બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Inflation has become uncontrollable since Diwali, rising inflation will ruin people's calculations during the festival

મહામંથન / અનાજ,કઠોળના આસમાને આંબતા ભાવ: દિવાળી ટાણે જ મોંઘવારીનો ડામ કેમ? કારણો શું?

Dinesh

Last Updated: 09:53 PM, 1 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મહામંથન: વ્યક્તિની આવક વધે તો સામે મોંઘવારી એટલી હદે વધે કે વધેલી આવકને તમે ક્યારેય અનુભવી જ ન શકો, એક વર્ષ કરતા વધુ સમયથી ભાવવધારા ઉપર અંકુશ આવ્યો નથી

  • દિવાળી ટાણે મોંઘવારી થઈ બેકાબૂ
  • વધતી મોંઘવારી તહેવાર સમયે બગાડશે લોકોનું ગણિત?
  • તહેવારો સમયે જ મોંઘવારી વધવાનું કારણ શુ?


આશરે એક દાયકા પહેલા આવેલી ફિલ્મ પીપલી લાઈવનું મોંઘવારી ઉપરનું સોંગ સૌ કોઈને ખ્યાલ જ હશે. હકીકત એ છે કે માત્ર એક દાયકો નહીં પણ દાયકાઓ બદલાય તો પણ મોંઘવારીને લઈને સામાન્ય વ્યક્તિની સ્થિતિ જૈસે થે જેવી જ રહી છે. વ્યક્તિની આવક વધે તો સામે મોંઘવારી એટલી હદે વધે કે વધેલી આવકને તમે ક્યારેય અનુભવી જ ન શકો. અનાજ, દાળ, ચોખા, ખાંડ આ બધી એવી વસ્તુઓ છે જે દરરોજ દરેક વ્યક્તિના ઘરના રસોડામાં સ્થાન ધરાવે છે. હવે આવી વસ્તુઓના ભાવ જો આસમાને પહોંચી જાય તો સામાન્ય આવક ધરાવતો વ્યક્તિ કરે શું?. દરેક વ્યક્તિના ભોજનમાં તુવેરની દાળ મોટેભાગે હોવાની જ છે હવે એ જ તુવેરની દાળનો ભાવ એક વર્ષની અંદર 38 ટકા જેટલો વધી જાય તો આપણે કલ્પના કરી શકીએ કે કોઈ વ્યક્તિનો પગાર વધારો 38 ટકા જેટલો તો હોવાનો નથી. હવે આવી સ્થિતિમાં શું હવે લોકોએ પોતાની થાળીમાં કે રસોડામાં તુવેરની દાળને સ્થાન આપવાનું બંધ કરી દેવું પડશે?. માત્ર એક દાળની વાત નથી પરંતુ બાકીના ધાન્ય, કઠોળ, ચોખા, ખાંડ તમામની સ્થિતિ આવી જ છે. આ તમામ વસ્તુઓ એવી છે કે જેને સરેરાશ ભારતીયએ રસોડામાં સ્થાન આપવું જ પડશે અને એ પણ કોઈપણ ભાગે. હવે દિવાળીના તહેવારો આવી રહ્યા છે અને જીવન જરૂરી ચીજવસ્તુઓના ભાવ આસમાને છે. અને આવી સ્થિતિ દરેક તહેવારે મોટેભાગે હોય જ છે. પાયાનો પ્રશ્ન એ છે કે તહેવાર સમયે જ મોંઘવારીનો ડામ કેમ આપી દેવામાં આવે છે. દરેક તહેવારે જરૂરી ચીજવસ્તુઓના ભાવ વધે જ એવું કેમ. વેપારીઓની નફાખોરી, સંગ્રહખોરી આમા કેટલી જવાબદાર છે. ઘઉં, ચોખા, ખાંડ, દાળ સતત મોંઘા જ થતા રહેશે તો પછી રસોડામાં રાંધવું શું.

મોંઘવારી બેકાબૂ
દિવાળી નજીક છે અને બીજી તરફ મોંઘવારી વધી છે. તહેવારો ટાણે વધતી મોંઘવારીથી ખિસ્સા ઉપર બોજ વધ્યો તેમજ સામાન્ય માણસનું ગણિત તહેવાર ટાણે જ ખોરવાય જાય છે. અનાજ, કઠોળ, દાળના ભાવમાં સતત વધારો છે. એક વર્ષ કરતા વધુ સમયથી ભાવવધારા ઉપર અંકુશ આવ્યો નથી. અન્ય જીવનજરૂરી ચીજવસ્તુઓ પણ મોંઘી જ છે

  • તહેવાર ટાણે `વધારા'નો બોજ

એક વર્ષમાં કેટલા ટકા વધારો?
તુવેર દાળ
38%

અડદ દાળ
10%

મગની દાળ
11.66%

ચોખા
13%

ઘઉં
5.39%

ઘઉંનો લોટ
4.45%

ખાંડ
3.32%

ખિસ્સા ન ખંખેરાય તો શું થાય? 

તુવેર દાળ
એક વર્ષ પહેલાનો ભાવ        રૂ.112/કિલો
હાલનો ભાવ            રૂ.155/કિલો

અડદ દાળ
એક વર્ષ પહેલાનો ભાવ        રૂ.109/કિલો
હાલનો ભાવ            રૂ.120/કિલો

મગની દાળ
એક વર્ષ પહેલાનો ભાવ        રૂ.104/કિલો
હાલનો ભાવ            રૂ.116/કિલો

ચોખા
એક વર્ષ પહેલાનો ભાવ        રૂ.38/કિલો
હાલનો ભાવ            રૂ.43/કિલો

ઘઉં
એક વર્ષ પહેલાનો ભાવ        રૂ.29/કિલો
હાલનો ભાવ            રૂ.31/કિલો

ઘઉંનો લોટ
એક વર્ષ પહેલાનો ભાવ        રૂ.34/કિલો
હાલનો ભાવ            રૂ.36/કિલો

ખાંડ
એક વર્ષ પહેલાનો ભાવ        રૂ.42/કિલો
હાલનો ભાવ            રૂ.44/કિલો

ડુંગળીએ પણ રડાવ્યા
છેલ્લા થોડા સમયથી ડુંગળીના ભાવ બમણા થયા છે. 25 થી 30 રૂપિયે કિલો મળતી ડુંગળી 60 થી 70 રૂપિયા સુધી પહોંચી ગઈ છે. ડુંગળીના ભાવ વધવાનું કારણ ડુંગળીની ઓછી આવક હતી. છેલ્લે વરસાદ ખેંચાયો તેની અસર ડુંગળીના વાવેતર ઉપર પડી જે ખેડૂતો 25 ટન ડુંગળી પકવતા હતા તે આ વર્ષે 10 ટન ડુંગળી પકવી શક્યા. સરકારે ભાવ અંકુશમાં લેવા ડુંગળીનો બફર સ્ટોક મુક્ત કર્યો હતો

ફરસાણ પણ ભૂલી જવું પડશે?
મોટાભાગના ફરસાણમાં ચણાનો લોટ વપરાય છે તેમજ ચણાનો ભાવ પ્રતિ કિલો 150 રૂપિયા આસપાસ છે. કાબુલી ચણાના ભાવમાં પણ 30 રૂપિયા સુધીનો વધારો થયો. છેલ્લા 40 વર્ષમાં ચણાના લોટનો હાલ સૌથી વધુ ભાવ છે. ચણાનો લોટ 80 રૂપિયા પ્રતિ કિલો સુધી પહોંચ્યો.

ભાવવધારાની આડઅસર
ભાવવધારાથી બચત ઘટે છે તેમજ બચત ઘટે એટલે મૂડીરોકાણ માટે બચત થતી નથી તેમજ લોકોની ખરીદશક્તિ ઘટે છે અને જીવનનિર્વાહનો ખર્ચ વધે છે એટલે જીવનધોરણ નીચું જાય છે. આવશ્યક ચીજવસ્તુઓનું ઉત્પાદન ઘટે છે. વસ્તુ મોંઘી બને છે અને દેશમાં જે તેનું વેચાણ વધે છે. દેશમાં નિકાસથી થતી આવક ઉપર અસર પડે છે. ઉત્પાદક, વેપારીઓની આવક અસાધારણ હદે વધે છે. સમાજમાં આર્થિક અસમાનતાની સ્થિતિ ઉભી થઈ શકે છે


 

સંકળાયેલા મુદ્દાઓ

Inflation Vtv Exclusive તહેવાર ટાણે મોંઘવારી મહામંથન મોંઘવારી મોંઘવારીનો માર VTV Mahamanthan
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ