બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન

logo

લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું

logo

લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

logo

લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી

VTV / સ્પોર્ટસ / india vs pakistan set for 15 october in odi world cup 2023

ક્રિકેટ / ICC World Cup નો ડ્રાફ્ટ શિડ્યુલ જાહેર: 15 ઓક્ટોબરે ભારતમાં મહાસંગ્રામ, જાણો IND vs PAK વચ્ચે ટક્કર ક્યાં અને ક્યારે

Manisha Jogi

Last Updated: 11:40 AM, 12 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

BCCIએ ICCને ડ્રાફ્ટ શેડ્યુલ આપ્યું છે. જ્યારે તમામ સભ્યો આ શેડ્યુલ સાથે સહમત થશે, ત્યારે આ ડ્રાફ્ટ શેડ્યુલને ફાઈનલ મંજૂરી આપવામાં આવશે.

  • ભારત અને પાકિસ્તાન વચ્ચે ક્યારે અને કઈ જગ્યાએ મેચ રમાશે
  • BCCIએ ICCને ડ્રાફ્ટ શેડ્યુલ આપ્યું છે
  • ભારતના આ પાંચ શહેરોમાં રમાશે વર્લ્ડ કપ

ભારત અને પાકિસ્તાન વચ્ચે ક્યારે અને કઈ જગ્યાએ મેચ રમાશે, તે નક્કી કરી દેવામાં આવ્યું છે. આ બાબતે હવે ફાઈનલ નિર્ણય આવવાનો બાકી છે. BCCIએ ICCને ડ્રાફ્ટ શેડ્યુલ આપ્યું છે. જ્યારે તમામ સભ્યો આ શેડ્યુલ સાથે સહમત થશે, ત્યારે આ શેડ્યુલને મંજૂરી આપવામાં આવશે.  ભારતમાં આ વર્ષે ઓક્ટોબર અને નવેમ્બરમાં વન ડે વર્લ્ડ કપ રમાશે, જે માટે ડ્રાફ્ટ શેડ્યુલ રજૂ કરવામાં આવ્યું છે, જેમાં પાકિસ્તાનના તમામ કાર્યક્રમની જાહેરાત કરવામાં આવી છે. પાકિસ્તાન વર્લ્ડ કપ રમવા માટે ભારત આવશે કે નહીં, તે બાબતે કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી. 

15 ઓક્ટોબરના રોજ IND vs PAK
વન ડે વર્લ્ડ કપ 2023માં પાકિસ્તાનની ટીમ ભારતમાં 5 શહેરોમાં રમશે. આ 5 શહેરોમાં અમદાવાદ પણ શામેલ છે, જ્યાં 15 ઓક્ટોબરના રોજ ભારત અને પાકિસ્તાન વચ્ચે રમવામાં આવશે. આ હાઈ વોલ્ટેજ મેચ માટે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ કરતા વધુ સારી જગ્યા કોઈ નથી. 

પાકિસ્તાન ભારતના 5 શહેરોમાં મેચ રમશે
આ ટુર્નામેન્ટમાં પાકિસ્તાનની ભારત સામેની મેચ આ ટુર્નામેન્ટની પહેલી મેચ નહીં હોય. એક સપ્તાહ પહેલા જ પાકિસ્તાને મેચ રમવાની શરૂ કરી દીધી હશે. ટુર્નામેન્ટના ડ્રાફ્ટ શેડ્યુલ અનુસાર પાકિસ્તાન 6 ઓક્ટોબરના રોજ પહેલી મેચ હૈદરાબાદમાં રમશે. બીજી મેચ 12 ઓક્ટોબરના રોજ હૈદરાબાદમાં જ રમવામાં આવશે. આ બંને મેચ વર્લ્ડ કપ માટે ક્વોલિફાય થનાર ટીમ સાથે રમવામાં આવશે. 

વનડે વર્લ્ડ કપ 2023માં પાકિસ્તાન 15 ઓક્ટોબરના રોજ ભારત સામે ત્રીજી મેચ રમશે. ચોથી મેચમાં બેંગ્લોરના મેદાન પર 20 ઓક્ટોબરના રોજ ઓસ્ટ્રેલિયા સામે રમવા માટે ઉતરશે. 23 ઓક્ટોબરના રોજ પાકિસ્તાન અફઘાનિસ્તાન સામે અને 27 ઓક્ટોબરના રોજ પાકિસ્તાન સાઉથ આફ્રિકા સામે રમશે. આ બંને મેચ ચેન્નઈમાં રમવામાં આવશે. 

પાકિસ્તાનની ટીમ 31 ઓક્ટોબરના રોજ કોલકત્તામાં બાંગ્લાદેશ સામે રમશે. 5 નવેમ્બરના રોજ ન્યુઝીલેન્ડ vs પાકિસ્તાન હશે. આ મેચ દિવસે રમવામાં આવશે. ત્યાર પછી પાકિસ્તાન 12 નવેમ્બરના રોજ કોલકત્તામાં ઈંગ્લેન્ડ સામે રમવા માટે ઉતરશે. આ ડ્રાફ્ટ શેડ્યુલ પર આગામી સપ્તાહ સુધીમાં ફાઈનલ મોહર લાગી શકે છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ