બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / સ્પોર્ટસ / Cricket / IPL 2024 Kohli became the Sixer King smashed Chris Gayle record know who is the player of the match

IPL 2024 / કોહલી બન્યો 'સિક્સર કિંગ', RCB માટે દમદાર છક્કા લગાવી તોડ્યો ક્રિસ ગેલનો રેકોર્ડ, જાણો પ્લેયર ઑફ ધ મેચ કોણ

Megha

Last Updated: 10:45 AM, 30 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સુનીલ નરેને તેની T20 કારકિર્દીની 500મી મેચમાં પ્લેયર ઓફ ધ મેચનો ખિતાબ જીત્યો, તો બીજી તરફ વિરાટ કોહલી IPLમાં RCB માટે સૌથી વધુ સિક્સર મારનાર બેટ્સમેન બની ગયો છે.

IPL 2024ની 10મી મેચમાં કોલકાતા નાઈટ રાઈડર્સે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામે 7 વિકેટે જીત મેળવી હતી. પ્રથમ બેટિંગ કરતા રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે 6 વિકેટના નુકસાને 182 રન બનાવ્યા હતા. વિરાટ કોહલીએ ટીમ માટે 59 બોલમાં 83* રનની સૌથી વધુ ઇનિંગ રમી હતી. 

કોલકાતા નાઈટ રાઈડર્સે 19 બોલ બાકી રહેતા ટાર્ગેટનો પીછો કરીને જીત મેળવી હતી અને ખાસ કરીને સુનીલ નરેને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામે તેના ઓલરાઉન્ડ પ્રદર્શન માટે પ્લેયર ઓફ ધ મેચનો ખિતાબ જીત્યો છે. જણાવી દઈએ કે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામેની આ મેચ સુનીલ નરેનની T20 કારકિર્દીની 500મી મેચ હતી.

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામે બોલિંગ કરતી વખતે સુનીલ નરેને 4 ઓવરમાં 40 રન આપીને એક વિકેટ લીધી હતી. સુનીલ નરેને 15મી ઓવરમાં ગ્લેન મેક્સવેલના રૂપમાં ટીમ માટે મોટી વિકેટ લીધી હતી. સાથે જ નરેન 500 T-20 ક્રિકેટ મેચ રમનાર પ્રથમ સ્પિનર ​​અને વિશ્વનો એકમાત્ર ચોથો ખેલાડી બન્યો છે. જણાવી દઈએ કે સૌથી વધુ T-20 મેચ રમવાનો રેકોર્ડ હાલમાં વેસ્ટ ઈન્ડિઝના કિરોન પોલાર્ડ (660)ના નામે છે. તેમના સિવાય ડ્વેન બ્રાવો 573 અને શોએબ મલિક 542 ટી-20 મેચ રમ્યા છે. રસપ્રદ વાત એ છે કે, નરેન અત્યાર સુધીમાં વિશ્વભરની T-20 લીગમાં 10થી વધુ ટીમો માટે રમી ચૂક્યો છે.

નરને તેની ખાસ મેચમાં માત્ર બોલિંગમાં નહીં પરંતુ બેટિંગમાં તોફાની ઇનિંગ્સ રમીને તેને યાદગાર બનાવી દીધી હતી. KKR માટે ઇનિંગ્સની શરૂઆત કરતા, નરીને 22 બોલમાં 47 રન બનાવ્યા, જેમાં બે ચોગ્ગા અને પાંચ છગ્ગા પણ સામેલ હતા. આ ખેલાડીને તેના ઓલરાઉન્ડ પ્રદર્શન માટે પ્લેયર ઓફ ધ મેચ પણ પસંદ કરવામાં આવ્યો હતો.

બીજી તરફ વિરાટ કોહલી IPLમાં RCB માટે સૌથી વધુ સિક્સર મારનાર બેટ્સમેન બની ગયો છે. આ સમય દરમિયાન, તેણે ક્રિસ ગેલનો રેકોર્ડ તોડ્યો જેણે RCB માટે રમતી વખતે 239 છગ્ગા ફટકાર્યા હતા. કોહલીએ 232 ઇનિંગ્સમાં 241 સિક્સર ફટકારી છે, જ્યારે ગેલે 84 ઇનિંગ્સમાં આ સિક્સર ફટકારી છે. એબી ડી વિલિયર્સે RCB તરફથી IPLમાં રમતી વખતે 144 ઇનિંગ્સમાં 238 સિક્સર ફટકારી હતી.

વધુ વાંચો: '...તો 83ના બદલે વિરાટ 120 રન કરત', કોહલીની નિંદા કરનારાઓને સુનીલ ગાવસ્કરે આપ્યો જડબાતોડ જવાબ

ઉપરાંત આઈપીએલના ઈતિહાસમાં ટીમની હારમાં સૌથી વધુ રન બનાવવાના મામલે વિરાટ કોહલી ટોપ પર છે. તેણે આઈપીએલમાં RCB માટે અત્યાર સુધીમાં 3344 રન બનાવ્યા છે. આ યાદીમાં બીજા સ્થાને ડેવિડ વોર્નર છે, જેણે ટીમની હારમાં 2738 રન બનાવ્યા છે, જ્યારે શિખર ધવન 2696 રન સાથે ત્રીજા સ્થાને છે.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ