બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગાંધીનગર

logo

લોકસભા ચુંટણીનું ત્રીજા તબક્કા નું મતદાન, છેલ્લી ઘડીએ કરવા મતદારોમાં ઉત્સાહ

logo

અમરેલી ન્યૂઝ: ચૂંટણી ફરજ દરમ્યાન મહિલા કર્મચારીનું થયું મોત, જાફરાબાદની પ્રાથમિક શાળાની શિક્ષિકા મતદાન મથક ફરજ દરમ્યાન ઢળી પડ્યા, કૌશિકબેન બાબરીયાનું હાર્ટ એટેકથી મૃત્યુ થયાનું પ્રાથમિક અનુમાન

logo

કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો મતદારોને ધમકાવી ભાજપ તરફી વોટીંગ કરાવવાનો આક્ષેપ

logo

11 રાજ્યોની 93 બેઠકો પર 3 વાગ્યા સુધીમાં 50.71 ટકા મતદાન

logo

બનાસકાંઠાને ટક્કર આપી 3 વાગ્યા સુધીમાં 58.05 ટકા મતદાન સાથે વલસાડ ગુજરાતમાં અવ્વલ, સરેરાશ 47.03 ટકા વોટિંગ

logo

કળશ ગામના લોકો તાપથી બચવા માથા પર ગાદલા રાખી મત આપવા લાઈનમાં ગોઠવાયા

logo

ભરૂચના કેસર ગામના લોકોએ મતદાનનો બહિષ્કાર કર્યો, અત્યાર સુધી એકપણ મત નથી પડ્યો

logo

મતદારો માટે ઇન્દ્ર દેવના અમી છાંટણા, યાત્રાધામ અંબાજીમાં અચાનક વાતાવરણમાં આવ્યો પલટો

logo

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે કર્યું મતદાન

VTV / મનોરંજન / બોલિવૂડ / Is Sridevi's younger daughter Khushi Kapoor dating singer AP Dhillon? Rumors of love have been rife since the name was taken in the song

ગપશપ / શું શ્રીદેવીની નાની દીકરી ખુશી કપૂર સિંગર એપી ઢીલ્લોનને કરી રહી છે ડેટ? ગીતમાં નામ લીધું ત્યારથી ઊડી પ્રેમની અફવા

Megha

Last Updated: 01:33 PM, 25 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ખુશી કપૂર પંજાબી સિંગર એપી ઢીલ્લોનને ડેટ કરી રહી હોવાની અફવાઓ પણ ફેલાઈ રહી છે. ખુશી કપૂર અને સિંગર એપી ઢીલ્લોનને લઈને સોશિયલ મીડિયા પર વિવિધ વાતો સામે આવી રહી છે.

  • ખુશી કપૂર હાલમાં સોશિયલ મીડિયા પર રાજ કરી રહી છે
  • ટૂંક સમયમાં ઝોયા અખ્તરની ફિલ્મ 'ધ આર્ચીઝ'થી બોલિવૂડમાં ડેબ્યૂ કરશે 
  • ખુશી કપૂર પંજાબી સિંગર એપી ઢીલ્લોનને ડેટ કરી રહી હોવાની અફવાઓ

બોલિવૂડના પ્રખ્યાત ફિલ્મ મેકર બોની કપૂર અને દિવંગત અભિનેત્રી શ્રીદેવીની નાની પુત્રી ખુશી કપૂર હાલમાં સોશિયલ મીડિયા પર રાજ કરી રહી છે. જણાવી દઈએ કે ખુશી કપૂર ટૂંક સમયમાં ઝોયા અખ્તરની ફિલ્મ 'ધ આર્ચીઝ'થી બોલિવૂડમાં ડેબ્યૂ કરવા જઈ રહી છે. નોંધનીય છે આ ફિલ્મમાં ઘણા સ્ટાર કિડ્સ એકસાથે જોવા મળવાના છે. આ દરમિયાન ખુશી કપૂર પંજાબી સિંગર એપી ઢીલ્લોનને ડેટ કરી રહી હોવાની અફવાઓ પણ ફેલાઈ રહી છે. ખુશી કપૂર અને સિંગર એપી ઢીલ્લોનને લઈને સોશિયલ મીડિયા પર વિવિધ વાતો સામે આવી રહી છે. લોકો જાણવા માંગે છે કે શું ખુશી કપૂરનું ખરેખર એપી ઢીલ્લોન સાથે અફેર છે. 

કોણ છે એપી ઢીલ્લોન 
અમૃતપાલ સિંહ ઢીલ્લોન જેને એપી ઢીલ્લોન તરીકે પણ ઓળખવામાં આવે છે, તે એક ઈન્ડો-કેનેડિયન ગાયક, રેપર અને પંજાબી સંગીત સાથે જોડાયેલ છે. એપી ઢીલ્લોનનો જન્મ વર્ષ 1993માં પંજાબના ગુરદાસપુરમાં એક શીખ પરિવારમાં થયો હતો. તેણે બાબા કુમા સિંહ જી એન્જિનિયરિંગ કોલેજમાંથી સિવિલ એન્જિનિયરિંગમાં ગ્રેજ્યુએશન પૂર્ણ કર્યું છે. આ પછી એપી ઢીલ્લોને બ્રિટિશ કોલંબિયાની કેમોસન કોલેજમાંથી બિઝનેસ એડમિનિસ્ટ્રેશન અને મેનેજમેન્ટમાં ડિપ્લોમા કર્યું.  હાલમાં વિક્ટોરિયા, કેનેડામાં રહે છે, રન-અપ રેકોર્ડ્સ માટે કામ કરે છે.

એપી ઢીલ્લોનની કારકિર્દીની શરૂઆત
એપી ઢીલ્લોને વર્ષ 2019માં 'ફેક' અને 'ફરાર' ગીતોથી પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી. તાજેતરમાં એપી ઢીલ્લોને શિંદા કાહલોન સાથેના તેમના નવા સિંગલ 'ટ્રુ સ્ટોરીઝ'ના ગીતોમાં ખુશુ કપૂરના નામનો ઉલ્લેખ કર્યો હતો, જેણે ઇન્ટરનેટને ખળભળાટ મચાવી દીધો હતો. ગીતમાં સિંગરને કહેતા સાંભળી શકાય છે કે, 'જદોં હસે તન લગે તુ ખુશી કપૂર', જેનો અર્થ થાય છે 'જ્યારે તમે હસો છો, ત્યારે તમે ખુશી કપૂર જેવા દેખાશો.' ગીતના શબ્દોએ લોકોને આશ્ચર્યચકિત કર્યા છે અને અટકળો ચાલી રહી છે કે બંને પહેલેથી જ ડેટિંગ કરી રહ્યા છે.

એપી ઢીલ્લોન અને ખુશી કપૂર
એપી ઢીલ્લોન-ખુશી કપૂરના ડેટિંગ અંગેના સમાચાર આવ્યા બાદથી આ વિશે કંઈ પણ કહ્યું નથી. જણાવી દઈએ કે એપી ઢીલ્લોને તાજેતરમાં નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટરના ઓપનિંગ સેરેમનીમાં પણ પરફોર્મ કર્યું હતું. બાદમાં તેણે મુંબઈમાં લોલાપાલૂઝા માટે પણ પરફોર્મ કર્યું. માહિતી અનુસાર, એપી ઢીલ્લોનનો ડિસેમ્બર 2021માં એક મ્યુઝિક કોન્સર્ટ હતો, જેમાં જાહ્નવી કપૂરે પણ ભાગ લીધો હતો.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ