બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગાંધીનગર

logo

લોકસભા ચુંટણીનું ત્રીજા તબક્કા નું મતદાન, છેલ્લી ઘડીએ કરવા મતદારોમાં ઉત્સાહ

logo

અમરેલી ન્યૂઝ: ચૂંટણી ફરજ દરમ્યાન મહિલા કર્મચારીનું થયું મોત, જાફરાબાદની પ્રાથમિક શાળાની શિક્ષિકા મતદાન મથક ફરજ દરમ્યાન ઢળી પડ્યા, કૌશિકબેન બાબરીયાનું હાર્ટ એટેકથી મૃત્યુ થયાનું પ્રાથમિક અનુમાન

logo

કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો મતદારોને ધમકાવી ભાજપ તરફી વોટીંગ કરાવવાનો આક્ષેપ

logo

11 રાજ્યોની 93 બેઠકો પર 3 વાગ્યા સુધીમાં 50.71 ટકા મતદાન

logo

બનાસકાંઠાને ટક્કર આપી 3 વાગ્યા સુધીમાં 58.05 ટકા મતદાન સાથે વલસાડ ગુજરાતમાં અવ્વલ, સરેરાશ 47.03 ટકા વોટિંગ

logo

કળશ ગામના લોકો તાપથી બચવા માથા પર ગાદલા રાખી મત આપવા લાઈનમાં ગોઠવાયા

logo

ભરૂચના કેસર ગામના લોકોએ મતદાનનો બહિષ્કાર કર્યો, અત્યાર સુધી એકપણ મત નથી પડ્યો

logo

મતદારો માટે ઇન્દ્ર દેવના અમી છાંટણા, યાત્રાધામ અંબાજીમાં અચાનક વાતાવરણમાં આવ્યો પલટો

logo

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે કર્યું મતદાન

VTV / india coronavirus cases and death updates 26 february

કોરોના વાયરસ / ફરી ભારતની ચિંતા વધારી રહ્યો છે કોરોના વાયરસ : સતત બીજા દિવસે આટલા કેસ આવતા સંક્રમણ વધવાના સંકેત

Dharmishtha

Last Updated: 11:08 AM, 26 February 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દેશમાં કોરોનાના કેસની સંખ્યામાં ફરી એકવાર વધારો જોવા મળ્યો છે. સતત બીજા દિવસે 16 હજારથી વધારે લોકોનાના નવા કેસ આવ્યા છે.

  • રિકવરીમાં દુનિયામાં અમેરિકા બાદ સૌથી વધારે ભારતનું નામ આવે છે. 
  • મહારાષ્ટ્રમાં બીજા દિવસે 8 હજારથી વધારે કેસ
  •  દેશમાં કોરોનાના કુલ મામલા વધીને એક કરોડ 10 લાખ 63 હજાર 491 થઈ ગયા

વિતેલા દિવસોમાં કોરોનાથી એક પણ મોત નથી થયા

દેશમાં કોરોનાના કેસની સંખ્યામાં ફરી એકવાર વધારો થવા લાગ્યો છે. સતત બીજા દિવસે 16 હજારથી વધારે લોકોનાના નવા કેસ આવ્યા છે. ગત 24 કલાકમાં 16, 577 નવા કોરોનાના કેસ આવ્યા અને 120 લોકોના જીવ ગયા છે. જો કે 12, 179 લોકો કોરોનાથી સાજા થઈ ગયા છે. સારી વાત એ પણ છે કે વિતેલા દિવસોમાં કોરોનાથી એક પણ મોત નથી થયા. આ પહેલા બુધવારે 16, 738 નવા કોરોનાના કેસ દાખલ કરવામાં આવ્યા હતા.

 દેશમાં કોરોનાના કુલ મામલા વધીને એક કરોડ 10 લાખ 63 હજાર 491 થઈ ગયા

સ્વાસ્થ્ય મંત્રાલયના તાજા આંકડા અનુસાર હવે દેશમાં કોરોનાના કુલ મામલા વધીને એક કરોડ 10 લાખ 63 હજાર 491 થઈ ગયા છે. કુલ એક લાખ 56 હજાર 825 લોકોના જીવ ગયા છે. એક કરોડ 7 લાખ 50 હજાર 680 લોકો કોરોનાને હરાવી સાજા થઈ ચૂક્યા છે. દેશમાં હવે એક્ટિવ કેસની સંખ્યા વધીને 1 લાખ 55 હજાર 986 થઈ ગઈ છે એટલે કે આ લોકો હજું કોરોનાગ્રસ્ત છે.

મહારાષ્ટ્રમાં બીજા દિવસે 8 હજારથી વધારે કેસ

મહારાષ્ટ્રમાં કોરોના સંકટ ઓછું નથી થઈ રહ્યુ, સૌથી વધારે કેસ અને મોત અહીં જ થઈ રહ્યા છે. સતત બીજા દિવસે કોરોના વાયરસના 8 હજારથી વધારે નવા મામલા સામે આવ્યા. જેમાં રાજ્યમાં સંક્રમણના કુલ મામલા વધીને 21, 29, 821 સુધી પહોંચી ગઈ. રાજ્યમાં કાલે  8702 નવા મામલા સામે આવ્યા છે. જ્યારે બુધવારે 8,807 નવા મામવા સામે આવ્યા હતા. સંક્રમણથી 56 વધુ દર્દીઓના મોત થવાથી રાજ્યમાં મૃતકોની સંખ્યા 51, 993 થઈ ગઈ.

લગભગ દોઢ કરોડ લોકોને રસી લાગી

25 ફેબ્રુઆરી સુધી દેશભરમાં 1 કરોડ 34 લાખ 72 હજાર 643 સ્વાસ્થ્યકર્મી અને કોરોના યોદ્ધાઓને કોવિડ 19ની રસી લગાવવામાં આવી છે. ગત દિવસોમાં 8 લાખ 1 હજાર 480 લોકોને રસી લાગી. એક દિવસમાં અત્યાર સુધી સૌથી વધારે લોકોને રસી લાગવાની આ સૌથી મોટી સંખ્યા છે. રસીનો બીજો ડોઝ આપવાનું અભિયાન 13 ફેબ્રુઆરીએ શરુ થયુ હતુ. સરકારે નિર્ણય કર્યો છે કે 60 વર્ષથી વધારે ઉંમરના લોકો અને અન્ય બીજી બિમારીથી ગ્રસ્ત 45 વર્ષથી વધારે ઉમંરના લોકોને 1 માર્ચથી કોરોનાની રસી સરકારી કેન્દ્રો પર નિશુલ્ક લગાવવામાં આવશે.  ICMRના અનુસાર 25 ફેબ્રુઆરી સુધી કોરોના માટે કુલ 21 કરોડ 46 લાખ 61 હજાર 465 કોરોનાના સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા. જેમાંથી 8,31,807 સેમ્પલ ટેસ્ટ કરવામાં  આવ્યા.

કેટલાક રાજ્યોમાં કોરોનાથી એક પણ મોત નથી

કોરોનાથી ગચ 24 કલાકમાં દેશમાં 120 કોરોના સંક્રમિતોના મોત થયા છે. સૌથી વધારે મોત મહારાષ્ટ્રમાં થયા છે. પરંતુ દેશના કેટલાક રાજ્ય એવા પણ છે જ્યાં કોરોનાથી એક સંક્રમિત વ્યક્તિનું મોત નહી થઈ શકે. આ જાણકારી સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી જારી તાજા આંકડામાંથી માહિતી મળી છે. આ કેટલાક રાજ્યો છે અંડમાન તતા નિકોબાર દ્વીપ ગ્રુપ,  અરુણાચલ પ્રદેશ, આસામ, દાદરા નગર હવેલી અને દમન દીવ, કર્ણાટક, લદ્દાખ, લક્ષદ્વીપ, મેઘાલય, મિજોરમ, નાગાલેન્ડ, સિક્કિમ, ત્રિપુરા વગેરે.

રિકવરીમાં દુનિયામાં અમેરિકા બાદ સૌથી વધારે ભારતનું નામ આવે છે

એક્ટિવ કેસના મામલામાં દુનિયામાં ભારત હવે 14માં સ્થાન પર આવ્યું છે. કોરોના સંક્રમિતોની સંખ્યાના હિસાબથી ભારત દુનિયાનો સૌથી વધારે અસરગ્રસ્ત દેશ છે. રિકવરીમાં દુનિયામાં અમેરિકા બાદ સૌથી વધારે ભારતનું નામ આવે છે. મોતના મામલામાં અમેરિકા, બ્રાઝિલ અને મેક્સિકો બાદ ભારતનો નંબર છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ