બ્રેકિંગ ન્યુઝ
Dinesh
Last Updated: 05:58 PM, 24 September 2023
ADVERTISEMENT
Gujarat Rain : ગુજરાતમાં વરસાદનો વધુ એક રાઉન્ડ શરૂ થયો છે. મેઘરાજાએ કેટલાક વિસ્તારોમાં ધમાકેદાર બેટિંગ કરી રહ્યાં છે. જો કે, એક બે દિવસથી રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદ પર થોડી બ્રેક લાગી હોય તેવું પણ લાગી રહ્યું છે. તો જૂનાગઢ, વડોદરા, નર્મદા, અમરેલી સહિતના વિસ્તારમાં મેઘરાજાની ધબધબાટી યથાવત જોવા મળી છે.
માણાવદરમાં સાર્વત્રિક વરસાદ
જૂનાગઢ જિલ્લામાં સવાર બાદ વરસાદી માહોલ જામ્યો છે. માણાવદરમાં સાર્વત્રિક વરસાદ વરસ્યો છે. વરસાદને લઇ ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો છે. ચોમાસું પાકને પાછોતરા વરસાદથી ફાયદો થયો છે
ADVERTISEMENT
અંકલેશ્વરમાં ધોધમાર વરસાદ
ભરૂચના અંકલેશ્વરમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. શહેરની સોસાયટીઓમાં પાણી ભરાયા છે. પ્રતિન, ઉમા ભવન ફાટક પાસે તેમજ ગાયત્રી મંદિર વિસ્તારમાં પાણી ભરાયા છે.
નર્મદા જિલ્લામાં વરસાદ
નર્મદા જિલ્લામાં બે દિવસના વિરામબાદ ફરી વરસાદ વરસ્યો છે. રાજપીપળા સહિત સાગબારા, ડેડિયાપાડા, તિલકવાડામાં ધોધમાર વરસાદ ખાબક્યો છે. રાજપીપળા શહેરના સ્ટેશનરોડ, કાછીયાવાડ અને દરબાર રોડ પર પાણી ભરાયા છે
ખાંભા, ગીર અને રાજુલા પંથકમાં વરસાદ
અમરેલી જિલ્લાના ખાંભા, ગીર અને રાજુલા પંથકમાં વરસાદ વરસ્યો છે. ખાંભા અને ગીરના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ ખાબક્યો છે. ખાંભા, મોટા બારમણ, નાના બારમણ, રાજુલાના ચોત્રા, મીઠાપુર, સહિતના ગામડામાં વરસાદ વરસ્યો છે
વડોદરામાં વરસાદ
વડોદરા શહેરના વિવિધ વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે. સયાજીગંજ, રાવપુરા, ફતેપુર, અલકાપુરીમાં વરસાદ વરસ્યો છે. થોડા દિવસના વિરામ બાદ વરસાદનુ આગમન થયું છે.
વરસાદની આગાહી
આગામી 4 દિવસ રાજ્યમાં વરસાદ પડવાની સંભાવનાં છે. તેમજ આજે 26 તાલુકાઓમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં સૌરાષ્ટ્રનાં ગીર સોમનાથ, ભાવનગર, જૂનાગઢમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. તેમજ દક્ષિણ ગુજરાતનાં પણ અનેક વિસ્તારોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં સુરત, ભરૂચ, તાપી, વલસાડ, નવસારીમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. તે ઉપરાંત વડોદરા, આણંદ, અમદાવાદ, ખેડા, ગાંધીનગર, સાબરકાંઠા, મહેસાણામાં પણ હળવાથી મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.