બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન

logo

લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું

logo

લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

logo

લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી

VTV / Indias first solar mission Aditya L-1 Succeeded in the fourth circumnavigation of the earth

સફળતા / Aditya L1ની ચોથી છલાંગ: સૂર્ય તરફ ભર્યું વધુ એક ડગલું, હવે મિશન પૃથ્વીથી માત્ર આટલાં જ કિમી દૂર

Kishor

Last Updated: 08:54 AM, 15 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સૂર્યની ગતિવિધિઓ પર નજર રાખવા ગયેલ ઘણા પ્રકારના ઉપકરણો સાથે સજ્જ આદિત્ય એલ-1 મિશને વધુ એક સફળતા મેળવી લીધી છે. જે અંગે વિગતે જાણો આ અહેવાલમાં !

  • ભારતના પ્રથમ સૂર્ય મિશન આદિત્ય L-1ને લઈ મહત્વના સમાચાર
  • આદિત્ય L-1 પૃથ્વીની ચોથી ચક્કર લગાવામાં સફળ
  • ISRO દ્વારા ટ્વીટર હેન્ડલ પર અપાઈ સત્તાવાર માહિતી

ભારતના પ્રથમ સૂર્ય મિશન આદિત્ય L-1 અવકાશયાને સફળતા નજીક વધુ એક ડગલું ભરી લીધું છે. આદિત્ય L-1એ પૃથ્વીની ચોથી ચક્કર લગાવામાં સફળતા મેળવી સૂર્ય નજીક ડગ માંડયા છે. આ મામલે 'ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન' (ISRO) દ્વારા પોતાના ટ્વીટર હેન્ડલ પર સત્તાવાર માહિતી આપવામાં આવી છે.

લેગ્રેન્જ પોઈન્ટ 1 અવકાશયાન પર મોકલવામાં આવેલ
આદિત્ય એલ-1 ને સૂર્યના અભ્યાસ માટે અવકાશમાં મોકલવામાં આવ્યું છે અને આ આદિત્ય એલ-1 ભારતનું પ્રથમ સ્પેસ ઓબ્ઝર્વેટરી છે. સૂર્ય અને પૃથ્વી વચ્ચે પાંચ લેગ્રેન્જ પોઇન્ટ છે.પોઇન્ટ અર્થ એવો છે કે અહીંથી સૂર્ય અવરોધ વિના દેખાઈ શકે છે. ત્યારે લેગ્રેન્જ પોઈન્ટ 1 અવકાશયાન પર મોકલવામાં આવેલ આદિત્ય એલ-1 પૃથ્વીથી લેગ્રેન્જ પોઈન્ટ 1નું અંતર 15 લાખ કિલોમીટર છે, જ્યારે સૂર્યથી પૃથ્વીનું અંતર 15 કરોડ કિલોમીટર છે.

ઈસરોએ શું કહ્યું?

ટ્વિટરના માધ્યમ થકી ISRO એ કહ્યું કે 'ફોર્થ અર્થ બાઉન્ડ મેન્યુવર'માં સફળતા હાંસલ કરી લેવામાં આવી છે. બેંગલુરુ, શ્રીહરિકોટામાં સતીશ ધવન સ્પેસ સેન્ટર અને પોર્ટ બ્લેરના ગ્રાઉન્ડ સ્ટેશન દ્વારા સેટેલાઇટને ટ્રેક કરાયો હતો. આદિત્ય L-1 અવકાશયાન 256 km x 121973 km ના અંતરે આવેલું છે. ISRO દ્વારા જણાવાયા અનુસાર આગામી મેન્યુવર ટ્રાન્સ-લેગ્રાંગિયન પોઈન્ટ 1 ઈન્સર્શન 19 સપ્ટેમ્બરે સવારે 2 વાગ્યે કરાશે. સૂર્યની ગતિવિધિઓના અભ્યાસ અર્થે ગયેલ ઈસરોનું આ અવકાશયાન 16 દિવસ સુધી પૃથ્વી નજીક ચક્કર લગાવશે જેને લઈને આગળની મુસાફરી માટે જરૂરી ગતિ પ્રાપ્ત થશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ