બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન

logo

લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું

logo

લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

logo

લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી

VTV / સ્પોર્ટસ / IPL 2023 harbhajan singh statement about Mahendra singh Dhoni

સ્પોર્ટ્સ / કોઈ રન બનાવશે, કોઈ વિકેટ લેશે, પણ ધોની જેવુ કોઈ નહીં બની શકે...': હરભજન સિંહે જીત્યા માહી ફેન્સના દિલ

Manisha Jogi

Last Updated: 06:19 PM, 21 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બેંગ્લોરના એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને ચેન્નઈ સુપર કિંગ્સ વચ્ચે મેચ રમવામાં આવી હતી. હરભજન સિંહે મહેન્દ્ર સિંહ ધોની વિશે મહત્ત્વપૂર્ણ નિવેદન આપ્યું છે.

  • મહેન્દ્ર સિંહ ધોની તગડુ ફેનબેઝ ધરાવે છે. 
  • પૂર્વ સ્પિનર હરભજન સિંહનું મહેન્દ્ર સિંહ ધોની અંગે નિવેદન. 
  • ‘મહેન્દ્રસિંહ ધોની જેવો ખેલાડી નથી.’

બેંગ્લોરના એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને ચેન્નઈ સુપર કિંગ્સ વચ્ચે મેચ રમવામાં આવી હતી. આ હોમ ગ્રાઉન્ડ બેંગ્લોરની ફ્રેન્ચાઈઝીનું હતું, પરંતુ અહીંયા મોટી સંખ્યામાં ચેન્નઈના ફેન્સ હાજર હતા. મોટી સંખ્યામાં ચેન્નઈના ફેન્સ પીળી જર્સીમાં ક્રિકેટર મહેન્દ્ર સિંહ ધોનીનો હોસલો વધારવા માટે આવ્યા હતા. એક સમયે એવું લાગ્યું હતું કે, આ મેદાન ચેન્નઈ સુપર કિંગ્સનું જ છે. ચેન્નઈ સુપર કિંગ્સે આ મેચ જીતી હતી અને ફેન્સ ધોનીના નામના નારા લગાવી રહ્યા હતા. 

ભારતીય ટીમના પૂર્વ સ્પિનર હરભજન સિંહનું માનવું છે કે, મહેન્દ્રસિંહ ધોનીએ ફેન્સ તરફથી જે પણ કંઈપણ મળ્યું તે સંપૂર્ણ સમ્માન સાથે સ્વીકાર્યું છે.  હરભજન સિંહે સ્ટાર સ્પોર્ટ્સ સાથે વાત કરતા જણાવ્યું હતું કે, ‘મહેન્દ્રસિંહ ધોની જેવો ખેલાડી નથી. ભારતમાં તેનાથી મોટો કોઈ ક્રિકેટર નહીં હોઈ શકે. કોઈપણ તેના કરતા વધુ રન ના બનાવી શકે. કોઈ વ્યક્તિ તેના કરતા વધુ વિકેટ નહીં લઈ શકે. ધોની સૌથી વધુ ફેનબેઝ ધરાવે છે.’

harbhajan singh statement
Caption

હરભજન સિંહ ચેન્નઈ સુપર કિંગ્સ તરફથી રમી ચૂક્યા છે. તેઓ જણાવે છે કે, ‘મહેન્દ્રસિંહ ધોનીએ પૂરા દિલથી ફેન્સના પ્રેમને સ્વીકાર્યો છે. તેઓ ટીમના ખેલાડીઓ પ્રત્યે પણ આ પ્રકારની જ લાગણી ધરાવે છે. તેમનામાં રહેલા ઈમોશન્સને કારણે કોઈપણ તમામ લોકો તેમના દીવાના થઈ જાય છે. ધોની 15 વર્ષથી આ ઈમોશન્સ રાખે છે અને તેઓ બિલકુલ પણ બદલાયા નથી.’

આજે ચેન્નઈ સુપર કિંગ્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદ વચ્ચે મેચ રમાશે. ચેન્નઈ સુપર કિંગ્સના ફેન્સ આશા રાખી રહ્યા છે કે, તેમનો ફેવરિટ ક્રિકેટર આ મેચમાં ધમાલ મચાવે. સનરાઈઝર્સ હૈદરાબાદની ટીમ આજ સુધી ચેન્નઈ સુપર કિંગ્સને હરાવી શકી નથી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ