ય ,કમલેશ પટેલ, મુકેશ, ભાવેશ સુરેશ પટેલ ત્યા પણ રેડની કાર્યવાહી થઈ છે. તેમજ નારાયણ નગર પાલડી ખાતેની ઓફિસ તેમજ અદાણી શાતીગ્રામ ખાતે agl માલીકના રહેઠાણ પર પણ તપાસ ચાલી રહી છે.

200 અધિકારીઓ કરી રહ્યા છે સર્ચ
40 જગ્યા પર સર્ચ ઓપરેશન ચાલુ છે જેમાં 200 ઇન્કમટેક્સના  અધિકારીઓ રેડમા લાગેલા છે. મોટા પ્રમાણમા ગેરવ્યવહારો મળી આવે તેવી આશંકા સેવાઇ રહી છે. આજે દરોડાનો 6ઠ્ઠો દિવસ હતો. હજુ પણ વધારે દિવસથી તપાસ ચાલે તેવી શક્યતા છે.

એશિયન ગ્રેનિટો ઈન્ડિયા લિમિટેડ ભારતની સૌથી મોટી ટાઇલ્સ બનાવતી કંપનીઓમાની એક
વધુમાં તમને જણાવી દઇએ કે, એશિયન ગ્રેનિટો ઈન્ડિયા પર દરોડા પાડવામાં આવી રહ્યાં છે અને એનું મુખ્ય મથક (Gujarat) ગુજરાતમાં છે.  કમલેશ પટેલની માલિકીની એશિયન ગ્રેનિટો ઈન્ડિયા લિમિટેડ એ ભારતની સૌથી મોટી ટાઇલ્સ અને બાથવેર સોલ્યુશન્સ બ્રાન્ડ બનાવતી કંપનીઓમાની એક છે. મળતા અહેવાલ મુજબ, તપાસના અંતે મોટા પ્રમાણમાં બેનામી હિસાબો સામે આવે તેવી શક્યતાઓ પણ સેવાઈ રહી છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ