ટીમ ઈન્ડિયા બીજી વનડે મેચ જીતશે તો ત્રણ વર્ષ બાદ ઓસ્ટ્રેલિયા સામેની વનડે સીરિઝને જીતવામાં સફળ રહેશે. આજે ટીમ ઈન્ડિયાના પ્લેઈંગ-11માં બદલાવની આશા રાખવામાં આવી રહી છે.
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ODI સીરિઝની બીજી મેચ આજે
ટીમ ઈન્ડિયાના પ્લેઈંગ-11માં બદલાવની આશા
ભારત પાસે બીજી વનડે મેચ જીતીને સીરિઝ પર કબજો કરવાની સુવર્ણ તક
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ત્રણ મેચની ODI સીરિઝની બીજી મેચ આજે ઈન્દોરના હોલકર ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે. ભારતીય ટીમે પ્રથમ વનડે મેચમાં 5 વિકેટે શાનદાર વિજય મેળવ્યો હતો. આવી સ્થિતિમાં હવે ભારતીય ટીમ પાસે બીજી વનડે મેચ જીતીને સીરિઝ પર કબજો કરવાની સુવર્ણ તક છે. ભારતીય સમય અનુસાર આ મેચ બપોરે 1.30 વાગ્યાથી રમાશે.
ટીમ ઈન્ડિયાના પ્લેઈંગ-11માં બદલાવની આશા
જો ટીમ ઈન્ડિયા બીજી વનડે મેચ જીતશે તો ત્રણ વર્ષ બાદ ઓસ્ટ્રેલિયા સામેની વનડે સીરિઝને જીતવામાં સફળ રહેશે. બીજી તરફ ઓસ્ટ્રેલિયાની ટીમ આ મેચમાં પોતાની તમામ તાકાત લગાવીને સિરીઝ બચાવવાનો પ્રયાસ કરશે. સાથે જ આજે ટીમ ઈન્ડિયાના પ્લેઈંગ-11માં બદલાવની આશા રાખવામાં આવી રહી છે.
શ્રેયસ અય્યરે ટીમ ઈન્ડિયાનું ટેન્શન વધાર્યું
મોહાલીમાં રમાયેલી વનડે શ્રેણીની પ્રથમ મેચમાં મોહમ્મદ શમી, ઋતુરાજ ગાયકવાડ, શુભમન ગિલ અને કેએલ રાહુલે શાનદાર પ્રદર્શન કર્યું હતું. જ્યારે મિડલ ઓર્ડર બેટ્સમેન સૂર્યકુમાર યાદવ પણ આખરે વનડેમાં શાનદાર પ્રદર્શન કરવામાં સફળ રહ્યો હતો. વર્લ્ડ કપ પહેલા ભારતીય ટીમ માટે ચિંતાનું કારણ શ્રેયસ અય્યર છે, જે ઈજામાંથી સાજા થયા બાદ ક્રિઝ પર પૂરતો સમય વિતાવી શક્યો નથી. શ્રેયસ એશિયા કપમાં પીઠની જકડને કારણે કેટલીક મેચો રમી શક્યો ન હતો, જ્યારે ઓસ્ટ્રેલિયા સામેની પ્રથમ વનડેમાં તે માત્ર આઠ બોલ રમીને રનઆઉટ થયો હતો. શ
Mohammed Shami understands his role in the side irrespective of whether he makes the playing XI or not 💪#CWC23
વોશિંગ્ટન સુંદર અને સિરાજને બીજી વનડેમાં તક મળી શકે છે
બીજી તરફ ઓફ સ્પિનર આર. સ્વિને પરત ફર્યા બાદ સારી બોલિંગ કરી હતી પરંતુ ઓસ્ટ્રેલિયન બેટ્સમેનોને મુશ્કેલીમાં મુકી શક્યો ન હતો. જો અક્ષર પટેલ યોગ્ય સમયે ફિટ ન હોય તો આ સ્ટાર સ્પિનર હજુ પણ ભારતની વર્લ્ડ કપ ટીમમાં જગ્યા બનાવી શકે છે પરંતુ ટીમ મેનેજમેન્ટ તેની પાસેથી વધુ સારા પ્રદર્શનની અપેક્ષા રાખશે. હવે જોવાનું એ રહે છે કે ઓફ સ્પિનર વોશિંગ્ટન સુંદરને બીજી વનડેમાં તક મળે છે કે નહીં, જો તેને પ્લેઈંગ ઈલેવનમાં સ્થાન મળે છે તો અશ્વિનને બહાર બેસવું પડી શકે છે. ફાસ્ટ બોલર શાર્દુલ ઠાકુર પણ પોતાનું પ્રદર્શન સુધારવાનો પ્રયાસ કરશે. તેણે પ્રથમ વનડેમાં 10 ઓવરમાં 78 રન આપ્યા હતા. મોહમ્મદ સિરાજ પણ પ્લેઇંગ-11 ઇલેવનમાં પરત ફરી શકે છે, જ્યારે જસપ્રિત બુમરાહને આરામ આપવામાં આવી શકે છે.