બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન

logo

લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું

logo

લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

logo

લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી

VTV / સ્પોર્ટસ / Cricket / India's World Cup Dominance Over Pakistan Continues, Earn 8th Win

વર્લ્ડ કપ / વધાવો ટીમ ઈન્ડીયાને ! પાક.ને હરાવીને ભારતીયોનું સપનું સાકાર કર્યું, આ બે ખેલાડીઓ બન્યાં 'હીરો'

Hiralal

Last Updated: 08:41 PM, 14 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદમાં રમાયેલી વર્લ્ડ કપની મેચમાં ભારતે પાકિસ્તાનને હરાવીને કરોડો ભારતીયોનું જીતનું સપનું પૂર્ણ કર્યું છે.

  • વર્લ્ડ કપની મેચમાં ભારતની શાનદાર જીત
  • અમદાવાદમાં પાકિસ્તાનને 7 વિકેટથી હરાવ્યું 
  • વર્લ્ડ કપમાં પાકિસ્તાન સામે ભારતની સતત 8મી જીત 

વર્લ્ડ કપની મેચમાં પોતાના કટ્ટર દુશ્મન પાકિસ્તાનને હરાવીને ભારતે કરોડો ભારતીયોનું સપનું સાકાર કર્યું છે. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાયેલી વર્લ્ડ કપની મેચમાં ભારતે પાકિસ્તાનને 7 વિકેટથી હરાવીને વર્લ્ડ કપમાં જીતનો સિલસિલો જાળવી રાખ્યો હતો. ટીમ ઈન્ડીયાને પાકિસ્તાન તરફથી સાવ ઈઝી 192 રનનો ટાર્ગેટ મળ્યો હતો જે તેણે  3 વિકેટ ગુમાવીને 30.3 ઓવરમાં પૂરો કરી લીધો હતો. 

સદી ચૂકવા છતાંય જીત માટે રોહિતનો મોટો ફાળો 
પાકિસ્તાન સામે ભારતની જીતનો હીરો બે ખેલાડીઓ રહ્યાં હતા. કેપ્ટન રોહિત શર્મા સદી તો ચૂકી ગયો પરંતુ તેણે શાનદાર 86 રન ફટકાર્યાં હતા. 191 રનના ટાર્ગેટમાં સૌથી વધારે રોહિતના રન કહી શકાય. રોહિત બાદ શ્રેયર અય્યર પણ ચમક્યો હતો. તેણે તેના બેટથી કમાલ દેખાડીને 53 રન કર્યાં હતા. 

પહેલા બેટિંગ કરીને પાકિસ્તાને કર્યાં હતા 191
ટોસ જીતીને પહેલા બેટિંગ માટે ઉતરેલી પાકિસ્તાની ટીમ 42 ઓવરમાં ફક્ત 191 રન જ કરી શકી હતી. પાકિસ્તાની ટીમના ઓછા રન કરવાનું મુખ્ય કારણ ભારતીય બોલરો હતા. ભારતીય બોલર્સની ઘાતક બોલિંગથી પાકિસ્તાન ફક્ત 191 રનમાં ઓલઆઉટ થઈ ગયું હતું. 

વર્લ્ડ કપમાં ભારતીય ટીમની સતત આઠમી જીત 
ODI વર્લ્ડ કપના ઈતિહાસમાં પાકિસ્તાન સામે ભારતીય ટીમની આ સતત આઠમી જીત હતી. અમદાવાદનું નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ટીમ ઈન્ડીયા માટે લકી રહ્યું છે. 

વર્લ્ડ કપમાં ભારતની જીતનો સિલસિલો યથાવત
વર્લ્ડ કપમાં ભારતે જીતની પરંપરા જાળવી રાખી છે. વર્લ્ડ કપમાં ભારતે અત્યાર સુધી 3જી જીત મેળવી છે. ભારતે અત્યાર સુધી ઓસ્ટ્રેલિયા, અફઘાનિસ્તાન અને હવે પાકિસ્તાનને હરાવ્યું છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ