બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન

logo

લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું

logo

લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

logo

લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી

VTV / સ્પોર્ટસ / Cricket / IPL 2024 Gujarat Titans may get a big shock Afghanistan's star player Rashid Khan may be out of the IPL.

IPL / IPL 2024માં ગુજરાત ટાઈટન્સને લાગશે મોટો ઝટકો! હાર્દિક ગયો, હવે આ ખેલાડી પણ થશે બહાર

Pravin Joshi

Last Updated: 01:59 PM, 26 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

IPL 2024: ગુજરાત ટાઇટન્સને મોટો આંચકો લાગી શકે છે. અફઘાનિસ્તાનનો સ્ટાર ખેલાડી રાશિદ ખાન IPLમાંથી બહાર થઈ શકે છે.

  • IPL 2024 ગુજરાત ટાઇટન્સ માટે સૌથી ખરાબ સાબિત થશે
  • હાર્દિક પંડ્યાએ ટાઇટન્સ છોડીને મુંબઈની ટીમમાં જોડાઈ ગયો
  • હવે રાશિદ ખાન પણ IPL 2024માંથી બહાર થઈ શકે છે

IPL 2024 માર્ચ મહિનામાં શરૂ થવાની સંભાવના છે. આ માટે તમામ ટીમોએ તૈયારી કરી લીધી છે. હાલ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે આ IPL ગુજરાત ટાઇટન્સ માટે સૌથી ખરાબ સાબિત થશે. સૌપ્રથમ ગુજરાત ટાઇટન્સ માટે ટ્રોફી જીતનાર ખેલાડી હાર્દિક પંડ્યાએ ટાઇટન્સ છોડીને મુંબઈની ટીમમાં જોડાવાનો નિર્ણય કર્યો. હવે વધુ એક મેચ વિનિંગ ખેલાડી IPL 2024માંથી બહાર થઈ શકે છે. રાશિદ ખાન માટે IPL રમવું મુશ્કેલ દેખાઈ રહ્યું છે, જો આવું થાય છે તો તે ગુજરાત માટે કોઈ મોટા ઝટકાથી ઓછું નહીં હોય.

KKR સામેની મેચ પહેલા ગુજરાત ટાઈટન્સે બદલ્યો કેપ્ટન, હાર્દિક પંડયાની જગ્યાએ  આ ખેલાડીને મળી જવાબદારી | Gujarat Titans change captain ahead of match  against KKR, Rashid Khan ...

રાશિદ ખાને PSLમાંથી પોતાનું નામ પાછું ખેંચી લીધું 

રાશિદ ખાને PSLમાંથી પોતાનું નામ પાછું ખેંચી લીધું છે. રાશિદ પીએસએલમાં લાહોર કલંદર માટે રમે છે, લાહોરે ટીમમાં રાશિદના સમયમાં PSL ટ્રોફી પણ જીતી છે. હવે રાશિદનું કહેવું છે કે તે પાકિસ્તાન સુપર લીગનો ભાગ બની શકશે નહીં. અફઘાન ખેલાડી રાશિદ ખાનને ટીમમાંથી બહાર કરવાના કારણે લાહોરને મોટો ફટકો પડ્યો છે. હવે એવી આશા છે કે રાશિદ ખાન પણ IPL 2024માંથી બહાર થઈ શકે છે. વાસ્તવમાં રાશિદ ખાને તેની પીઠની સર્જરી કરાવી છે. આ કારણે તેણે આરામ કરવાનો નિર્ણય લીધો છે.

IPL 2024ની શરૂઆત પહેલા ગુજરાત ટાઈટન્સને મોટો ઝટકો, આ દિગ્ગજ ખેલાડી અનફીટ,  ચાહકો નિરાશ/ rashid khan doubtful for ipl 2024 after missing psl latest  sports news

વધુ વાંચો : ક્રિકેટ રસિકો માટે ખરાબ સમાચાર, ઋષભ પંતની હેલ્થ બાબતે સામે આવી ખાસ અપડેટ

રાશિદ ભારત સામે રમી શક્યો ન હતો

રાશિદ ખાને નવેમ્બર મહિનામાં જ તેની પીઠની સર્જરી કરાવી હતી. આ કારણોસર તેને શરૂઆતમાં ભારત સામેની 3 T20 મેચની શ્રેણી માટે ટીમમાં સામેલ કરવામાં આવ્યો હતો. પરંતુ બાદમાં તેને ટીમમાંથી બહાર કરી દેવામાં આવ્યો હતો અને તે એક પણ T20 મેચ રમી શક્યો ન હતો. રશીદ ખાનની ગેરહાજરીમાં રહેમાનુલ્લા ગુરબાઝે અફઘાનિસ્તાનની કપ્તાની સંભાળી હતી. રાશિદ ખાન હજી સ્વસ્થ થયો નથી, તેથી એવી અટકળો લગાવવામાં આવી રહી છે કે ખેલાડી IPL 2024માંથી પણ બહાર થઈ શકે છે. જેના કારણે ગુજરાતના ચાહકોમાં મૌન છે. પહેલા હાર્દિક પંડ્યાએ ગુજરાત છોડી દીધું અને હવે રાશિદ પણ ટીમની બહાર થઈ શકે છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ