બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / The 17th season of the Indian Premier League can start from March 22

સ્પોર્ટ્સ / આ તારીખથી શરૂ થઇ શકે છે IPL 2024, BCCIનો પ્લાનિંગ તૈયાર! ભારતને અપાવ્યો આ વિશ્વાસ

Pooja Khunti

Last Updated: 02:04 PM, 22 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

IPL 2024 22 માર્ચથી શરૂ થઈ શકે છે. BCCI એ આ અંગે પહેલાથી જ આયોજન કરી લીધું છે. આ સાથે મહિલા પ્રીમિયર લીગની બીજી સીઝન 22 ફેબ્રુઆરીથી શરૂ થવાની સંભાવના છે.

  • IPL 2024, 22 માર્ચથી શરૂ થશે
  • WPL 22 ફેબ્રુઆરીથી રમાશે તેવી સંભાવના
  • ધોનીની યલો આર્મી ચેમ્પિયન બની હતી

જો તમે પણ IPL ના ચાહક છો અને ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL 2024) ની 17મી સીઝનની તારીખોની જાહેરાતની રાહ જોઈ રહ્યા છો, તો તમારા માટે સારા સમાચાર છે. IPL 2024, 22 માર્ચથી શરૂ થઈ શકે છે. BCCI એ આ અંગે પહેલાથી જ આયોજન કરી લીધું છે. આ સાથે મહિલા પ્રીમિયર લીગની બીજી સીઝન 22 ફેબ્રુઆરીથી શરૂ થવાની સંભાવના છે.

IPL, 2024 22 માર્ચથી શરૂ થશે
એક ખાનગી અહેવાલ અનુસાર, ઈન્ડિયન પ્રીમિયર લીગની 17મી સીઝન 22 માર્ચથી શરૂ થઈ શકે છે. આ ટૂર્નામેન્ટની ફાઇનલ મેચ 26 મેના રોજ રમાશે. ખાનગી અહેવાલ અનુસાર, IPL 2024 મહિલા પ્રીમિયર લીગ સમાપ્ત થયાના પાંચ દિવસ બાદ શરૂ થશે. આમતો IPL શિડ્યુલની જાહેરાત લોકસભાની ચૂંટણીની તારીખો પછી થવાની સંભાવના છે. ખાનગી અહેવાલ મુજબ  BCCI એ વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે IPL 2024ની તમામ મેચ ભારતમાં જ રમાશે.

વાંચવા જેવું: તો સિક્સ મારવા પર 6 નહીં 12 રન મળશે! શું ક્રિકેટમાં જલ્દી જ આવી રહ્યો છે અવનવો નિયમ?

WPL 22 ફેબ્રુઆરીથી રમાશે તેવી સંભાવના
વિમેન્સ પ્રીમિયર લીગની બીજી સિઝન 22 ફેબ્રુઆરીથી શરૂ થઈ શકે છે. ખાનગી અહેવાલ અનુસાર WPL 2024ની ફાઇનલ મેચ 17 માર્ચે રમાશે. છેલ્લી સિઝનમાં હરમનપ્રીત કૌરની કેપ્ટનશીપ હેઠળ મુંબઈ ઈન્ડિયન્સે શાનદાર પ્રદર્શન કર્યું હતું અને ટાઈટલ મેચમાં દિલ્હી કેપિટલ્સને 7 વિકેટે હરાવી પ્રથમ ટાઈટલ જીત્યું હતું.

ધોનીની યલો આર્મી ચેમ્પિયન બની હતી
IPL 2023માં, એમએસ ધોનીની કપ્તાનીમાં ચેન્નાઈ સુપર કિંગ્સે પાંચમી વખત ખિતાબ જીત્યો હતો. CSKએ શાનદાર પ્રદર્શન કર્યું અને ફાઇનલમાં ગુજરાત ટાઇટન્સને હરાવ્યું. રવિન્દ્ર જાડેજાએ મેચની છેલ્લી ઓવરમાં એક સિક્સ અને ફોર ફટકારીને ટીમને યાદગાર જીત અપાવી હતી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ