બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન

logo

લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું

logo

લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

logo

લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી

VTV / Indian Wrestling Federation president Brij Bhushan made a big allegation

નિવેદન / બૃજભૂષણે લગાવ્યા ગંભીર આરોપ, 'મારુ તો માત્ર બહાનું છે..., વારંવાર બદલી રહ્યા છે માંગણીઓ'

Priyakant

Last Updated: 11:24 AM, 29 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Wrestlers Protest News: બૃજભૂષણે આરોપ લગાવ્યો કે, ખેલાડીઓ વારંવાર તેમના નિવેદન બદલી રહ્યા છે, જ્યારે FIR નોંધાઈ છે તો પછી ખેલાડીઓ ધરણા પર કેમ બેઠા છે ?

  • ભારતીય કુસ્તી મહાસંઘના પ્રમુખ બૃજભૂષણે લગાવ્યો મોટો આરોપ 
  • ખેલાડીઓ વારંવાર તેમના નિવેદન બદલી રહ્યા છે, FIR પછી પણ કેમ ધરણા ? 
  • હું લોકસભા સાંસદ વિનેશ ફોગટની કૃપાથી બન્યો નથી: બૃજભૂષણ સિંહ 

ભારતીય કુસ્તી મહાસંઘના પ્રમુખ બૃજભૂષણ શરણ સિંહ આજે એટલે કે 29 એપ્રિલના રોજ મીડિયા સમક્ષ તેમની વિરુદ્ધ FIR નોંધવામાં આવી અને આરોપોનો જવાબ આપ્યો હતો. તેમણે આરોપ લગાવ્યો કે, ખેલાડીઓ વારંવાર તેમના નિવેદન બદલી રહ્યા છે. તેમણે કહ્યું કે, જ્યારે FIR નોંધાઈ છે તો પછી ખેલાડીઓ ધરણા પર કેમ બેઠા છે ? 

દિલ્હી પોલીસે મહાસંઘના પ્રમુખ બૃજભૂષણ શરણ સિંહ વિરુદ્ધ શુક્રવારે બે FIR નોંધી હતી. ખેલાડીઓ આની માંગણીને લઈને સુપ્રીમ કોર્ટમાં ગયા હતા, ત્યારબાદ દિલ્હી પોલીસે યૌન ઉત્પીડનના મામલામાં બીજેપી નેતા વિરુદ્ધ બે  FIR નોંધી હતી. સગીર ખેલાડીની ફરિયાદ પર POCSO કેસ પણ છે. જોકે FIR નોંધાયા બાદ શનિવારે પણ ખેલાડીઓની હડતાળ ચાલુ છે.

શું કહ્યું બૃજભૂષણ સિંહે ? 
બૃજભૂષણ શરણ સિંહે ખેલાડીઓ પર વારંવાર નિવેદન બદલવાનો આરોપ લગાવ્યો અને કહ્યું કે, આ ખેલાડીઓ રોજ નવી માંગ લાવી રહ્યા છે. પહેલા તેમની માંગ હતી કે, FIR દાખલ થવી જોઈએ. હવે જ્યારે FIR દાખલ કરવામાં આવી છે, ત્યારે કહેવામાં આવે છે કે, તે જેલની અંદર હોવો જોઈએ. ત્યારે તેઓ કહે છે કે, તેમણે લોકસભા સહિત તમામ પદો પરથી રાજીનામું આપી દેવું જોઈએ. 

બૃજભૂષણે કહ્યું હું સાંસદ.. 
બીજેપી નેતા બૃજભૂષણએ કહ્યું કે, હું લોકસભા સાંસદ વિનેશ ફોગટની કૃપાથી બન્યો નથી, જે રાજીનામું આપી દેવું જોઈએ. મને મારા વિસ્તારના લોકોના આશીર્વાદથી બનાવ્યો છે અને છ વખત બનાવ્યો છે. તેણે એવો પણ આક્ષેપ કર્યો કે, આ ખેલાડીઓના ધરણા નથી. એક જ પરિવાર છે અને તેમાં એક જ અખાડો વ્યસ્ત છે. તેણે સવાલ ઉઠાવ્યો કે, હરિયાણા અને દેશના અન્ય રાજ્યોમાંથી ખેલાડીઓ કેમ નથી. તેમણે દાવો કર્યો હતો કે હરિયાણાના 90 ટકા ખેલાડીઓ અને પરિવાર બૃજભૂષણ સાથે છે.

રાજીનામું આપવું એ મોટી વાત નથી
રાજીનામાના સવાલ પર બૃજભૂષણ શરણ સિંહે કહ્યું કે, રાજીનામું આપવું એ મોટી વાત નથી પરંતુ ગુનેગાર બનીને નહીં. હું ગુનેગાર નથી. મેં જાન્યુઆરીમાં કહ્યું હતું કે, જો હું રાજીનામું આપીશ તો મારે તેમના આરોપો સ્વીકારવા પડશે. મારો કાર્યકાળ પૂરો થઈ ગયો છે. ચૂંટણી માટે સરકારે એક સમિતિની રચના કરી છે. તેની દેખરેખ હેઠળ ચૂંટણી પૂર્ણ કરવામાં આવી છે. આ સમિતિની ચૂંટણી થતાં જ મારો કાર્યકાળ આપોઆપ સમાપ્ત થઈ જશે.

બૃજભૂષણે લવાગ્યો કોંગ્રેસ પર આરોપ 
બૃજભૂષણ સિંહે આરોપ લગાવ્યો કે, આ વિરોધ પાછળ એક બિઝનેસમેન અને કોંગ્રેસી નેતાનો હાથ છે. તેમણે પ્રિયંકા ગાંધી અને અન્ય નેતાઓના ધરણા પર પહોંચવા પર સવાલ ઉઠાવ્યા અને કહ્યું કે આ લોકો તપાસ સમિતિના રિપોર્ટની રાહ કેમ નથી જોઈ રહ્યા. આ તરફ કુસ્તીબાજ સત્યવ્રત કડિયાને બૃજભૂષણ સિંહના આરોપો પર કહ્યું કે, આ મુદ્દા પરથી હટવાનો રસ્તો છે. આની પાછળ કોંગ્રેસ છે તો કેજરીવાલ કેમ આવી રહ્યા છે? અમે મેડલ જીતીને આવીએ ત્યારે પણ નેતાઓ ફોટોગ્રાફ લેવા આવે છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ