બ્રેકિંગ ન્યુઝ
ઘર ખરીદવું એ દરેક વ્યક્તિના જીવનનું સપનું હોય છે, પરંતુ પૈસાની અછતને કારણે લોકો ઘણી વખત હોમ લોન લઈને પોતાનું સપનું પૂરું કરે છે. તમારી હોમ લોન પરના વ્યાજ દરો કુલ કિંમત નક્કી કરવામાં મોટી ભૂમિકા ભજવે છે. હવે e વાત તો જાણીતી જ છે કે બેંકો કોઈ પણ લોન અથવા ક્રેડિટ કાર્ડ આપતા પહેલા ક્રેડિટ સ્કોર ચોક્કસપણે તપાસે છે.
ADVERTISEMENT

હાલમાં, વ્યક્તિગત લોન મેળવવા માટે CIBIL સ્કોર અથવા ક્રેડિટ સ્કોર સૌથી મહત્વપૂર્ણ પરિબળ બની ગયો છે. વ્યક્તિગત લોન આપતા પહેલા, બેંકો અને NBFC હંમેશા અરજદારનો CIBIL સ્કોર તપાસે છે. જો CIBIL સ્કોર સારો હોય તો વ્યક્તિગત લોનની અરજી મંજૂર થવાની અને ઓછા વ્યાજ દરે લોન મળવાની શક્યતાઓ પણ વધી જાય છે.
ADVERTISEMENT
જો તમારે લોન વગેરે માટે અરજી કરવાની હોય, તો તમારો ક્રેડિટ સ્કોર નક્કી કરે છે કે તમને લોન મળશે કે નહીં, તેથી તમારા માટે સારો ક્રેડિટ સ્કોર જાળવવો મહત્વપૂર્ણ બની જાય છે. જો તમારો ક્રેડિટ સ્કોર સારો છે, તો તમે ઘણા ફાયદાઓ મેળવી શકો છો અને સસ્તી લોન મેળવવા માટે તમે તેની મદદ લઈ શકો છો.
.jpg)
ADVERTISEMENT
બેંકો સારા ક્રેડિટ સ્કોર પર સસ્તી લોન આપે છે. બેંકો CIBIL સ્કોરના આધારે લોન આપે છે. જો તમારો CIBIL સ્કોર ટોચનો છે તો તમે લોનના દર પર 0.15-0.25% ડિસ્કાઉન્ટ મેળવી શકો છો. આ માટે બેંકો, હાઉસિંગ ફાઇનાન્સ કંપનીઓ અને અન્ય નાણાકીય સંસ્થાઓ દ્વારા ઓફર કરવામાં આવતા વ્યાજ દરો વિશે માહિતી મેળવો.
જણાવી દઈએ કે ક્રેડિટ સ્કોર એ ત્રણ નંબરનો સ્કોર છે. વિવિધ ક્રેડિટ બ્યુરો અથવા ક્રેડિટ માહિતી કંપનીઓ તેમના પોતાના ક્રેડિટ સ્કોર્સ તૈયાર કરે છે. આમાં CIBIL સ્કોર સૌથી લોકપ્રિય છે. 700 થી 750 નો ક્રેડિટ સ્કોર સારો માનવામાં આવે છે. સારો ક્રેડિટ સ્કોર લોનની તકો વધારે છે અને વ્યાજ દર ઘટાડે છે.
ADVERTISEMENT
વધુ વાંચો: હોળીમાં કલર લગાડેલી ચલણી નોટ ચાલશે કે નહીં? શું કહે છે RBIનો નિયમ
લોન લેતી વખતે ઓફર પહેલાથી સ્વીકારશો નહીં, અલગ બેંકો સાથે વાત કરો અને તેમના વ્યાજ દરોની તુલના કરો. જો અન્ય બેંકો તમને પહેલાની તુલનામાં ઓછા વ્યાજ દર ઓફર કરે છે, તો બેંકને પહેલા જાણ કરો. આવી સ્થિતિમાં, પ્રથમ બેંક વ્યાજ દર સાથે મેચ કરી શકે છે અથવા અન્ય બેંકો કરતા ઓછા વ્યાજ દર ઓફર કરી શકે છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.