બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન

logo

લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું

logo

લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

logo

લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી

VTV / બિઝનેસ / Investors reap the rewards of Diwali stock market trading savant 2080 kicks off with a bang

તેજી / 1 સેકન્ડમાં 3 લાખ કરોડની કમાણી: રોકાણકારોને ફરી ફળ્યું દિવાળી પર શેર બજારનું મુહૂર્ત ટ્રેડિંગ, સંવંત 2080ની ધમાકેદાર શરૂઆત

Kishor

Last Updated: 08:01 PM, 12 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દિવાળીના મુહૂર્ત ટ્રેડિંગની શરૂઆતમાં BSE 500 થી વધુ પોઈન્ટના ઉછાળા સાથે ખુલતા રોકાણકારોને એક સેકન્ડમાં રૂ. 3 લાખ કરોડથી વધુનું બોનસ મળ્યું હતું.

  • દિવાળીના મુહૂર્ત ટ્રેડિંગની શરૂઆતમાં આવકારદાયક તેજી
  • રોકાણકારોને એક સેકન્ડમાં રૂ. 3 લાખ કરોડથી વધુની કમાણી
  • નિફ્ટી 19500 પોઈન્ટને પાર કરી ગયો 

દિવાળીના પાવન પર્વ પર ભારતીય શેરબજારમા શાનદાર શરૂઆત કરી છે. મુહૂર્ત ટ્રેડિંગ દરમિયાન મુખ્ય સૂચકાંકો BSE સેન્સેક્સ અને NSE નિફ્ટીમાં તેજીના પ્રાણ પુરાતા રોકાણમાં વળતર માટે ઉજળા સંજોગો જોવા મળ્યા હતાં. એક કલાકના સ્પેશિયલ ટ્રેડિંગના અંતે બજાર 350થી વધુ પોઈન્ટના વધારા સાથે બંધ થયું. દિવાળીના મુહૂર્ત ટ્રેડિંગની શરૂઆતમાં BSE 500 થી વધુ પોઈન્ટના ઉછાળા સાથે ખુલતા રોકાણકારોને બખ્ખા બોલી ગયા હતાં. એક સેકન્ડમાં રૂ. 3 લાખ કરોડથી વધુની કમાણી રોળી નાખી હતી. જ્યારે નિફ્ટી 19500 પોઈન્ટને પાર કરી ગયો હતો.

Tag | VTV Gujarati

હિન્દુ ધર્મના સૌથી મોટા પર્વ મનાતા દિવાળી નિમિત્તે દેશમાં વેપારી વર્ગ ધનની દેવી લક્ષ્મીની પૂજા કરે છે. શેરબજાર માટે પણ દિવાળી ખૂબ મહત્વની હોય છે. BSEનો મુખ્ય સૂચકાંક 65,418.98 પોઈન્ટ પર પહોંચ્યો હતો. આથી રોકાણકારોને 3 લાખ કરોડ રૂપિયાથી વધુની આવક થઈ હતી. ખાસ વાત તો એ છે કે બજાર ખુલ્યાની 6 મિનિટમાં 345.26 પોઈન્ટના વધારા સાથે 65,235.78 પોઈન્ટ પર ટ્રેડ કરી રહ્યું હતું.. બીએસઈના 30 શેર લીલા નિશાનમાં ટ્રેડ થઈ રહ્યા છે. આઈટી કંપનીઓમાં સારો ગ્રોથ જોવા મળી રહ્યો છે. બીજી તરફ નિફ્ટી પણ 100થી વધુ પોઈન્ટના વધારા સાથે 19500 પોઈન્ટથી વધુના વધારા સાથે ટ્રેડ થઈ રહ્યો છે.


દિવાળીના દિવસે બજારમાં ખાસ ટ્રેડિંગ સેશનનું આયોજન કરાઈ છે. આ ટ્રેડિંગ સેશનને મુહૂર્ત ટ્રેડિંગ કહેવામાં આવે છે. દિવાળી પર મુહૂર્તના વેપાર માટે બજાર માત્ર એક કલાક માટે ખુલે છે. રવિવાર હોવા છતાં બજાર ખુલ્યું હતું. મુહૂર્ત ટ્રેડિંગના વિશેષ સત્ર માટે બજાર સાંજે 6.15 વાગ્યે ખુલ્યું હતું. સેન્સેક્સે 500થી વધુ પોઈન્ટના ઉછાળા સાથે નવી સિઝનના શ્રી ગણેશ કર્યા બાદ સેન્સેક્સ 64,904.68 પોઈન્ટ પર સ્થિર થયો હતો. 

શુક્રવારે BSEનું માર્કેટ કેપ રૂ. 3,20,29,232.24 કરોડ હતું. જ્યારે આજે મુહૂર્તમા માર્કેટ કેપ 3,23,38,359.97 કરોડ રૂપિયા પર પહોંચી ગયું છે. જેનો સીધો અર્થ સમજીએ તો  BSEના માર્કેટ કેપમાં એક સેકન્ડમાં રૂ. 3,09,127.73 કરોડનો વધારો થયો છે. આમ શેરબજાર ખુલતાની સાથે જ કારણે રોકાણકારોએ બજાર ખુલતાની સાથે જ 3 લાખ કરોડ રૂપિયાની કમાણી કરી હતી.

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ