બ્રેકિંગ ન્યુઝ
VTV / Is the oxygen level decreasing in the body?
Anita Patani
Last Updated: 11:45 AM, 25 April 2021
ADVERTISEMENT
ડબલ મ્યૂટેંટ કોરોના વેરિએન્ટમાં શ્વાસથી જોડાયેલી તકલીફ વધુ જોવા મળી રહી છે. માટે ઓક્સિજન સેચુરેશન સાથે તે સમજવુ પણ જરુરી છે કે એક દર્દીએ કઇ પરિસ્થિતિમાં હોસ્પિટલ જવુ જોઇએ.
ADVERTISEMENT
શું છે ઓક્સિજન સેચુરેશન
ઓક્સિજન સેચુરેશન ફેફસા અને તમામ અંગ સુધી જતા લોહીને ઓક્સિજેનેટેડ હિમોગ્લોબીનનુ લેવલ છે જે પર્સેન્ટેજમાં માપવામાં આવે છે. રિડીંગમાં તેનુ લેવલ 94થી વધારે આવે તો તમને ખતરો નથી.
એક્સપર્ટના કહ્યા અનુસાર 94 થી 100 વચ્ચે ઓક્સિજન લેવલ તંદુરસ્તીની નિશાની છે. જ્યારે 94થી નીચે જતા જ હાઇપોક્સેમિયાને ટ્રિગર કરે છે જેમાં ઘણા પ્રકારની પરેશાનીઓ થાય છે. જો સતત નીચુ જાય અને 90 નીચે જવા લાગે તો તમારે દવાખાને દોડવુ જોઇએ.
ઇન્ટેસિવ ઓક્સિજન સપોર્ટ
શ્વાસ ચડવો, છાતીમાં દુખાવો કે શ્વાસ લેવામાં તકલીફ થવી તે શરીરમાં ઓક્સિજનની ઉણપ દર્શાવે છે. ઘણા પેશન્ટને ઓક્સિજન લેવલ ઘટવા પર રેગ્યુલર ફંક્શનમાં પણ અસર દેખાય છે. માટે આવા લક્ષણ દેખાય તો તાત્કાલિક હોસ્પિટલ જાઓ.
ચહેરા કે હોઠનો રંગ બદલાવો
કોરોના વાયરસના કોમન લક્ષણને લઇને લોકો જાગૃત છે પરંતુ તેમાં છુપાયેલા લક્ષણને લોકો નોટીસ નથી કરતા. હોઠ વાદળી થઇ જવા કે અચાનક ચહેરાનો રંગ ઉડી જવો તે પણ કોરોનાના જ લક્ષણ છે. સ્કિન કે હોઠનું વાદળી થવુ સ્યાનોસિસનુ લક્ષણ છે. આ પ્રકારના લક્ષણ ઓક્સિજન ઓછુ થવાથી આવે છે.
છાતી કે ફેફસામાં દુખાવો
કોરોનાના પેશન્ટ મોટાભાગે છાતીમાં ને ફેફસામાં દુખાવાની ફરિયાદ કરતા હોય છે. આ દરમિયાન જો તમને છાતીમાં દુખે કે શ્વાસ લેવામાં તકલીફ થાય અથવા બેચેની અને માથુ દુખવાની સમસ્યા થાય તો તરત હોસ્પિટલમાં દાખલ થવુ જોઇએ.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.