બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચુંટણીનું ત્રીજા તબક્કા નું મતદાન, છેલ્લી ઘડીએ કરવા મતદારોમાં ઉત્સાહ

logo

અમરેલી ન્યૂઝ: ચૂંટણી ફરજ દરમ્યાન મહિલા કર્મચારીનું થયું મોત, જાફરાબાદની પ્રાથમિક શાળાની શિક્ષિકા મતદાન મથક ફરજ દરમ્યાન ઢળી પડ્યા, કૌશિકબેન બાબરીયાનું હાર્ટ એટેકથી મૃત્યુ થયાનું પ્રાથમિક અનુમાન

logo

કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો મતદારોને ધમકાવી ભાજપ તરફી વોટીંગ કરાવવાનો આક્ષેપ

logo

11 રાજ્યોની 93 બેઠકો પર 3 વાગ્યા સુધીમાં 50.71 ટકા મતદાન

logo

બનાસકાંઠાને ટક્કર આપી 3 વાગ્યા સુધીમાં 58.05 ટકા મતદાન સાથે વલસાડ ગુજરાતમાં અવ્વલ, સરેરાશ 47.03 ટકા વોટિંગ

logo

કળશ ગામના લોકો તાપથી બચવા માથા પર ગાદલા રાખી મત આપવા લાઈનમાં ગોઠવાયા

logo

ભરૂચના કેસર ગામના લોકોએ મતદાનનો બહિષ્કાર કર્યો, અત્યાર સુધી એકપણ મત નથી પડ્યો

logo

મતદારો માટે ઇન્દ્ર દેવના અમી છાંટણા, યાત્રાધામ અંબાજીમાં અચાનક વાતાવરણમાં આવ્યો પલટો

logo

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે કર્યું મતદાન

logo

બંગાળમાં મતદાન કેન્દ્ર પર ફેંકવામાં આવ્યો દેશી બોમ્બ, જો કે આ હુમલામાં કોઈને ઈજા નથી થઈ

VTV / Industrialist Rahul Bajaj passes away at 83

શોકના સમાચાર / અલવિદા 'હમારે બજાજ', રાહુલ બજાજનું 83 વર્ષની વયે નીધન, પુણેમાં લીધા અંતિમ શ્વાસ

Hiralal

Last Updated: 04:49 PM, 12 February 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દેશના જાણીતા ઉદ્યોગપતિ અને બજાજ ગ્રુપના પૂર્વ ચેરમેન રાહુલ બજાજનું 83 વર્ષની વયે નિધન થયું છે.

  • જાણીતા ઉદ્યોગપતિ રાહુલ બજાજનું  83 વર્ષની ઉંમરમાં નિધન
  • બજાજ ગ્રુપના પૂર્વ ચેરમેન છે રાહુલ બજાજ
  • બજાજ ઘણા લાંબા સમયથી કેન્સરથી પીડિતા હતા

ઉદ્યોગ જગતને એક મોટી ખોટ પડી છે. બજાજ ગ્રુપના પૂર્વ ચેરમેન રાહુલ બજાજનું આજે 83 વર્ષની વયે પૂણેમાં નિધન થયું છે. બજાજ ઘણા લાંબા સમયથી કેન્સરથી પીડિત હતા. તેમનો જન્મ 1938ના રોજ કોલકાતાના મારવાડી બિઝનેશમેન કમલનયન બજાજ અને સાવિત્રી બજાજના ઘેર થયો હતો. રાહુલના પિતા કમલનયન અને ઈન્દીરા ગાંધી સાથે સાથે સ્કૂલમાં ભણ્યા હતા. 

1965ની સાલમાં સંભાળી બજાજ ગ્રુપની જવાબદારી
રાહુલ બજાજે 1965ની સાલમાં બજાજ ગ્રુપની જવાબદારી પોતાને હસ્તક લીધી હતી. તેમની આગેવાનીમાં બજાજ ઓટોનું ટર્નઓવર 7.2 કરોડથી 12 હજાર કરોડ પહોંચ્યું હતું અને બજાજ ગ્રુપ સ્કૂટર વેચનાર દેશની અગ્રણી કંપની બની ગઈ હતી. 2005માં રાહુલે પુત્ર રાજીવને કંપનીની કમાન સોંપવાની શરુઆત કરી હતી. ત્યારે તેમણે રાજીવને બજાજ ઓટોના મેનેજિંગ ડિરેક્ટર બનાવ્યાં હતા. 

2001માં મળ્યો હતો પદ્મ ભૂષણ
ભારત સરકારે વર્ષ 2001માં રાહુલ બજાજને પદ્મ ભૂષણથી સન્માનિત કર્યા હતા. વર્ષ 2006થી 2010 સુધી રાહુલ બજાજ રાજ્યસભાના સભ્ય પણ રહ્યા હતા. પાંચ દાયકા દરમિયાન બજાજ ગ્રુપને તેની ઉંચાઈએ લઈ જવામાં રાહુલ બજાજની મહત્વની ભૂમિકા રહી હતી. તેમનો જન્મ 10 જૂન, 1938ના રોજ કોલકાતામાં થયો હતો. તેમણે 60ના દાયકામાં બજાજ ગ્રુપની કમાન સંભાળી હતી. 2005માં તેમણે ચેરમેન પદ છોડ્યું હતું. આ પછી તેમના પુત્ર રાજીવ બજાજે આ જવાબદારી સંભાળી હતી.

ગત વર્ષે ચેરમેન પદેથી રાજીનામું આપ્યું હતું
ભારતીય ઉદ્યોગ રાહુલ બજાજે ૧૯૬૫ માં બજાજ ઓટોમાં એક્ઝિક્યુટિવ ઓફિસર તરીકે કામ કરવાનું શરૂ કર્યું હતું. બજાજને ઓટોમોટિવ ઉદ્યોગમાં વિકસાવવામાં રાહુલ બજાજની મહત્વની ભૂમિકા રહી છે. ગયા વર્ષે રાહુલ બજાજે બજાજ ઓટોના ચેરમેન પદેથી રાજીનામું આપી દીધું હતું. તેઓ પાંચ દાયકાથી વધુ સમયથી બજાજ ઓટોનો હવાલો સંભાળી રહ્યા હતા. રાહુલ બજાજ બાદ 67 વર્ષીય નીરજ બજાજે બજાજ ઓટોની કમાન સંભાળી હતી. 1965માં રાહુલ બજાજ બજાજ જ્યારે 30 વર્ષની નજીક હતા ત્યારે તેઓ બજાજ ઓટોના સીઈઓ બન્યા હતા. આ સમય દરમિયાન, તેઓ સીઈઓનું પદ સંભાળનારા સૌથી નાની ઉંમરના ભારતીયોમાંના એક હતા.

ગેરેજ શેડમાં બનાવ્યું હતું પહેલું સ્કૂટર
દેશની દિગ્ગજ ટૂ વ્હિલર કંપની બજાજના મુળિયા આઝાદીની ચળવળ સાથે જોડાયેલા છે. જમનાલાલ બજાજ (1889-1942) તેમના જમાનાના મોટા ઉદ્યોગપતિ હતા. તેમણે આઝાદીની ચળવળમાં ભાગ લીધો હતો. આઝાદીની લડાઈ દરમિયાન તેઓ  મહાત્મા ગાંધીના ભામાશાહ હતા. 1942માં 53 વર્ષની ઉંમરે તેમનું અવસાન થતા તેમના જમાઈ રામેશ્વર નેવટીયા અને બે પુત્રો કમલનયન અને રામકૃષ્ણ બજાજે બછરાજ ટ્રેડિંગ કોર્પોરેશનની સ્થાપના કરી હતી. 1948માં આ કંપનીએ ટૂ વ્હીલર અને થ્રી વ્હીલર લોન્ચ કર્યાં હતા. બજાજનું પહેલું વાસ્પા સ્કૂટર ગુરુગ્રામની ગેરેજમાં બન્યું હતું. 1960માં કંપનીનું નામ બદલાઈને બજાજ ઓટો રાખવામાં આવ્યું હતું. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ