બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / સ્પોર્ટસ / IPL 2023 an exciting semi final match was played today in Ahmedabad gujarat won

IPL 2023 / GTને અમદાવાદ ફળ્યું, મુંબઈ ઈન્ડીયન્સને હરાવીને પહોંચી IPLની ફાઈનલમાં, હવે રવિવારે CSK સામે ટકરાશે

Mahadev Dave

Last Updated: 12:17 AM, 27 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાત અને મુંબઈ વચ્ચેની જબરદસ્ત મુકાબલો યોજાયો હતો આ મહામુકાબલામાં ગુજરાતે જીત હાંસલ કરી ફાઈનમાં પોતાનું નામ નોંધાવી દીધું હતું.

  • અમદાવાદમાં બીજી ક્વોલિફાયર મેચમાં રોમાંચક મુકાબલો
  • મુંબઈને હરાવી જીત પોતાને નામ કરતી ગુજરાત ટાઈટન્સ
  • શુભમને સુરાતન સાથે 60બોલમાં 129 બનાવ્યાં 

IPL 2023 મા આજે અમદાવાદમાં સેમિફાઈનલનો રોમાંચક મુકાબલો ખેલાયો હતો. બીજી ક્વોલિફાયર મેચમાં પ્રથમ બેટિંગ કરી ગુજરાત ટાઈટન્સે રનો ખડકલો કર્યો હતો. જ્યા પહોંચતા મુંબઈને મોઢે ફિણ આવી ગયા હતા અને ગુજરાતે જીત પોતાને નામ કરી હતી. ગુજરાતે 62 રન સાથે જબરદસ્ત જીત હાંસલ કરી ફાઇનલમાં પોતાની સીટ પાકી કરી લીધી હતી. મુંબઈને 234 નો ટાર્ગેટ આપ્યો હતો.મુંબઈ માત્ર જેમાં શુભમન ગિલે રીતસરની તોફાની બેટિંગ કરી 49 બોલમાં તોફાની સદી ફટકારી જેટલા રનનો પહાડ સર્જ્યો હતો. ગિલની આ સદી મુંબઈ ઇન્ડિયન્સને ભારે પાડી હતી. 31 રન પર ડેવિડે તેનો કેચ છોડ્યો હતો. આ જીવનદાન બાદ ગિલ પુરી રીતે ખીલ્યો હતો અને શુભમને સુરાતન સાથે ચોગ્ગા છગ્ગા ફટકારી 60બોલમાં 129 રન બનાવ્યાં હતા. જેમાં 10 છગ્ગા અને 7 ચોગ્ગા સામેલ છે.શુભમન ગિલે તોફાની ઈનિંગ રમીને મુંબઈ ઈન્ડીયન્સના બોલર્સને બેહાલ કરી મૂક્યાં હતા. 


તો તિલક વર્માએ 14 માં 43 રન કરી ઇનિંગ્સમા મુંબઈ ઇન્ડિયન્સના ફેન્સની ઉમ્મીદ જીવિત કરી હતી. પરંતુ તે રાસીદ ખાનની બોલિંગમાં બોલ્ડ થયો હતો. કેમરન ગ્રીન પણ 20 બોલમાં 30 રન બનાવી આઉટ થયો હતો. તેમજ સૂર્ય કુમાર યાદવ દર વખતની જેમ આ વખતે પણ ફૂલ ફોર્મમાં જોવા મળ્યો હતો. તેને 38 બોલમાં 61 રનની તોફાની બેટિંગ કરી હતી. જોકે તેમની આ બેટિંગ વ્યર્થ ગઈ હતી. બાદમાં એક પછી એક ધડાધડ વિકેટ પડી હતી.


મુંબઈનો મધવાલ બરાબરનો ધોવાયો 
મુંબઈ ઈન્ડીયન્સના સારા ગણાતા બોલર મધવાલે 3 ઓવરમાં 43 રન આપ્યાં હતા. શુભમન ગિલે એક રીતે મધવાલને બરાબરનો ધોઈ નાખ્યો હતો. જોકે છેલ્લે મધવાલે જ શુભમનને આઉટ કર્યો હતો. શુભમને ગિલે આ આઈપીએલમાં એક મહારેકોર્ડ કર્યો છે. તેણે ચાર મેચમાં ત્રીજી સદી ફટકારી છે.

સંકળાયેલા મુદ્દાઓ

CSK IPL 2023 ahmedabad gt semi final match અમદાવાદ ST karmio
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ