બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / સ્પોર્ટસ / Cricket / india vs england ben stokes zak crawley wicket controversy

સ્પોર્ટ્સ / રાજકોટમાં પરાજય બાદ ઈંગ્લેન્ડ બન્યું બેબાકળું, અમ્પાયર પર જ લગાવ્યા ગંભીર આરોપ, જુઓ શું કહ્યું

Arohi

Last Updated: 04:55 PM, 19 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

India Vs England: ભારતે ઈંગ્લેન્ડને રાજકોટ ટેસ્ટ મેચમાં ખરાબ રીતે હરાવ્યું છે. ભારતે વિરોધી ટીમને 434 રનોથી મ્હાત આપીને સીરિઝ પર 2-1થી લીડ મેળવી લીધી છે. ઈંગ્લેન્ડની હાર બાદ કેપ્ટન બેન સ્ટોક્સે મેચમાં ચીટિંગ થવાનો આરોપ લગાવ્યો છે.

ભારત અને ઈંગ્લેન્ડની વચ્ચે રમાયેલી રાજકોટ ટેસ્ટ મેચમાં ભારતે ઐતિહાસિક જીત નોંધાવી છે. ભારતે ઈંગ્લેન્ડના સામે ઐતિહાસિક જીત મેળવી છે. ભારતે વિરોધી ટીમને 434 રનોથી મ્હાત આપીને સીરિઝ પર પણ 2-1થી લીડ બનાવી લીધી છે. હૈદરાબાદ ટેસ્ટમાં મળેલી હાર બાદ ટીમ ઈન્ડિયા માટે બીજી જીત છે. 

ભારતે પહેલા તો વિશાખાપટ્ટનમ ટેસ્ટમાં ઈંગ્લેન્ડને હરાવ્યું, પછી રાજકોટમાં પણ વિરોધી ટીમને ધોઈ નાખી. સતત બે હાર મળવાથી ઈંગ્લેન્ડની ટીમ બેબાકળી બની ગઈ છે. ઈંગ્લેન્ડના કેપ્ટન બેન સ્ટોક્સે મેચના બાદ કહ્યું કે તેમની સાથે ચીટિંગ થઈ છે. 

શું છે સંપૂર્ણ મામલો
જણાવી દઈએ કે આ વિવાદ શરૂ થયો છે ઈંગ્લેન્ડના બેટ્સમેન જેક ક્રોલીની વિકેટને લઈને. રાજકોટ ટેસ્ટ મેચની ચોથા દિવસની મેચ રમાઈ રહી હતી. ભારતે ઈંગ્લેન્ડની સામે 556 રનોનું લક્ષ્ય રાખ્યું હતું. પિચની કંડીશનને જોતા આ ટાર્ગેટ મોટો હોવાની સાથે જ ખૂબ જ વિશાળ પણ હતો. આ કારણે ઈંગ્લેન્ડની ટીમ ખૂબ જ પ્રેશરમાં હતી. 

ઈંગ્લેન્ડના સામે જેક ક્રોલી જ્યારે 11 રન પર બેટિંગ કરી રહ્યા હતા તે સમયે બોલિંગ માટે આવેલા જસપ્રીત બુમરાહે જેક ક્રોલીને એલબીડબ્લ્યૂ આઉટ કરી દીધો. એમ્પાયરે બેટિંગને આઉટ આપ્યું તો ખેલાડીએ રિવ્યૂની માંગ કરી લીધી. અહીંથી આ વિવાદે જન્મ લીધો છે. 

બેન સ્ટોક્સે જણાવી સંપૂર્ણ કહાની 
બેન સ્ટોક્સે જણાવ્યું કે થર્ડ એમ્પાયર દ્વારા ચેક કરવા પર સ્પષ્ટ જોઈ શકાય છે કે બોલ સ્ટંપને મિસ કરી રહી છે. છતાં એમ્પાયર કોલ આપીને જેક ક્રોલીને આઉટ જાહેર કરવામાં આવ્યો. આ મને સમજ ન આવ્યું. નંબર્સ જણાવે છે કે બોલ સ્ટંપને સ્પર્શી રહી છે. 

પરંતુ જે બતાવવામાં આવ્યું તેના અનુસાર બોલ સ્ટંપને મિસ રી રહી છે. ત્યાં શું થયું શું ન થયું મને કંઈ સમજ નથી આવી રહ્યું. પરંતુ એટલું જરૂર છે કે બોલ સ્ટંપને નથી સ્પર્શી. છતાં એમ્પાયર્સ કોલ હેઠળ બેટ્સમેનને આઉટ જાહેર કરવામાં આવ્યો. તેની કિમત આખી ટીમે ચુકવવી પડી. 

વધુ વાંચો: IPLની ઓલટાઈમ ગ્રેટ ટીમનું એલાન: ધોની કેપ્ટન, આ ગુજરાતી ખેલાડી છવાયો પણ રોહિત શર્માનું નામ નહીં

સ્ટોક્સની શું છે માંગ? 
જેક ક્રોલીની વિકેટ બાદ ઈંગ્લેન્ડના કોચ બ્રેંડન મક્કુલમ એમ્પાયર સાથે વાત કરતા પણ દેખાઈ રહ્યા હતા. હવે ઈંગ્લેન્ડના કેપ્ટને અહીં સુધી માંગ કરી દીધી છે કે એમ્પાયર્સ કોલ ખતમ થવો જોઈએ. સ્ટોક્સે કહ્યું કે બોલ સ્ટંપને સ્પર્શી રહી હતી કે નહીં તે ચક્કરમાં પડવાથી સારૂ છે કે એમ્પાયર્સ કોલને જ સમાપ્ત કરી નાખવામાં આવે. જેક ક્રોલીએ આઉટ થયા પહેલા સુધી ઈંગ્લેન્ડની ફક્ત એક વિકેટ પડી હતી. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ