બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચુંટણીનું ત્રીજા તબક્કા નું મતદાન, છેલ્લી ઘડીએ કરવા મતદારોમાં ઉત્સાહ

logo

અમરેલી ન્યૂઝ: ચૂંટણી ફરજ દરમ્યાન મહિલા કર્મચારીનું થયું મોત, જાફરાબાદની પ્રાથમિક શાળાની શિક્ષિકા મતદાન મથક ફરજ દરમ્યાન ઢળી પડ્યા, કૌશિકબેન બાબરીયાનું હાર્ટ એટેકથી મૃત્યુ થયાનું પ્રાથમિક અનુમાન

logo

કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો મતદારોને ધમકાવી ભાજપ તરફી વોટીંગ કરાવવાનો આક્ષેપ

logo

11 રાજ્યોની 93 બેઠકો પર 3 વાગ્યા સુધીમાં 50.71 ટકા મતદાન

logo

બનાસકાંઠાને ટક્કર આપી 3 વાગ્યા સુધીમાં 58.05 ટકા મતદાન સાથે વલસાડ ગુજરાતમાં અવ્વલ, સરેરાશ 47.03 ટકા વોટિંગ

logo

કળશ ગામના લોકો તાપથી બચવા માથા પર ગાદલા રાખી મત આપવા લાઈનમાં ગોઠવાયા

logo

ભરૂચના કેસર ગામના લોકોએ મતદાનનો બહિષ્કાર કર્યો, અત્યાર સુધી એકપણ મત નથી પડ્યો

logo

મતદારો માટે ઇન્દ્ર દેવના અમી છાંટણા, યાત્રાધામ અંબાજીમાં અચાનક વાતાવરણમાં આવ્યો પલટો

logo

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે કર્યું મતદાન

logo

બંગાળમાં મતદાન કેન્દ્ર પર ફેંકવામાં આવ્યો દેશી બોમ્બ, જો કે આ હુમલામાં કોઈને ઈજા નથી થઈ

VTV / સ્પોર્ટસ / Cricket / India Women's Team Wins Historic First Gold In Cricket

એશિયન ગેમ્સ ક્રિકેટ / BIG NEWS : ભારતની દીકરીઓએ રચ્યો ઈતિહાસ, ફાઈનલમાં શ્રીલંકાને હરાવીને જીત્યો ગોલ્ડ

Hiralal

Last Updated: 03:03 PM, 25 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

એશિયન ગેમ્સની ફાઈનલમાં ભારતીય મહિલા ક્રિકેટ ટીમે શ્રીલંકાની ટીમને હરાવીને ગોલ્ડ મેડલ જીતી લીધો છે.

  • એશિયન ગેમ્સમાં ભારતીય મહિલા ક્રિકટ ટીમનો ડંકો
  • ફાઈનલમાં શ્રીલંકાને 19 રને હરાવીની જીત્યો ગોલ્ડ મેડલ
  • પહેલા બેટિંગ કરીને ભારતે કર્યાં 116 રન 

ભારતની દીકરીઓ એશિયન ગેમ્સમાં ચળકી રહી છે. ભારતને આજે બીજો ગોલ્ડ મેડલ મળ્યો છે. ચીનના હેંગઝોઉના પિંગફેંગ કેમ્પસ સ્ટેડિયમમાં રમાયેલી એશિયન ગેમ્સની મેચની ગોલ્ડ મેડલ મેચમાં ભારતીય મહિલા ક્રિકેટ ટીમે ઈતિહાસ રચ્યો છે. ભારતે શ્રીલંકાને 19 રને હરાવીને એશિયન ગેમ્સની ક્રિકેટમાં ગોલ્ડ જીત્યો છે. ભારતીય દીકરીઓની આ ઐતિહાસિક સિદ્ધિ છે. 

ભારતે શ્રીલંકાને આપ્યો હતો 117 રનનો ટાર્ગેટ 

ભારત અને શ્રીલંકા ટકરાયા હતા. પહેલા બેટિંગ કરીને હરમનપ્રીત કૌરની આગેવાનીવાળી ભારતીય ટીમે 116 રન કર્યાં હતા. ભારતીય ટીમની શરૂઆત સારી રહી નહતી. શફાલી વર્મા 9 રનના અંગત સ્કોર પર આઉટ થઈ ગઈ હતી. આ પછી સ્મૃતિ મંધાના અને જેમીમા રોડ્રિગ્સે ઈનિંગને સંભાળી હતી અને બંને વચ્ચે અડધી સદીની ભાગીદારી થઈ હતી. મંધાનાના રૂપમાં 89ના સ્કોર પર ભારતને બીજો ઝટકો લાગ્યો હતો, જે 46 રન બનાવી આઉટ થઈ ગઈ હતી. મંધાનાના આઉટ થયા બાદ ભારતીય ટીમનો ધબડકો થયો હતો, રિચા ઘોષ 9, કેપ્ટન હરમનપ્રીત કૌર 2 અને પૂજા વસ્ત્રાકર 2 રને અંગત સ્કોર પર ધડાધડ આઉટ થયા હતા.  સામા છેડે બેટિંગ કરી રહેલી જેમિમા પણ આખરી ઓવરમાં મોટો શોટ ફટકારવાના પ્રયાસમાં 42 રનના અંગત સ્કોરે વિકેટ ગુમાવીને પેવેલિયન પરત ફરી હતી.

શ્રીલંકાની ટીમ આઠ વિકેટે 97 રન જ બનાવી શકી
આ મેચમાં 117 રનના ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી શ્રીલંકાની ટીમ આઠ વિકેટે 97 રન જ બનાવી શકી હતી. ભારતીય મહિલા ક્રિકેટ ટીમ પહેલી વખત એશિયન ગેમ્સમાં ભાગ લઈ રહી હતી, જેના કારણે તેણે પ્રથમ પ્રયાસમાં જ ગોલ્ડ મેડલ જીતીને ઈતિહાસ રચી દીધો. લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી શ્રીલંકાની શરૂઆત નબળી રહી હતી અને તેણે 14 રનમાં ત્રણ વિકેટ ગુમાવી દીધી હતી. આ ત્રણ વિકેટ ઝડપી બોલર ટીટાસ સાધુએ લીધી હતી. ત્રણ વિકેટ ગુમાવ્યા બાદ હસીની પરેરાએ કેટલાક આક્રમક શોટ્સ ફટકારતાં શ્રીલંકાને 50 રનના સ્કોર સુધી પહોંચાડયું હતુ. રાજેશ્વરી ગાયકવાડે પરેરાની ઝંઝાવાતી ઈનિંગનો અંત આણ્યો. પરેરાએ 22 બોલમાં ચાર ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી 25 રન બનાવ્યા હતા. પરેરાના આઉટ થયા બાદ નીલાક્ષી ડી સિલ્વા અને ઓશ્તી રાણાસિંઘેએ 28 રનની ભાગીદારી કરતાં ઈનિંગને સંભાળવાનો પ્રયાસ કર્યો. પરેરા બાદ દીપ્તિ શર્માએ પણ ઓશાદીને આઉટ કરી હતી, જે પછી ભારતનું કામ આસાન બની ગયું હતુ. ભારત માટે તિતસ સાધુએ છ રન આપીને ત્રણ વિકેટ ઝડપી હતી. રાજેશ્વરી ગાયકવાડને બે વિકેટ મળી હતી, જ્યારે દીપ્તિ શર્મા, દેવિકા વૈદ્ય અને પૂજા વસ્ત્રાકરને એક-એક વિકેટ મળી હતી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ