બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગાંધીનગર

logo

લોકસભા ચુંટણીનું ત્રીજા તબક્કા નું મતદાન, છેલ્લી ઘડીએ કરવા મતદારોમાં ઉત્સાહ

logo

અમરેલી ન્યૂઝ: ચૂંટણી ફરજ દરમ્યાન મહિલા કર્મચારીનું થયું મોત, જાફરાબાદની પ્રાથમિક શાળાની શિક્ષિકા મતદાન મથક ફરજ દરમ્યાન ઢળી પડ્યા, કૌશિકબેન બાબરીયાનું હાર્ટ એટેકથી મૃત્યુ થયાનું પ્રાથમિક અનુમાન

logo

કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો મતદારોને ધમકાવી ભાજપ તરફી વોટીંગ કરાવવાનો આક્ષેપ

logo

11 રાજ્યોની 93 બેઠકો પર 3 વાગ્યા સુધીમાં 50.71 ટકા મતદાન

logo

બનાસકાંઠાને ટક્કર આપી 3 વાગ્યા સુધીમાં 58.05 ટકા મતદાન સાથે વલસાડ ગુજરાતમાં અવ્વલ, સરેરાશ 47.03 ટકા વોટિંગ

logo

કળશ ગામના લોકો તાપથી બચવા માથા પર ગાદલા રાખી મત આપવા લાઈનમાં ગોઠવાયા

logo

ભરૂચના કેસર ગામના લોકોએ મતદાનનો બહિષ્કાર કર્યો, અત્યાર સુધી એકપણ મત નથી પડ્યો

logo

મતદારો માટે ઇન્દ્ર દેવના અમી છાંટણા, યાત્રાધામ અંબાજીમાં અચાનક વાતાવરણમાં આવ્યો પલટો

logo

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે કર્યું મતદાન

VTV / ગુજરાત / Invitation to Morbi's couple to come to Ayodhya: Said parents came to take care of Karseva

અયોધ્યા રામ મંદિર / મોરબીના દંપત્તિને અયોધ્યા આવવા આમંત્રણ : કહ્યું કારસેવા કરવા ત્યારે માતા-પિતા વળાવવા આવ્યા હતા

Vishal Khamar

Last Updated: 04:13 PM, 10 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અયોધ્યા રામ મંદિરનાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈ દેશભરનાં કાર સેવકોને આમંત્રણ આપવામાં આવી રહ્યું છે. ત્યારે મોરબી પશ્ચિમ ક્ષેત્રનાં RSS સંઘ સંચાલકને પણ પ્રાણ પ્રતિષ્ઠાનું આમંત્રણ મળતા સમગ્ર પરિવારમાં ખુશી વ્યાપી જવા પામી હતી.

  • અયોધ્યા રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈ લોકોમાં અનેરો ઉત્સાહ
  • દેશભરનાં કારસેવકોને આપવામાં આવી રહ્યું છે આમંત્રણ
  • મોરબી પશ્ચિમ ક્ષેત્રનાં RSS  સંઘ સંચાલકને પણ મળ્યું આમંત્રણ

આગામી 22મી જાન્યુઆરીએ અયોધ્યામાં ભવ્ય રામ મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની હાજરીમાં યોજાવવા જઈ રહ્યો છે. ત્યારે આ કાર્યક્રમમાં સહભાગી થવા માટે થઈને મોરબીમાં રહેતા RSS પશ્ચિમ ક્ષેત્રના સર સંઘ ચાલક ડો. જયંતીભાઈ ભાડેશિયા અને તેઓના પત્નીને પણ હાજર રહેવા માટે મોરબી જિલ્લામાંથી આમંત્રણ મળેલું છે. વર્ષો પહેલા કાર સેવક તરીકે અયોધ્યા ખાતે જઈને ડો. જયંતીભાઈ ભાડેસીયાએ કામગીરી કરી હતી.  હવે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં તેઓને હાજર રહેવા માટે આમંત્રણ મળ્યું છે. ત્યારે તેઓએ ભગવાન શ્રી રામનો આભાર વ્યક્ત કરીને હર્ષની લાગણી અનુભવી રહ્યા છે.

મોરબીનાં દંપતિને રામ જન્મભૂમિક્ષેત્ર તરફથી આમંત્રણ પત્રિકા મળી
અયોધ્યામાં રામ જન્મભૂમિ ઉપર રામ મંદિર બને તેનું સ્વપ્ન લાખો નહીં. પરંતુ કરોડો લોકો જોઈ રહ્યા હતા અને આ સપનાને સાકાર કરવા માટે અગાઉ વર્ષ 1990 અને 1992 આમ બે વખત વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા કાર સેવા માટે થઈને આહવાન કરવામાં આવ્યું હતું. જોકે વર્ષ 1990 માં જે કામ અધૂરું રહ્યું હતું તે કામ વર્ષ 1992 માં કાર સેવકો દ્વારા પૂર્ણ કરવામાં આવ્યું હતું. અને અયોધ્યામાં રામ જન્મભૂમિ ખાતે જે ઢાંચો હતો. તેને તોડી પાડ્યો અને તે જગ્યા ઉપર નાની એવી કાચી મઢૂલી જેવું રામ મંદિર પ્રસ્થાપિત કરવામાં આવ્યું હતું. અને ત્યારથી કરોડો હિન્દુઓ ઈચ્છા હતા કે અયોધ્યામાં ભવ્ય રામ મંદિર બને તેવું ઇચ્છતા હતા. જોકે સુપ્રીમ કોર્ટ સુધીની કાનૂની લડાઈ બાદ સુપ્રીમ કોર્ટે આપેલા ચુકાદા મુજબ રામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર ટ્રસ્ટ બનાવવામાં આવ્યું છે. અને તે ટ્રસ્ટના માધ્યમથી અયોધ્યા ખાતે ભવ્ય રામમંદિર બનાવવામાં આવ્યું છે.

ડો. જયંતીભાઈ ભાડેશીયા (કાર સેવક અને હાલમાં પશ્ચિમ ક્ષેત્રના સર સંઘ ચાલક RSS, મોરબી)

 આ રામ મંદિર ખાતે આગામી તા. 22મી જાન્યુઆરીના રોજ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો કાર્યક્રમ યોજવાનો છે. આ કાર્યક્રમમાં સમગ્ર ભારત દેશની અંદરથી અંદાજે સાતેક હજાર લોકોને બોલાવવામાં આવ્યા છે. જેમાં સંતો મહંતો, દાતાઓ અને તે ઉપરાંત આગેવાનોને બોલાવવામાં આવ્યા છે. જેમાં મોરબીમાં સનાળા રોડ પર રહેતા ડો. જયંતીભાઈ ભાડેશીયા તેમજ તેઓના પત્ની ડો. પૂર્ણિમાબેન ભાડેસીયાને પણ હાજર રહેવા માટે થઈને રામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર ટ્રસ્ટ તરફથી આમંત્રણ પત્રિકા મોકલવામાં આવેલ છે. જેથી ભાડેશીયા પરિવારે શ્રી રામ અને રામ જન્મભૂમિ ટ્રસ્ટનો આભાર વ્યક્ત કરીને હર્ષની લાગણી વ્યક્ત કરી છે.

ડો. પૂર્ણિમાબેન ભાડેશીયા (ડો. જયંતીભાઈ ભાડેશીયાના પત્ની, મોરબી)

 31 વર્ષ પછી હવે જ્યારે અયોધ્યા ખાતે ભવ્ય રામ મંદિર બન્યું
વર્ષ 1992 માં જ્યારે કાર સેવા માટે થઈને વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા આહવાન કરવામાં આવ્યું હતું ત્યારે મોરબીમાંથી ચાર મહિલાઓ સહિત કુલ મળીને 70 જેટલા કાર સેવકો અયોધ્યા ખાતે પહોંચ્યા હતા અને તેમાં ડો. જયંતીભાઈ ભાડેશીયાનો પણ સમાવેશ થયો હતો ત્યારે ડો. જયંતીભાઈ ભાડેશીયા મોરબીની સદભાવન હોસ્પિટલમાં નોકરી કરતાં હતા ત્યાથી રજા લઈને તેઓ અન્ય કાર સેવકોની સાથે અયોધ્યા ગયા હતા અને જ્યારે વાંકાનેર રેલ્વે સ્ટેશનથી અયોધ્યા તરફ આગળ વધી રહ્યા હતા ત્યારે તેઓના માતા ચંપાબેન અને તેમના પિતા ડાયાભાઇ અને તેમના પત્ની ડો. પૂર્ણિમાબેન તેઓને રેલવે સ્ટેશને મૂકવા માટે આવ્યા હતા અને ભગવાન શ્રીરામનું કામ કરવા માટે જાવ છો ભગવાન તમારી સાથે છે તેવી તેવા આશીર્વાદ પણ તેમના માતાપિતાએ તે સમયે આપ્યા હતા અને કાર સેવા પૂરી કરીને તે લોકો જ્યારે પરત મોરબી આવ્યા તેના આજે 31 વર્ષ પછી હવે જ્યારે અયોધ્યા ખાતે ભવ્ય રામ મંદિર બની ગયું છે અને તેનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાવા જઈ રહ્યો છે ત્યારે આ કાર્યક્રમમાં સહભાગી થવા માટે થઈને રામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર ટ્રસ્ટ દ્વારા ડો. જયંતીભાઈ ભાડેશીયાને આમંત્રણ આપવામાં આવ્યું છે ત્યારે વધુ એક વખત તેઓના માતા ચંપાબેન તેઓને અયોધ્યા જવા માટે પોતાના ઘરેથી વળાવશે અને ભગવાન શ્રી રામના આશીર્વાદ સૌ ઉપર વરસતા રહે તેવી તેમણે ભગવાનને પ્રાર્થના પણ કરેલ છે.

મોરબી જિલ્લાના લોકો પણ હર્ષ અને આનંદની લાગણી અનુભવી
એક કે બે નહીં પરંતુ કરોડો હિન્દુઓની આસ્થા નું કેન્દ્ર અને શ્રદ્ધા નું કેન્દ્ર બિંદુ એવા ભગવાન શ્રીરામ નું ભવ્યથી ભવ્ય મંદિર બની ગયું છે અને તેનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજવાનો છે. જેમાં વર્ષ 1992 માં કાર સેવક તરીકે અયોધ્યા ખાતે પહોંચેલા ડોક્ટર જયંતીભાઈ ભાડેસીયાને પણ જ્યારે હાજર રહેવા માટે થઈને આમંત્રણ મળ્યું છે. ત્યારે વર્ષો પહેલા કાર સેવામાં ગયેલા લોકો તેમજ મોરબી જિલ્લાના લોકો પણ હર્ષ અને આનંદની લાગણી અનુભવી રહ્યા છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ