બ્રેકિંગ ન્યુઝ
Vikram Mehta
Last Updated: 02:15 PM, 22 January 2024
ADVERTISEMENT
ભારતીય ક્રિકેટર ઋષભ પંત રોડ અકસ્માત બાદ હજુ સુધી પણ ટીમમાં શામેલ થઈ શક્યા નથી. ક્રિકેટ રસિકો લાંબા સમયથી ઋષભ પંતને મેદાન પર રમતા જોવા માટે આતુર છે. IPL 2024ની હરાજીમાં ઋષભ પંત દિલ્હી કેપિટલ્સમાંથી ખેલાડીઓને ખરીદવા માટે હરાજીમાં શામેલ થયા હતા. કહેવામાં આવી રહ્યું હતું કે, ઋષભ પંત મેદાન પર રમવા માટે સંપૂર્ણપણે તૈયાર છે અને આવતા વર્ષે ઋષભ પંત દિલ્હી કેપિટલ્સની કેપ્ટનશીપ કરતા જોવા મળશે. ઋષભ પંતની ઈન્જરી બાબતે ફરી એકવાર અપડેટ સામે આવી છે.
ઋષભ પંત હેલ્થ અપડેટ
BCCI તરફથી ઋષભ પંતની હેલ્થ અપડેટ આપવામાં આવી છે. ઋષભ પંત IPLમાં વાપસી કરશે કે નહીં તે અંગે કંઈ કહી ના શકાય. ઋષભ પંત નેટમાં પ્રેક્ટિસમાં પરત ફર્યા છે, પરંતુ સંપૂર્ણ રીતે ફિટ નથી. આટલી મોટી ઈજા થયા પછી જલ્દી સાજા થવું તે સરળ નથી. અકસ્માતને કારણે, ઋષભ પંતને ભારે કસરત કરવાની ના પાડવામાં આવી છે. તેથી ઋષભ પંત મેદાન પર રમવા માટે ક્યારે પરત ફરશે, તે અંગે કંઈ કહી શકાય નહીં.
ADVERTISEMENT
વધુ વાંચો: આ તારીખથી શરૂ થઇ શકે છે IPL 2024, BCCIનો પ્લાનિંગ તૈયાર! ભારતને અપાવ્યો આ વિશ્વાસ
દિલ્હી કેપિટલ્સ કેપ્ટન
ઋષભ પંત જલ્દી સાજા થઈ રહ્યા છે. BCCI તરફથી કહેવામાં આવ્યું છે કે, ઋષભ પંત મેદાન પર રમવા માટે પરત ફરશે, પરંતુ ક્યારે રમવાનું શરૂ કરશે, તે અંગે ચોક્કસ કંઈ કહી શકાય નહીં. IPLની અડધી મેચ પૂરી થયા પછી ઋષભ પંત ટીમમાં વાપસી કરી શકે છે. ઋષભ પંતને એક પગમાં સારું હોય તો પણ T20 વર્લ્ડ કપમાં શામેલ કરવો જોઈએ. ઋષભ પંતની T20 વર્લ્ડ કપમાં વાપસી થશે કે નહીં તે અંગે પણ પ્રશ્નાર્થ છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
ન્યુઝીલેન્ડ ટેસ્ટ ભારે પડી / કોહલી 'વિરાટ' ન રહ્યો! લાભ પાંચમના દિવસે જ આવ્યાં માઠા સમાચાર, પહેલી વાર બન્યું આવું
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.