બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

VTV / વિશ્વ / India china clash 40 chinese soldiers including commandig officer killed

બોર્ડર વિવાદ / ભારત-ચીન વચ્ચે થયેલા ઘર્ષણમાં ચીનને ભારે નુકસાન, કમાન્ડિંગ ઓફિસર સહિત 40 સૈનિકોના મૃત્યુ: સૂત્ર

Divyesh

Last Updated: 01:52 PM, 17 June 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

લાઇન ઓફ એક્ચુઅલ કંટ્રોલ (LAC) પર ભારત અને ચીનની સેના વચ્ચે અથડામણને લઇને મોટા સમાચાર આવી રહ્યાં છે. અથડામણ દરમિયાન ચીનના કમાન્ડિંગ ઓફિસરનું મૃત્યું થયું છે. સૂત્રોના જણાવ્યાં અનુસાર આ અથડામણમાં ચીનની સેનાના 40થી વધારે સૈનિકોના મૃત્યું થયા હોવાના અહેવાલ પ્રાપ્ત થઇ રહ્યાં છે. જ્યારે બીજી તરફ શ્રીનગર-લેહ હાઇવે લોકોની અવરજવર માટે બંધ કરવામાં આવ્યો છે.

  • હિંસક ઝડપમાં ચીનની સેનાના કમાન્ડિંગ ઓફિસરનું પણ થયું મૃત્યું
  • સૂત્રોના જણાવ્યા મુજબ ચીનના 40થી વધારે સૈનિકના મૃત્યું થયાં

જ્યારે બીજી તરફ LAC પર ચીનની અવળચંડાઇ જારી છે. ગઇકાલથી સતત વાતચીત ચાલી છે, જો કે તેમ છતાં ચીન પોતાનું વલણ કડક રાખી રહ્યું છે. LAC પર સતત તણાવ બનેલો જોવા મળી રહ્યો છે. ભારતીય સેનાએ લદ્દાખ સિવાય LAC સિવાયના ભાગ પર સેનાને એલર્ટ કરી દીધી છે. શ્રીનગર-લેહ હાઇવે સામાન્ય જનતા માટે બંધ કરી દેવામાં આવ્યો છે. 

સૂત્રોને મળેલી જાણકારી મુજબ આ હિંસક અથડામણમાં ચીનની સેનાને ભારે નુકસાન પહોંચ્યું છે. ગલવાનની ઉપર ચીનના હેલિકોપ્ટર ઉડતા જોવા મળ્યાં છે. ગલવાન નદીના કિનારે ચીનની પોસ્ટ પર એમ્બ્યુલેન્સની અવરજવર પણ જોવા મળી. સૂત્રોના જણાવ્યાં અનુસાર આ અથડામણમાં ચીનના અંદાજે 40થી વધારે સૈનિકના મૃત્યુ થયા છે. 

ચીનના સૈનિકોના મોત પરંતુ ડ્રેગન સ્વીકારવા તૈયાર નહીં

પૂર્વ લદ્દાખની ગલવાન ઘાટીમાં ચીન સાથે થયેલી હિંસક અથડામણમાં ભારતના ઓછામાં ઓછા 20 જવાન શહીદ થયા છે. જ્યારે આ અથડામણમાં ચીનને પણ ભારે નુકસાન પહોંચ્યું છે. જેમાં ચીનના પણ 43 સૈનિકો ઇજાગ્રસ્ત કે મૃત્યુ પામ્યા છે તેવા સૂત્રો દ્વારા સમાચાર મળ્યાં છે. આ વચ્ચે LACની બીજી તરફ ચીનના હેલિકોપ્ટર જોવા મળ્યાં છે. સૂત્રોને મળતી જાણકારી મુજબ આ હેલિકોપ્ટરમાં મૃત અને ઘાયલ સૈનિકોને એરલિફ્ટ કરવામાં આવી રહ્યાં છે. જો કે ચીની મીડિયામાં તેમના સૈનિકોના મોતને લઈને કોઈ ખબર છપાઈ ન હતી અને માત્ર અથડામણ થઈ હતી તેવું કવરેજ કરાયું હતું. 

સોમવારે રાતે થયેલી હિંસક અથડામણમાં ભારતના 20 જવાન શહીદ

LAC પર સોમવારે ચીન સાથે થયેલી હિંસક અથડામણમાં ભારતના 20 જવાનો શહીદ થયા છે તેવું સરકારી સૂત્રો દ્વારા જાણવા મળ્યું હતું ત્યાર બાદ ભારતીય સેનાએ પણ આ વાતની પુષ્ટિ કરી હતી. અગાઉ મંગળવારે બપોરે સત્તાવાર રીતે એક ઓફિસર અને 2 જવાનો શહીદ થયા હોવાની ખબર સામે આવી હતી ત્યારે હવે સત્તાવાર રીતે પ્રાપ્ત થયેલી જાણકારી મુજબ આ હિંસક અથડામણમાં 20 જવાનો શહીદ થયા છે. સોમવાર રાત્રે બંને દેશો વચ્ચે સેનાઓની વચ્ચે હિંસક અથડામણ દરમ્યાન આ ઘટના બની હતી. આ ઘટના ત્યારે બની જ્યારે સોમવારે રાતે ગલવાન ઘાટી પાસે બંને દેશો વચ્ચે વાતચીત બાદ સ્થિતિ સામાન્ય થવા તરફ વધી રહી હતી. 

જવાનોની શહાદત દેશ નહીં ભૂલે : રાજનાથ સિંહ

ભારત અને ચીનની સરહદ પર ગલવાન ઘાટીમાં શહીદ થયેલા ભારતના 20 જવાનોને રક્ષામંત્રી રાજનાથસિંહે શ્રદ્ધાંજલી આપી છે. રક્ષામંત્રી રાજનાથસિંહે પોતાના ટ્વિટ પરથી નિવેદન જારી કર્યું છે. રાજનાથસિંહે લખ્યું કે ગલવાન ઘાટીમાં સેનાના જવાનોએ પોતાની ફરજ નિભાવતાં પોતાનો જીવ આપ્યો છે, દેશ તેમના બલિદાનને ક્યારેય ભુલી નહીં શકે. રાજનાથસિંહે ટ્વિટ કરી લખ્યું છે કે ગલવાન ઘાટીમાં સૈનિકોને ગુમાવવા દર્દનાક છે. આપણા સૈનિકોએ પોતાની ફરજ નિભાવતા દેશ માટે જીવ આપ્યો છે. દેશ તેમના બલિદાનને ક્યારેય ભૂલી શકશે નહીં.

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ