બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / Politics / India wouldn't have seen partition had Jinnah been made first PM: Rajbhar

નિવેદન / ઝીણાને ભારતના પહેલા PM બનાવાયા હોત તો ભાગલા ન પડ્યા હોત, દિગ્ગજ નેતાના નિવેદનથી ખળભળાટ

Hiralal

Last Updated: 06:06 PM, 10 November 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અખિલેશ યાદવના સાથી અને સુહેલદેવ ભારતીય સમાજ પાર્ટીના અધ્યક્ષ ઓમપ્રકાશ રાજભરે મોહમ્મદ અલી જિન્ના પર નિવેદન આપીને વિવાદ પેદા કર્યો છે.

  • અખિલેશના સાથી ઓમપ્રકાશ રાજભરનું નિવેદન
  • જિન્ના ભારતના પહેલા પીએમ હોત તો દેશના ભાગલા ન પડેત
  • રાજભરના નિવેદનથી વિવાદના એંધાણ

સુહેલદેવ ભારતીય સમાજ પાર્ટીના અધ્યક્ષ ઓમપ્રકાશ રાજભરેએ ભારતના ભાગલા માટે જવાબદાર ગણાતા પાકિસ્તાનના સંસ્થાપક મોહમ્મદ અલી જિન્નાના યશગાન કર્યાં છે. 

વાજપેયી અને લાલકૃષ્ણ અડવાણી ઝીણાના પ્રશંસક રહ્યાં હતા-રાજભરે 

રાજભરે બુધવારે અહીં કહ્યું કે જો જિન્નાહને દેશના પ્રથમ વડાપ્રધાન બનાવવામાં આવ્યા હોત તો દેશના ભાગલા ન થયા હોત. આટલું જ નહીં રાજભરે પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયી અને બીજેપીના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીને પણ ઝીણાના પ્રશંસક કહ્યા હતા. રાજભરે હાલમાં જ આગામી વિધાનસભા ચૂંટણી માટે સપા સાથે ગઠબંધનની જાહેરાત કરી છે.

પત્રકારો સાથે વાત કરતાં તેમણે કહ્યું કે જરા વિચારો કે અટલજી અને અડવાણીજીએ પણ ઝીણાના વિચારોના વખાણ કેમ કર્યા. એટલા માટે હું માનું છું કે જો ઝીણાને દેશના પ્રથમ વડાપ્રધાન બનાવવામાં આવ્યા હોત તો દેશના ભાગલા ન થયા હોત.

ઉલ્લેખનીય છે કે તાજેતરમાં અખિલેશે પણ ઝીણાના વખાણ કર્યા હતા અને કહ્યું હતું કે તેમણે મહાત્મા ગાંધી, સરદાર પટેલ અને પં. નેહરુની જેમ સ્વતંત્રતા સંગ્રામમાં મહત્વની ભૂમિકા ભજવી હતી. વિરોધ પક્ષોએ આના પર આકરી પ્રતિક્રિયા આપી અને નેતાઓના જિન્ના પ્રેમને ચૂંટણીના ફાયદા માટે ધાર્મિક તુષ્ટિકરણની રાજનીતિનું પરિણામ ગણાવ્યું.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ