બ્રેકિંગ ન્યુઝ

logo
logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

VTV / વિશ્વ / indian student tension in ukraine

ચિંતા વધી / યુક્રેન અને રશિયા તણાવના કારણે ભારતમાં ટેન્શન વધ્યું, અભ્યાસ માટે ગયેલા 22000 વિદ્યાર્થીઓનું શું થશે?

Pravin

Last Updated: 01:55 PM, 2 February 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

યુક્રેન અને રશિયા વચ્ચે વધતાં તણાવના કારણે આપણે ત્યાં પણ ચિંતાનો માહોલ છે. દેશના 22 હજારથી વધારે વિદ્યાર્થીઓ યુક્રેનમાં એન્જીનિયરીંગ અને મેડિકલના ક્ષેત્રમાં અભ્યાસ કરી રહ્યા છે.

યુક્રેન અને રશિયા વચ્ચે વધતાં તણાવના કારણે આપણે ત્યાં પણ ચિંતાનો માહોલ છે. દેશના 22 હજારથી વધારે વિદ્યાર્થીઓ યુક્રેનમાં એન્જીનિયરીંગ અને મેડિકલના ક્ષેત્રમાં અભ્યાસ કરી રહ્યા છે. તેમાંથી લગભગ સાડા ત્રણ હજાર વિદ્યાર્થીઓ હાલ રાજસ્થાનના છે.  હાલમાં તો આ વિદ્યાર્થીનું અભ્યાસ વ્યવસ્થિત ચાલી રહ્યો છે, પણ જો સ્થિતી બદલી તો, તેમને પણ અસર થઈ શકે છે. ભારતીય વિદ્યાર્થીઓ તરફથી સતત ત્યાં શાંતિ માટે પ્રાર્થના સભાઓ થઈ રહી છે. આ બાજૂ પરિવારના લોકો પણ તેમના સંપર્કમાં છે. તો વળી ભારતીય હાઈકમાન્ડે વિદ્યાર્થીઓનું રજીસ્ટ્રેશન કરાવી લીધું છે. દૂતાવાસે હાલમાં એલર્ટ જાહેર કર્યું છે. દૂતાવાસનું કહેવું છે કે, વિદ્યાર્થીઓનું રજીસ્ટ્રેશન એટલા માટે કરવામા આવ્યું છે કે, કોઈ પણ સ્થિતીમાં ભારતીય વિદ્યાર્થીઓને સુરક્ષિત દેશ પહોંચાડી શકાય.

વિદ્યાર્થીઓએ કહ્યું- અમારે તો ભણવાથી મતલબ છે, ઓફલાઈન સ્ટડી ચાલું રાખો

યુક્રેનમાં રહેતા વિદ્યાર્થીઓ જણાવે છે કે, હાલમાં કોઈ તણાવની સ્થિતી નથી, અહીં સ્થિતી સામાન્ય છે. વિદ્યાર્થીઓના દરરોજ ક્લાસ લેવાય છે. જો કે, પ્રશાસન તરફથી લોકોને સાવધાન કરવામાં આવ્યા છે. ત્યાં ડોક્ટરીનો અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ જણાવે છે કે, અમારે તો ભણવાથી મતલબ છે,  અમે અહીં ભણવા માટે આવ્યા છીએ, એટલા માટે ઈચ્છીએ છીએ કે, ફેબ્રુઆરીના સેમેસ્ટરનો અભ્યાસ ઓફલાઈન જ થશે.


મેડિકલમાં સૌથી વધારે વિદ્યાર્થી


ત્યાં ડોક્ટરીનો અભ્યાસ કરનારા યુવાનોનું કહેવું છે કે, ભારતમાં હજૂ પણ 88 હજાર ડોક્ટરીની સીટો છે. જ્યારે નીટમાં આઠ લાખ વધારે વિદ્યાર્થી જોડાય છે. અહીં ઓછી ફીમાં મેડીકલનો અભ્યાસ સરળતાથી કરી શકાય છે. એટલા માટે યુવાનો સતત યુક્રેન તરફ વળી રહ્યા છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ