બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતમાં આજે રેકોર્ડ બ્રેક ગરમી, પાંચ શહેરમાં ગરમીનો પારો 44 ડિગ્રીને પાર

logo

દિલ્હી: અરવિંદ કેજરીવાલના PA વિભવ કુમારને ઝટકો, કોર્ટે આગોતરા જામીન અરજી ફગાવી

logo

આ વર્ષે ગુજરાતમાં ચોમાસામાં 106 ટકા વરસાદની પડવાની શક્યતા: અંબાલાલ પટેલ

logo

સ્માર્ટ મીટરના પાયલટ પ્રોજેક્ટ મામલે મહત્વના સમાચાર

logo

હરિયાણાના નુહમાં શ્રદ્ધાળુઓની બસમાં આગ લાગતા, 8નાં મોત, 24 ઘાયલ

logo

PM મોદી આજે ઉત્તર પૂર્વ દિલ્હીના ઘોંડામાં ચૂંટણી રેલીને કરશે સંબોધિત

logo

રાજ્ય સરકારનો અધિકારી-કર્મચારીઓ માટે મહત્વનો નિર્ણય, કર્મચારી-અધિકારીઓને નિયમિત લેવી પડશે તાલીમ

logo

રાજકોટની વીરબાઇ મહિલા કોલેજમાં જાતીય સતામણી મામલે પ્રોફેસરની હકાલપટ્ટી

logo

છોટા ઉદેપુરના બોડેલીમાંથી નકલી મરચું પાવડર બનાવતી ફેક્ટરી ઝડપાઈ, હલકી કક્ષાના મરચું પાવડરમાં અખાદ્ય કલરની ભેળસેળ

logo

જૂનાગઢના વિસાવદર પંથકમાં વરસાદી માહોલ, કમોસમી વરસાદથી ખેડૂતો ચિંતાતૂર

VTV / islam also does not accept the triple talaq ahmadiyya muslim praise pm modi

સત્કાર્યની સુવાસ / VIDEO : 'લઘુમતીઓનું ભલું કર્યું', મુસ્લિમ સંગઠનોએ 'PM મોદીના વખાણમાં કંઈ કહેવાનું બાકી ન રાખ્યું

Hiralal

Last Updated: 10:24 PM, 22 February 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મોટા મુસ્લિમ સંગઠનના વડાઓએ પ્રધાનમંત્રી મોદી અને તેમની સરકારના ભરપેટ વખાણ કર્યાં છે.

  • અહમદિયા મુસ્લિમોએ પેટ ભરીને કર્યાં પીએમ મોદીના વખાણ 
  • કહ્યું- પીએમ મોદીએ ત્રણ તલાક નાબૂદ કરીને સમાજનું ભલું કર્યું 
  • પીએમ મોદીએ દેશ અને ખાસ કરીને લઘુમતીઓ માટે ઘણા પગલાં લીધા

વિવિધ મુસ્લિમ સંગઠનોના નેતાઓએ  લઘુમતીઓના કલ્યાણ માટે ત્રણ તલાક નાબૂદ કરવા સહિત અનેક પગલાં ભરવા બદલ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને તેમની સરકારની પ્રશંસા કરી હતી. એનઆઈડી ફાઉન્ડેશન દ્વારા આયોજિત "અખિલ ભારતીય લઘુમતી સંમેલન - અમૃત કાલમાં લઘુમતીઓની ભૂમિકા" માં બોલતા, અહમદિયા મુસ્લિમ સમુદાયના વિદેશી બાબતોના નિયામક અહેસાન ઘોરીએ કહ્યું, "પીએમ મોદીએ દેશ અને ખાસ કરીને લઘુમતીઓ માટે ઘણા પગલાં લીધા છે. તેની પ્રશંસા થવી જોઈએ. સારી વસ્તુઓની પ્રશંસા થવી જોઈએ અને અમે તેમની પ્રશંસા કરીએ છીએ. 

ત્રણ તલાક રદ કરવાનું મોદી સરકારનું પગલું સારુ- મુસ્લિમ સંગઠન 
અહમદિયા મુસ્લિમોએ ટ્રિપલ તલાક પર પ્રતિબંધ મૂકવાથી લઈને પ્રધાનમંત્રીની પહેલની પ્રશંસા કરી હતી. પીએમ મોદીના વખાણ કરતા અહમદિયા મુસ્લિમ યૂથ એસોસિએશનના પ્રમુખે કહ્યું કે, ઈસ્લામ પણ ત્રણ તલાકમાં વિશ્વાસ નથી કરતો. "ઇસ્લામ પણ ટ્રિપલ તલાકની પ્રથાને સ્વીકારતો નથી. આવી સ્થિતિમાં, પીએમ મોદીની સરકારનું આ પગલું એક સારું પગલું છે. મહિલા સશક્તિકરણની દિશામાં આ એક સારું પગલું છે. અમે આ પહેલનો આદર કરીએ છીએ.

પીએમ મોદીએ દેશ અને અલ્પસંખ્યકો માટે અનેક પગલા લીધા
આ પ્રસંગે અહમદિયા મુસ્લિમ યૂથ એસોસિએશનના ફોરેન અફેર્સ ડાયરેક્ટર અહેસાન ઘોરીએ કહ્યું કે, "પીએમ મોદીએ દેશ અને અલ્પસંખ્યકો માટે અનેક પગલા લીધા છે અને આની પ્રશંસા થવી જોઈએ. 

પીએમ મોદી એક મહાન નેતા, અમારું સૌભાગ્ય-મંસૂર ખાન 
સૂફી ઈસ્લામિક બોર્ડના રાષ્ટ્રીય અધ્યક્ષ મંસૂર ખાને કહ્યું કે, "દુનિયા પીએમ મોદીને એક મહાન નેતાના રૂપમાં ઓળખે છે. તેઓ આજે વૈશ્વિક નેતા છે. તે અમારું સૌભાગ્ય છે કે આપણને આવા મહાન નેતા મળ્યા છે જેમણે આપણા દેશને વિશ્વ નેતા બનાવ્યો છે. ઉલેમા ફાઉન્ડેશન જામિયા આલિયા જાફરીયાના રાષ્ટ્રીય અધ્યક્ષ મૌલાના કૌકાબ મુજતબાએ કહ્યું કે પીએમ મોદીએ એવા નિર્ણયો લીધા છે જે 1947થી લેવામાં આવ્યા નથી. ઉલ્લેખનીય છે કે મુસ્લિમ મહિલા (વિવાહ અધિકાર સંરક્ષણ) કાયદો 1 ઓગસ્ટ, 2019ના રોજ પસાર કરવામાં આવ્યો હતો. ત્યાર બાદ ટ્રિપલ ડિવોર્સના કેસમાં લગભગ 82 ટકાનો ઘટાડો નોંધાયો છે. ત્રણ તલાકને નાબૂદ કરીને મોદી સરકારે મુસ્લિમ મહિલાઓના સામાજિક-આર્થિક, મૂળભૂત અને બંધારણીય અધિકારોને મજબૂત કર્યા છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ