બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

logo

રાહુલ ગાંધીના રાજા-મહારાજાઓ અંગેના નિવેદન મુદ્દે સી.આર.પાટીલે આપી પ્રતિક્રિયા, રાજા-મહારાજાઓને થયેલા અનુભવોથી જ તેઓ કોંગ્રેસથી દૂર થયા

VTV / બિઝનેસ / અજબ ગજબ / India financial year 2023-24 first quarter growth rate is 7.8 percent

ટોપે ટોપ / ભારતના ઈકોનોમીમાં વાયુ વેગ: નાણાકીય વર્ષની શરૂઆતમાં જ ચીન સહિત વિશ્વના અન્ય દેશોને પછાડ્યા, GDP સૌથી ઉંચો

Vaidehi

Last Updated: 07:36 PM, 31 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દુનિયાનાં મોટાદેશોને પાછળ મૂકીને ભારતે ફરી નાણાકીય વર્ષની શાનદાર શરૂઆત કરી છે. જૂનનાં પહેલા ક્વાર્ટર દરમિયાન ભારતનો GDP ગ્રોથ રેટ 7.8% નોંધાયો છે.

  • ભારતીય અર્થવ્યવસ્થાએ ફરી આપ્યું શાનદાર પરિણામ
  • નાણાકીય વર્ષનાં પ્રથમ ક્વાર્ટરમાં ગ્રોથ રેટ 7.8%
  • અમેરિકા અને ચીનને પણ મૂક્યું પાછળ

ભારતીય અર્થવ્યવસ્થાએ વર્તમાન નાણાકીય વર્ષની શાનદાર શરૂઆત કરી છે. આંકડાઓ અનુસાર પહેલા ક્વાર્ટર દરમિયાન ભારતની અર્થવ્યવસ્થાનો ગ્રોથ રેટ 7.8% નોંધાયો છે. આ દુનિયાનાં કોઈપણ મોટા દેશની અર્થવ્યવસ્થાની સરખામણીએ સૌથી તેજ ગ્રોથ રેટ છે.

ગ્રોથ રેટ 7.8% 
NSOએ પહેલાં ક્વાર્ટર માટે GDPનાં આંકડાઓ ગુરુવારે સાંજે પબ્લિશ કર્યાં હતાં. પહેલા ક્વાર્ટર દરમિયાન ભારતીય અર્થવ્યવસ્થાને સરકાર દ્વારા મોટાપાયે ખર્ચ, મજબૂત ઉપભોક્તા માંગ અને સર્વિસ સેક્ટરની ઉચ્ચ ગતિવિધિઓ જેવા સેક્ટરે મદદ કરી છે. આ પહેલા કોર સેક્ટરનાં પણ આંકડાઓ આપવામાં આવ્યાં હતાં જે અનુસાર જૂલાઈમાં કોર સેક્ટરનું ગ્રોથ રેટ ઘટીને 8% પર આવી ગયું. જૂન મહિનામાં આ આંકડો 8.3% હતો.

આ વર્ષનાં વૃદ્ધિદર પ્રભાવિત
NSOનાં આંકડાઓ અનુસાર 2022નાં પહેલા ક્વાર્ટરમાં ભારતનાં GDPનો ગ્રોથ રેટ 13.1 %હતો. તેની સરખામણીએ આ વર્ષનાં વૃદ્ધિદર પ્રભાવિત થયાં છે. પહેલા ક્વાર્ટર દરમિયાન કૃષિ ક્ષેત્રએ 3.5% જ્યારે કંસ્ટ્રક્શન સેક્ટરનો ગ્રોથ રેટ 7.9% રહ્યું. આ વર્ષનાં પ્રથમ ક્વાર્ટરમાં મેન્યૂફેક્ચરિંગ સેક્ટરે નિરાશ કર્યું છે જેનો ગ્રોથ રેટ ઘટીને 4.7% થઈ ગયો છે.

રિર્ઝવ બેંકનું અનુમાન સાચું
તમામ એનાલિસ્ટ આશા કરી રહ્યાં હતાં કે પહેલા ક્વાર્ટરમાં ભારતની અર્થવ્યવસ્થા સારું પ્રદર્શન કરશે. ભારતીય રિઝર્વ બેંકે પહેલા ક્વાર્ટરમાં જીડીપી ગ્રોથ 8% રહેવાનું અનુમાન વ્યક્ત કર્યું હતું. રિઝર્વ બેંક અનુસાર દેશનો આર્થિક વૃદ્ધિ દર ચાલુ નાણાકીય વર્ષનાં ચારેય ક્વાર્ટરમાં ક્રમશ: 8%, 6.5%, 6% અને 5.7% રહી શકે છે. આ રીતે RBIએ સમગ્ર વર્ષ માટે 6.5% નાં ગ્રોથ રેટનું અનુમાન વ્યક્ત કર્યું છે.

ભારત સૌથી આગળ
બ્રિટનની અર્થવ્યવસ્થા જૂન ક્વાર્ટર દરમિયાન 0.4%થી વધી જ્યારે જર્મની 0.2%નાં ગ્રોથ રેટ સાથે મંદીમાંથી બહાર આવવા સફળ રહ્યું. જાપાનનો ગ્રોથ રેટ 6% રહ્યો. ભારત પોતાના સારા પ્રદર્શનને લીધે ગ્લોબલ ગ્રોથનું એન્જિન બનેલું છે જે તેજીથી આગળ વધનારા દેશોમાંનું એક છે. જો અમેરિકાનાં વૃદ્ધિદર જોઈએ તો જૂન ક્વાર્ટરમાં 2.1%નો ગ્રોથ નોંધાયો છે. જો બીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા ચીને આ ક્વાર્ટરમાં 6.3%નો ગ્રોથ કર્યો છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ