બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / અજબ ગજબ / વિશ્વ / Indonesia hunting a foreigner who meditated naked at Hindu temple

બાલી / VIDEO : મંદિરની સામે શખ્સે નગ્ન થઈને કર્યું એવું કામ કે લોકો ભડકી ઉઠ્યાં, વાયરલ થયો વીડિયો

Hiralal

Last Updated: 07:39 PM, 4 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઈન્ડોનેશિયાના બાલીમાં મંદિરની સામે એક વિદેશીએ ન્યૂડ થઈને મેડિટેશન કરતાં મોટો વિવાદ થયો છે.

  • ઈન્ડોનેશિયાના બાલીમાં મંદિરની સામે શખ્સની અશ્લિલ હરકત
  • મંદિરની સામે વિદેશીએ ન્યૂડ થઈને કર્યું મેડિટેશન
  • વીડિયો વાયરલ થતા લોકો ભડક્યાં 

ઈન્ડોનેશિયાના બાલી ટાપુ પર એક વિદેશી નાગરિકે હિંદુ મંદિરની સામે નગ્ન થઈને ધ્યાન ધર્યું હતું. ન્યૂડ અવસ્થામાં ધ્યાનનો વીડિયો વાયરલ થતા લોકો ભડકી ઉઠ્યાં. અધિકારીઓએ વિદેશી નાગરિકની ઓળખ કરી છે પરંતુ તેનું નામ અને રાષ્ટ્રીયતા જાહેર કરવામાં આવી નથી કારણ કે તે હજી સુધી મળી આવ્યો નથી. ઈમીગ્રેશન ઓફિસે તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ દ્વારા વિદેશી નાગરિકનો સંપર્ક કરવાનો પ્રયાસ કરી રહી છે, પરંતુ હજી સુધી કોઈ પ્રતિસાદ મળ્યો નથી.

શું છે વાયરલ વીડિયોમાં
વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે એક શખ્સ બિલકૂલ ન્યૂડ થઈને ઝાડ નીચે બેઠો છે અને મેડિટેશન કરી રહ્યો છે. તે કંઈક મંત્રોચ્ચાર કરી રહ્યો હોવાનું પણ જણાય છે. 

વીડિયો વાયરલ થયો લોકો બોલ્યાં- વિદેશી ઈન્ડોનેશિયાનું અપમાન કર્યું 
વીડિયો વાયરલ થયા બાદ લોકો કહી રહ્યા છે કે આ વ્યક્તિએ ઇન્ડોનેશિયાનું અપમાન કર્યું છે. ઇન્ડોનેશિયાના અધિકારીઓએ પણ આ વ્યક્તિની શોધ શરૂ કરી છે. નગ્ન અવસ્થામાં આ વ્યક્તિનો વીડિયો ત્યારે વાયરલ થયો જ્યારે પ્રખ્યાત બાલી ઉદ્યોગસાહસિક ની લુહ જેલાન્ટિકે તે વ્યક્તિનો વીડિયો ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કર્યો હતો. પોસ્ટ કરતી વખતે લીએ લખ્યું, 'આટલું મોટું અપમાન! તમે અમારા મંદિરમાં નગ્ન થઈને ધ્યાન કરી રહ્યા છો... શું તારું મગજ ખોવાઈ ગયું છે? તમે બાલીના લોકો અને તેમના ધર્મનું અપમાન કરવા માટે આવું કેવી રીતે કરી શકો છો? અધિકારીઓ મહેરબાની કરીને આ માણસની ધરપકડ કરો, હવે બહુ થયું! આ અમારું બાલી લોકોનું અપમાન છે.
લોકોએ એવું પણ કહ્યું કે તેને બાલીમાં રહેવાનો અધિકાર નથી.

એપ્રિલમાં પણ બાલીમાં રશિયન મહિલા ન્યૂડ થઈ હતી 
એપ્રિલમાં બાલીમાં પવિત્ર મનાતા એક વૃક્ષની સામે પોતાની નગ્ન તસવીર પોસ્ટ કરવા બદલ એક રશિયન મહિલાને ટાપુની બહાર કાઢી મૂકવામાં આવી હતી. આવી ઘટનાઓને પગલે ઇમિગ્રેશન ઓફિસે બાલીની સ્થાનિક સરકાર પર દબાણ કર્યું હતું કે તેઓ બાલીની મુલાકાતે આવતા પ્રવાસીઓ માટે ટ્રાવેલ ગાઇડ પ્રકાશિત કરે. દબાણને પગલે, સ્થાનિક સરકારે જૂનમાં બાલીની યાત્રા કરનારાઓ માટે ગાઈડલાઈન બહાર પાડી હતી. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ