બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન

logo

લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું

logo

લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

logo

લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી

VTV / સ્પોર્ટસ / ipl 2024 reason why mumbai indians made hardik pandya captain against rohit Sharma

ક્રિકેટ / આખરે મુંબઇ ઇન્ડિયન્સના કેપ્ટન તરીકે હાર્દિક પંડ્યાની વરણી કેમ? જવાબદાર છે રોહિત શર્માના આ 3 માઇનસ પોઇન્ટ!

Manisha Jogi

Last Updated: 08:06 PM, 15 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રોહિત શર્માને હટાવીને હાર્દિક પંડ્યાને મુંબઈ ઈન્ડિયન્સનો કેપ્ટન બનાવવામાં આવ્યો છે. હાર્દિક પંડ્યાની મુંબઇ ઇન્ડિયન્સના કેપ્ટન તરીકે વરણી શા માટે કરવામાં આવી, તે માટે મુખ્ય 3 કારણ જવાબદાર છે.

  • મુંબઈ ઈન્ડિયન્સે કેપ્ટનના નામની જાહેરાત કરી દીધી
  • હાર્દિક પંડ્યાને મુંબઈ ઈન્ડિયન્સનો કેપ્ટન બનાવવામાં આવ્યો
  • રોહિત શર્માના આ 3 માઇનસ પોઇન્ટ જવાબદાર

મુંબઈ ઈન્ડિયન્સે કેપ્ટનના નામની જાહેરાત કરી દીધી છે. રોહિત શર્માને હટાવીને હાર્દિક પંડ્યાને મુંબઈ ઈન્ડિયન્સનો કેપ્ટન બનાવવામાં આવ્યો છે. હાર્દિક પંડ્યા ગુજરાત ટાઇટન્સનો કેપ્ટન હતો અને મુંબઈ ઈન્ડિયન્સે હાર્દિકને રોકડમાં ટ્રેડ કર્યો હતો. હાર્દિક પંડ્યાની મુંબઇ ઇન્ડિયન્સના કેપ્ટન તરીકે વરણી શા માટે કરવામાં આવી, તે માટે મુખ્ય 3 કારણ જવાબદાર છે. 

ઉંમર
રોહિત શર્માની ઉંમર 36 વર્ષ છે, હાર્દિક પંડ્યાની ઉંમર 30 વર્ષ છે. રોહિત શર્માએ વર્લ્ડ કપમાં સારી બેટિંગ કરી હતી. રોહિત શર્મા આગામી સીઝનમાં નિવૃત્તિ લઈ શકે છે અથવા ફિટનેસ સારી ના હોય. હાર્દિક પંડ્યાની ઉંમર ઓછી છે અને ફ્રેન્ચાઇઝીમાં લાંબા સમય સુધી રમ્યો છે.

રોહિત શર્માનું પ્રદર્શન
રોહિત શર્મા એક સારા કેપ્ટન છે અને મુંબઈ ઈન્ડિયન્સ ટીમને 5 વખત IPL ચેમ્પિયન બનાવી છે. છેલ્લી કેટલીક સીઝનમાં રોહિત શર્માનું પ્રદર્શન ખાસ રહ્યું ન હતું. વર્ષ 2023માં રોહિત શર્માએ 20.75ની એવરેજથી 332 રન કર્યા હતા, વર્ષ 2022માં તેણે 19.14ની એવરેજથી 268 રન બનાવ્યા હતા. ગત સીઝનમાં ગુજરાત ટાઈટન્સની ટીમ હાર્દિક પંડ્યાની કેપ્ટનશીપમાં ચેમ્પિયન બની હતી.

હાર્દિક પંડ્યા અને મુંબઈ ઈન્ડિયન્સ
હાર્દિક પંડ્યા લાંબા સમય સુધી મુંબઈ ઈન્ડિયન્સમાં રમ્યા હતા. હાર્દિક પંડ્યાને તેની ફિટેનેસના કારણે રિલીઝ કરવામાં આવ્યો હતો. મુંબઈ ઈન્ડિયન્સને લાગી રહ્યું છે કે, હાર્દિક પંડ્યા આખી સિઝન રમી શકે છે. મુંબઈ ઈન્ડિયન્સ છોડ્યા પછી પણ હાર્દિક પંડ્યા ફ્રેન્ચાઈઝી સાથે સંપર્કમાં હતો. હાર્દિક પંડ્યાની કેપ્ટનશીપમાં ગુજરાત ટાઈટન્સે ખિતાબ જીત્યો હતો, આ કારકણોસર મુંબઈ ઈન્ડિયન્સે હાર્દિક પંડ્યા પર દાવ લગાવ્યો છે. 


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ