બ્રેકિંગ ન્યુઝ

logo
logo

IPL 2024: સનરાઇઝર્સ હૈદરાબાદ રાજસ્થાનને હરાવી ફાઇનલમાં, KKR સામે થશે ફાઈનલ જંગ

logo

રાજ્યમાં આજે ગરમીમાં આંશિક ઘટાડો, ગઇકાલ કરતા અમદાવાદના તાપમાનમાં 1.1 ડિગ્રીનો ઘટાડો નોંધાયો

logo

અમદાવાદની નરેન્દ્ર મોદી મેડિકલ કોલેજમાં રેગિંગનો કેસ, 4 ડૉક્ટર સસ્પેન્ડ કરાયા

logo

રાજકોટમાં વધુ એક સહકારી સંસ્થા વિવાદમાં, બેંકના વહીવટકર્તાઓએ કૌભાંડ આચર્યુ હોવાનો આક્ષેપ

logo

ગાંધીનગર મનપાને નવા મેયર, ડેપ્યુટી મેયર અને સ્ટેન્ડિંગ ચેરમેન મળશે, અઢી વર્ષની ટર્મ પૂરી થતા થશે હોદ્દેદારોની વરણી

logo

વડોદરામાંથી ફરી ઝડપાયું MD ડ્રગ્સ, 5 લાખના MD ડ્રગ્સ સાથે 2 આરોપીની ધરપકડ

logo

સાબરકાંઠામાં પ્રાંતિજના તળાવમાં ન્હાવા પડતા 3 દીકરીના મોત, એક જ પરિવારની દીકરીઓના મોતથી પરિવારમાં શોક

logo

રાજ્યમાં આગામી 3 દિવસ હિટવેવની આગાહી, આગામી 24 કલાક અમદાવાદ અને ગાંધીનગરમાં રેડ એલર્ટ

logo

કેદારનાથમાં હેલિકોપ્ટરનું કરાયું ઇમરજન્સી લેન્ડિંગ

logo

ધો. 12 સાયન્સ પછીના અભ્યાસક્રમમાં એન્ટ્રી માટેના રજિસ્ટ્રેશનની તારીખમાં ફેરફાર

VTV / Inflation rate very low, boost in economy, GST collection huge 5 good news for Modi government

સારા સમાચાર / મોંઘવારીનો દર સાવ ઓછો, ઈકોનોમીમાં બૂસ્ટ, GST કલેક્શન જોરદાર... મોદી સરકાર માટે 5 ગુડ ન્યૂઝ

Megha

Last Updated: 12:04 PM, 18 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વૈશ્વિક મંદીના ભય વચ્ચે ભારતીય અર્થતંત્રનું પ્રદર્શન શાનદાર રહ્યું છે અને નવા નાણાંકીય વર્ષની શરૂઆતમાં જ મોંઘવારીની ગરમીમાં નરમાઈ આવી છે

  • નાણાંકીય વર્ષની શરૂઆતમાં જ મોંઘવારીની ગરમીમાં નરમાઈ આવી
  • રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ પણ સામાન્ય લોકોને વ્યાજ દરોમાં રાહત આપી
  • એવા પાંચ સમાચાર જે સરકાર માટે સારા સમાચાર સાબિત થયા

કેન્દ્ર સરકાર માટે નવા નાણાકીય વર્ષ 2023-24ની શરૂઆત શાનદાર રહી છેઅને સરકારને ઘણા મોરચે સારા સમાચાર મળ્યા છે. જણાવી દઈએ કે વૈશ્વિક મંદીના ભય વચ્ચે ભારતીય અર્થતંત્રનું પ્રદર્શન શાનદાર રહ્યું છે અને નવા નાણાંકીય વર્ષની શરૂઆતમાં જ મોંઘવારીની ગરમીમાં નરમાઈ આવી છે. આ સાથે જ રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ પણ સામાન્ય લોકોને વ્યાજ દરોમાં રાહત આપી છે. એવાં ચાલો જાણીએ એવા પાંચ સમાચાર જે સરકાર માટે સારા સમાચાર સાબિત થયા છે.

જથ્થાબંધ ફુગાવો (WPI)
જણાવી દઈએ કે સોમવારે દેશમાં જથ્થાબંધ ફુગાવાના આંકડા જાહેર કરવામાં આવ્યા હતા જેને જોઈને સરકારને રાહત થઈ છે. વાત એમ છે કે માર્ચ 2023માં જથ્થાબંધ મોંઘવારી દર ઘટીને 1.34 ટકા પર આવી ગયો છે અને આ આંકડો 29 મહિનામાં જથ્થાબંધ મોંઘવારીનો આ સૌથી નીચો સ્તર છે. સાથે જ આ સતત 10મો મહિનો છે જ્યારે જથ્થાબંધ મોંઘવારી દરમાં ઘટાડો નોંધાયો છે. નોંધનીય છે કે ગયા મહિને ફેબ્રુઆરીમાં આ આંકડો 3.85 ટકા હતો. 

છૂટક ફુગાવો
ભૂતકાળમાં સરકાર દ્વારા જાહેર કરાયેલા છૂટક ફુગાવાના આંકડા પણ માર્ચ મહિના માટે રાહતરૂપ હતા.  કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ 5.66 ટકા નોંધાયો હતો, જ્યારે ફેબ્રુઆરીમાં તે 6.44 ટકા હતો. આ ઘટાડા બાદ માર્ચમાં છૂટક મોંઘવારી દર 15 મહિનાની નીચી સપાટીએ આવી ગયો હતો. આ સાથે ફરી એકવાર રિટેલ મોંઘવારી દર ભારતીય રિઝર્વ બેંકની નિર્ધારિત મર્યાદામાં પહોંચી ગયો છે. 

સૌથી ઝડપથી વધતી ઈકોનોમી 
અર્થતંત્રમાં ભારત મોખરે છે અને ઈન્ટરનેશનલ મોનેટરી ફંડે ભલે દેશના વિકાસના અનુમાનમાં ઘટાડો કર્યો હોય પણ તેમ છતાં વૈશ્વિક સંસ્થાએ કહ્યું છે કે ભારત વિશ્વમાં સૌથી ઝડપથી વિકસતી અર્થવ્યવસ્થા બની રહેશે. ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ (IMF) એ એપ્રિલની શરૂઆતમાં તેના વર્લ્ડ ઇકોનોમિક આઉટલુકમાં ચાલુ નાણાકીય વર્ષમાં ભારતની વૃદ્ધિનું અનુમાન ઘટાડીને 5.9 ટકા કર્યું હતું. આ ચીન સહિત ઘણા દેશો કરતા વધુ છે. 

22 ટકા વધુ GST કલેક્શન
1 એપ્રિલ 2023ના રોજ મોદી સરકાર માટે પહેલા સારા સમાચાર આવ્યા હતા કે નાણાકીય વર્ષ 2022-23માં GSTનું કુલ કલેક્શન 18.10 લાખ કરોડ રૂપિયા થઈ ગયું છે. 2022-23માં કુલ આવક પાછલા નાણાકીય વર્ષ કરતાં 22 ટકા વધુ હતી. એપ્રિલ 2022માં અત્યાર સુધીનું સૌથી વધુ  1.68 લાખ કરોડ રૂપિયાનું GST કલેક્શન છે. 

ડાયરેક્ટ ટેક્સ કલેક્શનમાં વધારો
નાણાકીય વર્ષ 2022-23માં ડાયરેક્ટ ટેક્સ કલેક્શન સરકારના અંદાજ કરતા વધારે હતું. નાણાકીય વર્ષ 2022-23માં નેટ ડાયરેક્ટ ટેક્સ કલેક્શન રૂ. 16.61 લાખ કરોડ રહ્યું છે. નાણાકીય વર્ષ 2021-22માં ડાયરેક્ટ ટેક્સ કલેક્શન 14.12 લાખ કરોડ રૂપિયા હતું. 2022-23માં ડાયરેક્ટ ટેક્સ કલેક્શન પાછલા વર્ષ કરતાં 17.63 ટકા વધુ રહ્યું છે.
 

સંકળાયેલા મુદ્દાઓ

Economy GST Collection Inflation modi government મોંઘવારી મોદી સરકાર Modi government
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ