બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / અજબ ગજબ / સ્પોર્ટસ / Cricket / IPL historys 3 most expensive players sam curran

ક્રિકેટ / IPLના ઈતિહાસમાં 30 જ મિનિટમાં આ ત્રણ ખેલાડીઓ બન્યા સૌથી મોંઘા, જુઓ કોણ કઈ ટીમમાં

Vaidehi

Last Updated: 04:52 PM, 23 December 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

IPLનાં ઇતિહાસની ત્રણ સૌથી મોંઘી ખરીદી આજે 30 મિનીટની અંદર થઇ. પીબીકેએસને 18.5 કરોડ રૂપિયામાં ઇંગ્લેન્ડનાં સેમ કરન વેંચાયા જે સૌથી મોંઘા ખેલાડી બન્યા છે.

  • IPLનાં ઇતિહાસની ત્રણ સૌથી મોંઘી ખરીદી 30 મિનીટમાં
  • ઇંગ્લેન્ડમાં સેમ કરન સૌથી મોંઘા ખેલાડી
  • PBKSએ 18.5 કરોડ રૂપિયામાં સેમ કરનને ખરીદ્યો

આઇપીએલ 2023ની હરાજીમાં આજે ત્રણ સૌથી મોંઘા ખેલાડીઓ 30 મિનીટની અંદર ખરીદાયા. જેમાં PBKSએ 18.5 કરોડ રૂપિયામાં સૌથી મોંઘા ખેલાડી ઇંગ્લેન્ડમાં સેમ કરનને ખરીદ્યા. જ્યારે ઑસ્ટ્રેલિયાનાં કેમરન ગ્રીનને MIએ 17.5 કરોડમાં ખરીદ્યા છે. ઇંગ્લેન્ડનાં બેન સ્ટોક્સને CSKએ 16.25 કરોડમાં ખરીદ્યા છે જે આઇપીએલમાં સંયુક્તરૂપે ત્રીજા સૌથી મોંઘા ખેલાડી રહ્યાં છે.

IPL 2023 આગામી સીઝન માટેની હરાજી પૂર્ણ
ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2023નું બ્યુગલ આજથી (23 ડિસેમ્બર) સાચા અર્થમાં વાગવા જઈ રહ્યું છે. કોચીમાં આજે આગામી સિઝન માટે મીની હરાજી પૂરી થઈ ગઈ છે અને આ વખતે મિની ઓક્શન માટે 405 ખેલાડીઓને શોર્ટલિસ્ટ કરવામાં આવ્યા હતા, જેના પર તમામ ટીમો ઘણો ખર્ચ કર્યો હતો. હરાજીની શરૂઆતમાં જ ઇંગ્લિશ બેટ્સમેન હેરી બ્રુકને સનરાઇઝર્સ હૈદરાબાદે 13.25 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. આ સાથે મયંક અગ્રવાલની પણ લોટરી લાગી હતી. સનરાઇઝર્સે હૈદરાબાદે 8.25 કરોડની કિંમતમાં મયંકને પોતાની સાથે જોડ્યો હતો.

વિલિયમસનને ગુજરાત ટાઈટન્સે ખરીદ્યો 
જો કે આ સિઝનમાં ન્યુઝીલેન્ડના દિગ્ગજ બેટ્સમેન અને કેપ્ટન કેન વિલિયમસનની સ્થિતિ એવી જ કઇંક જણાતી હતી પણ નસીબે તેનો સાથ આપ્યો. જણાવી દઈએ કે કિવી દિગ્ગજ ખેલાડીને આઈપીએલની ગત સિઝન બાદ સનરાઇઝર્સ હૈદરાબાદમાંથી મુક્ત થયા બાદ હવે આ સિઝનમાં એમને નવી ટીમ મળી છે. જણાવી દઈએ કે વિલિયમસનને ગુજરાતે તેને તેની મૂળ કિંમત બે કરોડમાં ખરીદી લીધો છે. 

273 ભારતીય ખેલાડીઓ હતા જ્યારે 131 ખેલાડીઓ વિદેશી
જણાવી દઈએ કે હરાજીમાં સામેલ 405 ખેલાડીઓમાંથી 273 ભારતીય ખેલાડીઓ હતા જ્યારે 131 ખેલાડીઓ વિદેશી હતા.આ હરાજીમાં વધુમાં વધુ 87 સ્લોટ ઉપલબ્ધ હતા.નિયમ મુજબ   87 ખેલાડીઓમાંથી વધુમાં વધુ 30 વિદેશી ખેલાડીઓને ખરીદી શકતા હતા.પહેલા 86 ખેલાડીઓના નામ એક પછી એક હરાજી માટે મૂકવામાં આવ્યા હતા અને એ પછી   હરાજીની પ્રક્રિયા ઝડપી શરૂ થઈ હતી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ