બ્રેકિંગ ન્યુઝ
VTV / સ્પોર્ટસ / Cricket / cricket news So hitting a six will get 12 runs instead of 6! Is a new rule coming soon
ADVERTISEMENT
ICCના નિયમોમાં ફેરફારને કારણે ક્રિકેટનો ઉત્સાહ દિવસેને દિવસે વધી રહ્યો છે. એવામાં હવે ઈંગ્લેન્ડના પૂર્વ કેપ્ટન કેવિન પીટરસને ફરી એ વાત સામે રાખી છે કે જો કોઈ બેટ્સમેન 100 મીટર કે તેથી વધુ મીટરના અંતરેથી સિક્સર ફટકારે છે તો તેને 6થી વધુ રન મળવા જોઈએ. કેવિન પીટરસન આ પહેલા પણ કહી ચૂક્યા છે. આ સિવાય ટીમ ઈન્ડિયાના વર્તમાન કેપ્ટન રોહિત શર્માએ પણ આ વાતને સાથ આપ્યો હતો.
2 years I mentioned on commentary that I think a batter should get a 12 if he hits a six over 100m.
— Kevin Pietersen🦏 (@KP24) January 20, 2024
That rule is on its way………………
ADVERTISEMENT
100 મીટરની છગ્ગા પર 10 રન આપવા જોઈએ
રોહિત શર્માએ કહ્યું હતું કે ક્રિકેટને રસપ્રદ બનાવવા માટે ICCએ આવા નિયમો લાગુ કરવા જોઈએ. જો બેટ્સમેન 100 મીટરની છગ્ગા ફટકારે તો તેને 10 રન મળવા જોઈએ. તે જ સમયે, કેવિન પીટરસનનું કહેવું છે કે જો કોઈ બેટ્સમેન 100 મીટર અથવા તેનાથી વધુની સિક્સર મારે છે તો તેને 12 રન મળવા જોઈએ.
ADVERTISEMENT
કેવિન પીટરસને તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર લખ્યું છે કે નિયમ આવી રહ્યો છે જ્યારે બેટ્સમેનને 100 મીટરની છગ્ગા માટે 12 રન મળશે. તેણે લખ્યું, "બે વર્ષ પહેલા મેં કોમેન્ટ્રીમાં કહ્યું હતું કે મને લાગે છે કે જો કોઈ બેટ્સમેન 100 મીટરથી વધુ લાંબો સિક્સ મારે છે તો તેને 12 રન મળવા જોઈએ. તે નિયમ હવે આવવાનો છે." જણાવી દઈએ કે હજુ સુધી આવી કોઈ સત્તાવાર માહિતી બહાર આવી નથી.
વધુ વાંચો: VIDEO: ભારતીય ક્રિકેટર્સ સાથે ચાલુ મેચમાં બાંગ્લાદેશી ખેલાડીએ કર્યો દુર્વ્યવહાર, અમ્પાયર્સ પણ ગભરાયા
ADVERTISEMENT
જણાવી દઈએ કે ઘણા ક્રિકેટ એક્સપર્ટ્સ પણ પીટરસનની વાત સાથે સહમત દેખાઈ રહ્યા છે. તેનું કહેવું છે કે સામાન્ય રીતે 100 મીટર કે તેનાથી વધુની સિક્સ માત્ર ટી20 ક્રિકેટમાં જ જોવા મળે છે. આવી સિક્સરો રોજ જોવા મળતી નથી. આવી સ્થિતિમાં જો બેટ્સમેનોને 100 મીટર કે તેનાથી વધુ લાંબી સિક્સર મારવા માટે 12 રન આપવામાં આવે તો તે ખોટું નહીં હોય.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.