બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન

logo

લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું

logo

લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

logo

લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી

VTV / વિશ્વ / israel strikes on hezbollah in lebanon and hamas in gaza

Israel Hamas War / હવે ઈઝરાયલે લેબનોનમાં હિઝબુલ્લાના કમાન્ડરને કર્યો ઠાર, ગાઝામાં ફરીવાર હુમલો કરાતા 30નાં મોત

Arohi

Last Updated: 09:20 AM, 23 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Israel Strikes On Hezbollah: ઈઝરાયલી સેનાએ જણાવ્યું કે તેણે સોમવારે હિઝ્બુલ્લાના બે ઠેકાણાઓ પર હુમલો કર્યો. આ ઠેકાણાઓ પર હિઝ્બુલ્લાના આતંકી ઈઝરાયલ પર એન્ટી-ટેંક મિસાઈલ અને રોકેટ લોન્ચ કરવાનું ક્ષડયંત્ર રચી રહ્યા હતા. ઈઝરાયલે સોમવારે ગાઝામાં ઘણી જગ્યાઓ પર હુમલો કર્યો.

  • ઈઝરાયલનો હિઝ્બુલ્લા પર હુમલો 
  • ગાઝામાં પણ ઘણી જહ્યાઓ પર હુમલા કર્યા 
  • ગાઝા હુમલામાં 30 લોકોના મોત 

હમાસ બાદ હવે ઈઝરાયલે લેબનનમાં હિઝ્બુલ્લાના ઠેકાણાઓને નિશાન બનાવ્યા છે. ઈઝરાયલે ગાઝામાં હમાસ અને દક્ષિણી લેબનાનમાં હિઝ્બુલ્લાના ઠેકાણાઓ પર હુમલો કર્યો. આ હુમલામાં લેબનનમાં હિઝ્બુલ્લા કમાંન્ડરનું મોત થઈ ગયું. હિઝ્બુલ્લા સાથે સંબંધિક એક રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છો. આ પહેલા ઈઝરાયલે હમાસના તોપચી ડિપ્ટી કમાન્ડર મુહમ્મદ કટમશને માર્યા હતા. 

ગાઝામાં પણ ઘણી જગ્યા પર હુમલા 
ઈઝરાયલી સેનાએ જણાવ્યું કે તેણે સોમવારે હિઝ્બુલ્લાના બે ઠેકાણાઓ પર હુમલો કર્યો. આ ઠેકાણાઓમાંથી હિઝ્બુલ્લાના આતંકી ઈઝરાયલ પર એન્ટી-ટેન્ક મિસાઈલ અને રોકેટ લોન્ચ કરવાનું ક્ષડયંત્ર રચી રહ્યા હતા. 

ઈઝરાયલે સોમવારે ગાઝામાં ઘણી જગ્યાઓ પર હુમલો કર્યો. પેલેસ્ટાઈનની મીડિયા અનુસાર આ હુમલામાં 30 લોકોના મોત થયા છે. પેલેસ્ટાઈન મીડિયા અનુસાર ઈઝરાયલે ત્રણ હોસ્પિટલોની પાસે બોમ્બ ફેંક્યા હતા. જોકે હજુ એ સ્પષ્ટ નથી કે આ હુમલામાં હોસ્પિટલોને નુકસાન પહોંચ્યું કે નહીં. હોસ્પિટલની પાસે હુમલાની ખબરો પર ઈઝરાયલી સેનાએ કોઈ નિવેદન નથી આપ્યું. 

7 ઓક્ટોબરથી ચાલું છે યુદ્ધ 
ઈઝરાયલ અને હમાસની વચ્ચે 7 ઓક્ટોબરથી યુદ્ધ ચાલી રહ્યું છે. 7 ઓક્ટોબરે હમાસે ઈઝરાયલ પર હજારો રોકેટ છોડ્યા હતા. આટલું જ નહીં હમાસના યુવકોએ બોર્ડર વિસ્તારમાં ઘુસીને ઈઝરાયલી સૈનિકો અને સામાન્ય લોકો પર હુમલો પણ કર્યો હતો. 

આ હુમલામાં અત્યાર સુધી 1400 લોકોના મોત થયા છે. ત્યાં જ આ હુમલાના જવાબમાં ઈઝરાયલ ગાઝા પટ્ટીમાં હમાસના ઠેકાણાઓ પર બોમ્બર ફેંકી રહ્યા છે. આ હુમલામાં અત્યાર સુધી 4600 લોકોના મોત થયા હોવાની જાણકારી છે. ત્યાં જ 10 હજારથી વધારે લોકો ઘાયલ થયા છે. 

આજે યુદ્ધનો 17મો દિવસ 
ઈઝરાયલ અને હમાસમાં યુદ્ધનો આજે 17મોં દિવસ છે. ઈઝરાયલના હુમલાથી ગાઝામાં અત્યાર સુધી 4651 લોકોના મોત થઈ ચુક્યા છે. જ્યારે ચરમપંથી સંગઠન હમાસના હુમલાથી ઈઝરાયલના 1405 લોકોના મોત થવાની પુષ્ટિ કરી ચુક્યા છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ