ભારતે શ્રીલંકા વિરુદ્ધ ધર્મશાળા ટી20 મુકાબલામાં જીત મેળવી. આ જીત રોહિત શર્માની કપ્તાનીમાં મળી. જાણો ભારતને કોની કપ્તાનીમાં કેટલી જીત મળી છે.
ભારતની શ્રીલંકા વિરુદ્ધ શાનદાર જીત
રોહિતની કપ્તાનીમાં સતત ત્રીજી જીત
ભારતની સતત 11મી ટી20 જીત
ભારતે શ્રીલંકા વિરુદ્ધ ધર્મશાળા ટી20 મુકાબલામાં જીત મેળવી. આ સાથે જ ટીમ ઇન્ડિયાએ સીરીઝને પણ પોતાને નામ કરી, હવે રવિવારે થનાર મુકાબલામાં ટીમ ઇન્ડિયાની નજર એક વાર ફરી ક્લીન સ્વીપ પર હશે. કપ્તાન રોહિત શર્માની આગેવાનીમાં આ સતત ત્રીજી ક્લીન સ્વીપ હશે.
શનિવારે રમવામાં આવેલ મુકાબલામાં ટીમ ઇન્ડિયાએ જીત મેળવી, તો કપ્તાનના રૂપમાં રોહિત શર્મા એ ઘણા રેકોર્ડ પોતાના નામે કર્યા. રોહિત શર્માએ ઘરેલૂ મેદાન પર જીત દાખલ કરવાનાં મામલામાં ઈંગ્લેંડનાં કપ્તાન ઇયોન મોર્ગન તથા ન્યૂઝીલેંડનાં કપ્તાન કેન વિલિયમસનને પછાડ્યા.