બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન

logo

લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું

logo

લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

logo

લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી

VTV / બિઝનેસ / indian stock makket high selling share

બિઝનેસ / બજેટની અનિશ્વિતતાઓનો અંત, મહત્તમ વેચાવલીવાળા વિવિધ શેરો પર ઉડતી નજર

Priyakant

Last Updated: 04:15 PM, 2 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

indian stock market: વિપ્રોમાં દલાલીની લીધે સૌથી વધુ 22 વેચાવલી કોલ છે, તેમાં 10 ખરીદીના અને 12 હોલ્ડ કોલનો સમાવેશ

  • - ટેક મહિન્દ્રા 17 વેચાવલી , 14 ખરીદીના અને 12 હોલ્ડ રેટિંગ સાથે બીજા સ્થાન પર છે
  • - ત્યારબાદ એલટીઆઈમાઈડટ્રી છે જેમાં 17 વેચાણના, 13 ખરીદીના અને 12 હોલ્ડ છે
  • - વેચાયેલા શેરોમાં કોલગેટ પામોલિવ 16 વેચાણ, 9 ખરીદ અને 10 હોલ્ડ સાથે સૌથી મોખરે છે

 આગામી દિવસોમાં લોકસભાની ચૂંટણી યોજાવાની છે ત્યારે આવા ચૂંટણીના માહોલમાં પણ ફિસ્કલ કંસોલીડેશન અને પ્રુડેન્સ પર મજબૂત પકકડ સાથે આજે જાહેર થયેલા કેન્દ્રીય બજેટ-2024એ બજારની સારા લાભની આશાઓ પર પાણી ફેરવી દીધુ હોય તેવી સ્થિતી જોવા મળે છે કારણ આજે જાહેર થયેલા બજેટમાં કોઈપણ પ્રકારની નવી લાભદાયી કે સામાજિક યોજનાની જાહેરાત કરવામાં આવી નથી તેના પરથી એટલુ તો ચોક્કસ કહી શકાય કે વર્તમાન સરકારને 2024માં પણ તેમની જ સરકાર રચાશે તેવો દ્ઢ વિશ્વાસ છે.

 બજેટ જાહેર થયા બાદ જ્યારે નિફટી 22,126,80ની નવી ટોચ પર પહોંચી ગઈ તો મનીકંટ્રોલે 7 એવા નિફટી 100 ઈન્ડેકસ શેરોની પસંદગી કરી કે જેમાં દલાલીથી સૌથી વધુ વેચાણ કોલ(વેચાવલી) છે. તેમાં 3 આઈટી શેર અને 2 પેઈન્ટ સેક્ટરના સ્ટોકનો સમાવેશ થાય છે. અન્ય 2 સ્ટોક જેને દલાલીએ હાલમાં જ ત્રીજી ત્રીમાસિક પરિણામો વચ્ચે ડાઉનગ્રેડ કર્યા છે.જે એફએમસીજી અને ફાર્મા સેક્ટરના છે. 

 આ અંગે બજારના નિષ્ણાંતો 2025માં સુધારાની આશા સાથે 2024 માટે આઈટી શેરો પર ખાસ નજર રાખીને સતર્ક બની ગયા છે 2023માં રાજકીય તણાવ અને અન્ય કેટલાંક કારણોના લીધે આ સેક્ટરમાં ભારે ઉથલપાથલ મચી ગઈ હતી જેના કારણે અમેરિકા અને પ. યુરોપ જેવી  આઈટી કંપનીઓ પર મોટી અસર થઈ અને તેની સીધી અસર બજાર પર જોવા મળી હતી. આર્થિક મંદી અને મોટા પાયાપર એઆઈને અપનાવવામા આવતા ટેકનોલોજી ક્ષેત્રમાં અનેક લોકોની છટણી કરવામાં આવી હતી.જેની અસર લગભગ 2 લાખ લોકો પર થઈ હતી 
 આવી સ્થિતીમાં જે શેરોનું મોટાપાયે વેચાણ થયુ તેમાં કોલગેટ પામોલિવના 1 વેચાણ, 9 ખરીદી અને 10 હોલ્ડ સાથે સૌથી આગળ છે એશિયન પેઈન્ટસને 15 વેચાણ, 9 ખરીદી અને 13 હોલ્ડના કોલ મળ્યા છે.આ ઉપરાંત ડિવિઝ લેબોરેટરી પાસે વેચાણના 15, ખરીદીના 5  અને 4 હોલ્ડ છે. જ્યારે બર્જર પેઈન્ટસ ઈન્ડિયા પાસે વેચાણના 14, ખરીદીના 4 અને 5 જેટલા હોલ્ડ છે.
 બીજી તરફ ગ્રામ્ય વિસ્તારમાં ઓછી માગ, વધતી જતી હરિફાઈ અને અનિયમિત વરસાદની અસર પેઈન્ટના શેરો પર પડી  રહી છે. સિમ્ન્ટ અને ચુનામાં તેની મજબૂત  પકકડના કારણે ગ્રાસિમના જૂના ખેલાડીઓ માટે હાલ કોઈ જોખમ જણાતુ નથી. જોકે આ અંગે જાણકારોનું  અનુમાન  છે કે પેઈન્ટ કંપનીઓના ઈબીઆઈટીડીએ માર્જિનમાં ઘટાડો થશે કારણ કંપનીઓ બજારની ભાગાદારી માટે હરિફાઈ કરશે અને વોલ્યુમ ગ્રોથ પર ખાસ ધ્યાન રાખશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ