બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન

logo

લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું

logo

લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

logo

લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી

VTV / મનોરંજન / ગુજરાત / બોલિવૂડ / IPS officer of Gujarat got angry on Bollywood Singham, trollers also asked questions

ભારે કરી / ગુજરાતના આ આઈપીએસ અધિકારી ખાખીને લઈ બોલીવુડના સિંઘમ પર બગડ્યા, તો ટ્રોલર્સે પણ સાહેબને પૂછ્યા આકરા સવાલ

Megha

Last Updated: 06:17 PM, 9 January 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાતના આઇપીએસ અધિકારીએ ટ્વિટ કરીને બૉલીવુડના ફિલ્મી પોલીસ ઓફિસર પર કટાક્ષ કરતાં કહ્યું કે, 'આ સિંઘમ, સિમ્બા, સૂર્યવંશીએ મળીને અમારો પોલીસ યુનિફોર્મ બગાડી નાખ્યો છે. '

  • ગુજરાતના આઇપીએસ અધિકારીએ ફિલ્મી પોલીસ ઓફિસર પર કર્યો કટાક્ષ 
  • ટ્વિટ પર લોકોએ પણ પૂછી લીધા આકરા સવાલ 
  • શું સાચે સિંઘમ, સિમ્બા અને સૂર્યવંશીએ મળીને પોલીસ યુનિફોર્મ બગાડ્યો છે?

બૉલીવુડની અઢળક ફિલ્મોમાં અનેક અભિનેતાએ પોલીસ ઓફિસરનો રોલ નિભાવ્યો છે અને ઘણા એક્ટરે લોકોના મનમાં ઘણી સારી છાપ પણ છોડી છે. એવામાં જો બૉલીવુડ ફિલ્મોમાં બનેલ પોલીસ ઓફિસરના રોલ વિશે વાત કરી તો સૌથી પહેલા દરેક લોકોના મનમાં સિંઘમ નામ ઉભરીને સામે આવે છે. રોહિત શેટ્ટીની કોપ યુનિવર્સની એ ફિલ્મી દુનિયામાં સિંઘમ, સીમ્બા અને સૂર્યવંશીએ લોકોના મનમાં પોલીસની એક અલગ જ છાપ બનાવી છે. 

પણ મનોરંજનની આ દુનિયા રિયલ લાઇફથી ઘણી અલગ હોય છે. જણાવી દઈએ કે હાલ જ ગુજરાતના આઇપીએસ અધિકારીએ ટ્વિટ કરીને ફિલ્મી પોલીસ ઓફિસર પર કટાક્ષ કર્યો હતો. એમના મતે બૉલીવુડના આ હીરોએ રિયલ લાઈફની પોલીસની યુનિફોર્મ ખરાબ કરી દીધી છે. 

ફિલ્મી પોલીસ ઓફિસર પર કર્યો કટાક્ષ 
ગુજરાત કેડરના આઇપીએસ વિજય સિંહ ગુર્જરે હાલ ફિલ્મી પોલીસ ઓફિસર પર કટાક્ષ કરતાં ટ્વિટ કર્યું હતું કે, 'આ સિંઘમ, સિમ્બા, સૂર્યવંશીએ મળીને અમારો પોલીસ યુનિફોર્મ બગાડી નાખ્યો છે. જે પેન્ટ શર્ટના 3-4 બટન છોડીને પહેરવામાં આવતું હતું, તે હવે લગભગ પગ પર બાંધવામાં આવી રહ્યું છે. યોગ્ય નિયમો અનુસાર સિલાઇ કરેલ યુનિફોર્મ અને સ્વાભિમાન સાથે પહેરવામાં આવે તો જ વ્યક્તિત્વ વધુ સારું બને છે.' 

ટ્વિટ પર લોકોએ પણ પૂછી લીધા આકરા સવાલ 
આ ટ્વિટ પછી લોકો એ પણ ગુજરાત કેડરના આઇપીએસ વિજય સિંહ ગુર્જરને સામે ઘણા સવાલ પૂછીને એમની વાત સામે રાખી હતી. એક યુઝરે સામે જ પોલીસ પર સવાલ ઉઠાવતા લખ્યું હતું કે, 'આ પણ એક દૃષ્ટિકોણ છે કે પ્રામાણિક પોલીસ પણ આ જ ટીવી પર જોવા મળે છે. અંહિયા તો એવું છે કે તમે દારૂ વેચનાર વિરુદ્ધ બોલો તો તમારા જ વિરુદ્ધ એફઆઈઆર દાખલ કરવામાં એક મિનિટ પણ નહીં લાગે.' તો બીજા યુજ્યરે લખ્યું હતું કે, 'સાહેબ, યુનિફોર્મ કરતાં પોલીસની કાર્યશૈલીમાં વધુ સુધારાની જરૂર છે.કારણ કે હવે પોલીસ સામાન્ય માણસની સુરક્ષા માટે છે તે મજાક જેવું લાગે છે.' 

આ સિવાય ઘણા લોકોએ ઘણા આકરા સવાલો પૂછ્યા છે પણ એ સામે થોડા લોકોએ એમની વાત પર સહમત પણ થયા છે. 

શું સાચે સિંઘમ, સિમ્બા અને સૂર્યવંશીએ મળીને પોલીસ યુનિફોર્મ બગાડ્યો છે? શું આ ફિલ્મી દુનિયાના પોલીસ ઓફિસર યુનિફોર્મનું સમ્માન નથી જાળવી શકતા? આ વાત પર તમારો શું વિચાર છે? 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ