બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચુંટણીનું ત્રીજા તબક્કા નું મતદાન, છેલ્લી ઘડીએ કરવા મતદારોમાં ઉત્સાહ

logo

અમરેલી ન્યૂઝ: ચૂંટણી ફરજ દરમ્યાન મહિલા કર્મચારીનું થયું મોત, જાફરાબાદની પ્રાથમિક શાળાની શિક્ષિકા મતદાન મથક ફરજ દરમ્યાન ઢળી પડ્યા, કૌશિકબેન બાબરીયાનું હાર્ટ એટેકથી મૃત્યુ થયાનું પ્રાથમિક અનુમાન

logo

કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો મતદારોને ધમકાવી ભાજપ તરફી વોટીંગ કરાવવાનો આક્ષેપ

logo

11 રાજ્યોની 93 બેઠકો પર 3 વાગ્યા સુધીમાં 50.71 ટકા મતદાન

logo

બનાસકાંઠાને ટક્કર આપી 3 વાગ્યા સુધીમાં 58.05 ટકા મતદાન સાથે વલસાડ ગુજરાતમાં અવ્વલ, સરેરાશ 47.03 ટકા વોટિંગ

logo

કળશ ગામના લોકો તાપથી બચવા માથા પર ગાદલા રાખી મત આપવા લાઈનમાં ગોઠવાયા

logo

ભરૂચના કેસર ગામના લોકોએ મતદાનનો બહિષ્કાર કર્યો, અત્યાર સુધી એકપણ મત નથી પડ્યો

logo

મતદારો માટે ઇન્દ્ર દેવના અમી છાંટણા, યાત્રાધામ અંબાજીમાં અચાનક વાતાવરણમાં આવ્યો પલટો

logo

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે કર્યું મતદાન

logo

બંગાળમાં મતદાન કેન્દ્ર પર ફેંકવામાં આવ્યો દેશી બોમ્બ, જો કે આ હુમલામાં કોઈને ઈજા નથી થઈ

VTV / ભારત / India failed to provide security to Indian Women, NCRB rape case data will blow your mind

ચોંકાવનારો ડેટા / નિર્ભયા રેપ કાંડ બાદ છેલ્લા 11 વર્ષમાં કેટલું બદલાયું આપણું ભારત? રિપોર્ટ જાણી આંખો પહોળી થઇ જશે

Vaidehi

Last Updated: 07:14 PM, 15 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારતમાં દર 1 કલાકે 3 રેપ થઈ રહ્યાં છે. દિલ્હીમાં નિર્ભયા ગેંગરેપ કેસનાં 11 વર્ષ બાદ પણ દેશમાં રેપનાં કેસ સતત વધી જ રહ્યાં છે. વિકાસશીલ ભારત માટે આ શરમજનક સ્થિતિ કહેવાય!

  • નિર્ભયા રેપકેસ પછી પણ ભારત ત્યાંને-ત્યાં
  • 11 વર્ષ બાદ પણ દેશમાં મહિલાઓ સુરક્ષિત નથી
  • NCRBનાં રેપકેસનાં આંકડાઓ આંખો પહોળી કરી દેશે

વિકાસશીલ ભારત એક ક્ષેત્રમાં પાછળ રહી ગયું હોય તેવું લાગી રહ્યું છે.  મહિલા અને બાળકીઓની સુરક્ષા કરવામાં ભારત આગળ વધવાની જગ્યાએ પાછળ જઈ રહ્યું છે.  નિર્ભયા રેપકેસનાં 11 વર્ષો બાદ પણ ભારતમાં મહિલાઓ સુરક્ષિત નથી. 16 ડિસેમ્બર 2012ની રાત્રે દિલ્હીનાં રોડ પર એક પ્રાઈવેટ બસમાં ગેંગરેપનો એવો બનાવ બન્યો હતો જેણે માત્ર ભારત જ નહીં સમગ્ર વિશ્વને હચમચાવી દીધું હતું. આ એ જ ઘટના છે જે બાદથી દેશની રાજઘાની દિલ્હીને રેપનું કેપિટલ કહેવામાં આવે છે.  આ એ જ સમય હતો જ્યારે લોકોને રેપની ગંભીરતા અને ક્રૂરતા સમજ આવી હતી. આ એ જ સમય હતો જ્યારે ડિસેમ્બરની કકડતી ઠંડીમાં દેશભરની છોકરીઓ પેરામેડિકલની છાત્રાઓ નિર્ભયાને ન્યાય અપાવવા અને સુરક્ષા મેળવવા માટે દિલ્હીનાં રસ્તા પર ઊતરી હતી.

11 વર્ષ બાદ દેશમાં શું બદલાયું?
આ રેપકાંડ બાદ દેશમાં અનેક ફેરફારો આવ્યાં. દેશભરમાં મહિલાઓની સુરક્ષા માટે અનેક પગલાઓ ભરવામાં આવ્યાં. નિર્ભયા રેપકાંડ બાદ જસ્ટિસ જે.એસ.વર્મા કમિટીની ભલામણો લાગૂ કરવામાં આવી. દરેક જિલ્લામાં રેપ પીડિતાઓ માટે વન સ્ટોપ સેંટર બનાવવામાં આવ્યાં, હેલ્પલાઈન નંબર શરૂ કરવામાં આવ્યાં, નિર્ભયા ફંડ શરૂ કરવામાં આવ્યાં, નિર્ભયા સ્ક્વોડ, નિર્ભયા એપ પણ બનાવવામાં આવી. એટલું જ નહીં 8 વર્ષો સુધી કેસ ચાલ્યા બાદ નિર્ભયાનાં ચાર આરોપીઓ મુકેશ, પવન, અક્ષય અને વિનયને માર્ચ 2020માં તિહાડ જેલમાં ફાંસી આપવામાં આવી. એક જુવેનાઈલને મુક્ત કરવામાં આવ્યું જ્યારે એક આરોપી રામ સિંહે જેલમાં ટ્રાયલ દરમિયાન આત્મહત્યા કરી લીધી.

નિર્ભયા બાદ દેશમાં આટલા ફેરફારો બાદ તો લાગ્યું કે હવે દેશમાં બાળકીઓ અને મહિલાઓ સુરક્ષિત હશે. ભારતમાં દુષ્કર્મ અને સામૂહિક દુષ્કર્મનાં આંકડાઓમાં ઘટાડો થયો હે.  પણ થયું તો કંઈ વિપરીત જ...NCRBનાં આંકડાઓ અનુસાર નિર્ભયા કાંડ બાદ દરવર્ષે દેશમાં રેપનાં મામલા વધ્યાં છે.

વર્ષ          રેપકેસની સંખ્યા
2022       31516 
2021       31677
2020       28046
2019       32032
2018       33356
2017       32559
2016       38947    
2015       34651
2014       36735
2013       33707
2012       24923   

11 વર્ષ બાદ સ્થિતિ વધુ ખરાબ
નેશનલ ક્રાઈમ રેકોર્ડસ્ બ્યૂરોનાં આંકડાઓ અનુસાર 2022માં દેશમાં રેપનાં કુલ 31516 મામલાઓ સામે આવ્યાં હતાં. એટલે કે દરરોજ આશરે 87 અને દર કલાકે 3-4 મહિલા/બાળકી રેપનો શિકાર થઈ રહી છે. આ રિપોર્ટમાં રાજસ્થાન રેપ કેપિટલ બની ગયું છે.  રાજસ્થાનમાં ગતવર્ષે સૌથી વધારે 5399 રેપનાં મામલા થયાં હતાં. જ્યારે દિલ્હીમાં 1212 મામલા નોંધાયા હતાં.

રજિસ્ટર્ડ રેપકેસનાં આંકડાઓ વાંચવા માટે અહીં ક્લિક કરો: રેપકેસ આંકડાઓ 2022

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ