બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચુંટણીનું ત્રીજા તબક્કા નું મતદાન, છેલ્લી ઘડીએ કરવા મતદારોમાં ઉત્સાહ

logo

અમરેલી ન્યૂઝ: ચૂંટણી ફરજ દરમ્યાન મહિલા કર્મચારીનું થયું મોત, જાફરાબાદની પ્રાથમિક શાળાની શિક્ષિકા મતદાન મથક ફરજ દરમ્યાન ઢળી પડ્યા, કૌશિકબેન બાબરીયાનું હાર્ટ એટેકથી મૃત્યુ થયાનું પ્રાથમિક અનુમાન

logo

કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો મતદારોને ધમકાવી ભાજપ તરફી વોટીંગ કરાવવાનો આક્ષેપ

logo

11 રાજ્યોની 93 બેઠકો પર 3 વાગ્યા સુધીમાં 50.71 ટકા મતદાન

logo

બનાસકાંઠાને ટક્કર આપી 3 વાગ્યા સુધીમાં 58.05 ટકા મતદાન સાથે વલસાડ ગુજરાતમાં અવ્વલ, સરેરાશ 47.03 ટકા વોટિંગ

logo

કળશ ગામના લોકો તાપથી બચવા માથા પર ગાદલા રાખી મત આપવા લાઈનમાં ગોઠવાયા

logo

ભરૂચના કેસર ગામના લોકોએ મતદાનનો બહિષ્કાર કર્યો, અત્યાર સુધી એકપણ મત નથી પડ્યો

logo

મતદારો માટે ઇન્દ્ર દેવના અમી છાંટણા, યાત્રાધામ અંબાજીમાં અચાનક વાતાવરણમાં આવ્યો પલટો

logo

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે કર્યું મતદાન

logo

બંગાળમાં મતદાન કેન્દ્ર પર ફેંકવામાં આવ્યો દેશી બોમ્બ, જો કે આ હુમલામાં કોઈને ઈજા નથી થઈ

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Information given by DGP Vikas Sahay about operation of Gujarat ats

સફળ ઓપરેશન / ગુજરાતથી અફઘાનિસ્તાન ભાગવાના હતા ત્રણ આતંકવાદીઓ, સુરતની મહિલા પણ ઝડપાઇ: ATSના ઓપરેશન મુદ્દે DGPએ જુઓ શું કહ્યું

Malay

Last Updated: 12:36 PM, 10 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Operation of Gujarat ATS: ગુજરાત ATSએ આતંકી સંગઠન ISKP સાથે સંકળાયેલા 4 લોકોની અટકાયત કરી છે. તેમની પ્રાથમિક પૂછપરછમાં ચોંકાવનારા ખુલાસા થયા છે.

 

  • ગુજરાત ATSનું પોરબંદરમાં સર્ચ ઓપરેશન
  • ATSએ ઝડપેલા આરોપીને કોર્ટમાં રજૂ કરાશે 
  • આરોપીઓને પોરબંદર ની કોર્ટમાં લઈ જવાની તૈયારી
  • આરોપીઓને કોર્ટમાં રિમાન્ડ સહિતની પ્રક્રિયા કરાશે

ગુજરાત ATSની ટીમે એક મોટું ઓપરેશન હાથ ધરીને આતંકી મોડ્યુલરનો પર્દાફાશ કર્યો છે. ગુજરાત ATSએ મોટું ઓપરેશન હાથ ધરી આતંકી સંગઠન સાથે સંકળાયેલી એક મહિલા સહિત 4 લોકોની ધરપકડ છે. ગુજરાત ATSએ પોરબંદરથી ત્રણ શખ્સોને ઝડપી પાડ્યા છે. જ્યારે એક મહિલાની સુરતથી અટકાયત કરી છે. આ મામલે DGP વિકાસ સહાયે પ્રેસ કોન્ફરન્સ કરીને માહિતી આપી છે.

પોરબંદરથી ત્રણની અટકાયત
વિકાસ સહાયે જણાવ્યું કે, કેટલાક લોકો પ્રતિબંધિત આતંકી સંગઠન ISKP સાથે જોડાયેલા હોવાની માહિતી મળી હતી. જે બાદ તાત્કાલિક સુરત સિટી અને સુરત ક્રાઈમ બ્રાન્ચ અને ATSની ટીમે સુરતથી સુમેરાબાનું નામની મહિલાની અટકાયત કરી હતી. તો પોરબંદરથી પણ ત્રણ શખ્સોને ઝડપી પાડવામાં આવ્યા હતા. તેમની પાસેથી મોબાઈલ, લેપટોપ, ટેબલેટ સહિતની વસ્તુઓ મળી આવી છે. જેની તપાસ કરતા સામે આવ્યું છે કે આ શખ્સો ISKP સાથે સંકળાયેલા છે. 

મળી આવી પ્રતિબંધિત વસ્તુઓ
તેમણે જણાવ્યું કે, સુમેરાબાનુના ઘરેથી પણ કેટલીક પ્રતિબંધિત વસ્તુઓ મળી આવી છે. જેનાથી એ સાબિત થાય છે કે તે પણ ISKP સાથે સંકળાયેલી હતી. પોરબંદરથી ઉમેદ નાસિર (શ્રીનગર), મહોમ્મદ હાજીમ શાહ (શ્રીનગર), હનાન હયાત શોલ (શ્રીનગર)ની અટકાયત કરવામાં આવી છે, જ્યારે સુમેરાબાનુ મહોમ્મદ સૈયદ મલિકની સુરતથી અટકાયત કરવામાં આવી છે. ઝૂબેર એહમદ મુનશી  (શ્રીનગર)ની હાલ અટકાયત કરવાના બાકી છે. 

 

અન્ય દેશમાં કરવાના હતા હુમલોઃ DGP વિકાસ સહાય
અત્યાર સુધીની પૂછપરછમાં સામે આવ્યું છે કે, આ તમામ કોસ્ટલ એરીયામાંથી અફઘાનિસ્તાન અને ઈરાન જવાના હતા. આ તમામ ISKPના મુખ્ય મોડ્યુલમાં ભળી જઈને તાલીમ લઈ અન્ય દેશમાં હુમલો કરવાના હતા, જેનો વીડિયો પણ તેઓએ બનાવેલો છે, તે મળી આવ્યો છે. ઝુબેર હજુ સુધી મળી આવ્યો નથી, શ્રીનગર પાલીસની મદદથી તેને પણ જલ્દીથી ઝડપી લેવામાં આવશે.

ISISનું એક ગ્રુપ છે ISKP: વિકાસ સહાય
DGP વિકાસ સહાયે જણાવ્યું કે, ISISના વિવિધ ગ્રુપ છે. જેમાનું એક ગ્રુપ ISKP છે, જે એક વિસ્તારના નામ પર બન્યું છે. પરંતુ આઈએસઆઈએસની સાથે એક જ છતની નીચે આવે છે.  આંતરરાષ્ટ્રીય કક્ષાએ આ સંગઠન પર પ્રતિબંધ છે, જેની સાથે અટકાયત કરવામાં આવેલા લોકો શામેલ હતા.

હર્ષ સંઘવીએ ટીમને પાઠવ્યા અભિનંદન
આ મામલે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે, સૌથી પહેલા તો હું ગુજરાત પોલીસ, ગુજરાત એટીએસ, સુરત ક્રાઈમ બ્રાન્ચની ટીમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. ગુજરાત પોલીસ ભૂતકાળમાં પણ આતંકવાદીઓના ષડયંત્ર પર પાણી ભેરવતી આવી છે. જે રીતે પીએમ મોદી અને અમિત શાહ દ્વારા દેશભરમાં આતંકીઓ સામે ઝીરો ટોલરન્સની નીતિ અપનાવવામાં આવી છે. તેમની નીતિને અનુસરીને ગુજરાત પોલીસ એક પછી એક મહત્વની કામગીરી કરતી આવી છે. ગુજરાત પોલીસ દ્વારા આ ખૂબ મોટું મોડ્યુલ પકડવામાં આવ્યું છે, આની ઝીંણવટભરી તપાસ કરીને આની વધુ માહિતી ગુજરાત ATS દ્વારા આપને આપવામાં આવશે. 


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ