બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન

logo

લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું

logo

લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

logo

લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી

VTV / આરોગ્ય / Is it safe to clean the ears with cotton buds? how to clean the ear at home

તમારા કામનું / શું તમને પણ કોટન સળીથી કાનને કરો છો સાફ? તો થઈ જજો સાવધાન, આવી રીતે કરો સફાઇ

Vaidehi

Last Updated: 05:00 PM, 27 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કોટન બડ્સથી કાન સાફ કરતાં સમયે કાનમાં રહેલ ગંદકી ઈયર કેનાલમાં જઈ શકે છે. મેલની સાથે ગંદા બેક્ટેરિયા પણ અંદર જાય છે જેના લીધે ઈન્ફેક્શનનો રિસ્ક વધે છે.

  • કાનને સાફ કરવા કોટન બડ્સનો ઉપયોગ ટાળવો
  • સફાઈ કરતાં કાન થઈ શકે છે ડેમેજ
  • કાનમાંથી મેલ કાઢવા માટેનાં અન્ય ઘરેલૂ ઉપાય કરવા

પાણી, હવા અને માટીનાં કારણે કાનમાં ગંદકી જમા થવા લાગે છે. તેને ઈયરવેક્સ કહેવામાં આવે છે. તેને સાફ કરવા માટે લોકો કોટન બડ્સનો ઉપયોગ કરતાં હોય છે. પરંતુ શું આ કોટન બડ્સનો ઉપયોગ કરવો યોગ્ય છે? શું તેના લીધે સાફ થવાની જગ્યાએ કાનને નુક્સાન પણ પહોંચી શકે છે?

કોટન બડ્સનો ઉપયોગ નુક્સાનકારક
ડોક્ટર્સ કહે છે કે કાનને સાફ કરવા માટે કોટન બડ્સનો ઉપયોગ નુક્સાનકારક છે. કોટન બડ્સને જ્યારે કાનની અંદર નાખવામાં આવે છે ત્યારે એ ગંદકી બહાર નિકળવાની જગ્યાએ મેલને અંદરની તરફ ધકેલે છે જેના લીધે કાનમાં ઈન્ફેક્શનનો રિસ્ક વધી જાય છે. તેનાથી કાનની અંદર કટ પણ લાગી શકે છે. કોટન બડ્સ કાનની અંદરની વૉલને પણ નુક્સાન પહોંચાડી શકે છે. પરિણામે સાંભળવાની ક્ષમતા પણ ઘટવા માંડે છે.

ઈયર કેનાલમાં ધકેલાય છે ગંદકી
ENT સર્જન જણાવે છે કે કાનમાં ઈયરવેક્સ બનવાની પ્રોસેસ હોય છે. આ ઈયરવેક્સ કાનને પ્રોટેક્ટ પણ કરે છે પરંતુ જો જરૂરથી વધારે જમા થાય તો નુક્સાન પણ પહોંચાડી શકે છે. લોકો કોટન બડ્સથી કાનને સાફ કરે છે પરંતુ સફાઈ કરતાં સમયે કાનની અંદર રહેલી ગંદકી ઈયર કેનાલમાં જઈ શકે છે. આ મેલની સાથે રહેલા બેક્ટેરિયા કાનનાં પડદાને નુક્સાન પહોંચાડી શકે છે. એટલું જ નહીં જો આ બેક્ટેરિયાનું પ્રમાણ વધી જાય તો અનેક ગંભીર પ્રકારની સમસ્યાઓ પણ થઈ શકે છે. તેવામાં કોટન બડ્સનો ઉપયોગ ટાળવો જોઈએ.

કેવી રીતે કરવી કાનની સફાઈ?
આપણું શરીર પોતાના વિવિધ ભાગોને જાતે જ સાફ કરી દેવાની ક્ષમતા ધરાવે છે. તેવી જ રીતે કાન પણ પોતે જ સાફ થઈ જાય છે. જો તમને તમારા કાનની સફાઈ જાતે કરવી છે તો તેની બેસ્ટ રીત છે કે તમે કાનમાં ઓઈલ નાખો.  નારિયેળ તેલ અથવા બેબી ઓઈલ શ્રેષ્ઠ ઉપાય છે. તેલને કાનમાં નાખવાથી તેમા રહેલી ગંદકી બહાર તરફ આવી જાય છે અને કપડાની મદદથી તમે સરળતાથી તેને કાઢી શકો છો. આ સિવાય નહાવા સમયે કાનની અંદર થોડું પાણી નાખવાથી પોતે જ કાન સાફ થઈ જશે.

(Disclaimer: આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.)

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ