બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન

logo

લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું

logo

લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

logo

લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી

VTV / ભારત / વિશ્વ / India bought oil from UAE for the first time by giving rupees

કવાયત / ડોલરના દિવસો ગયા...! ભારતની ઐતિહાસિક છલાંગ, ભારતે પહેલીવાર UAEથી રૂપિયા આપીને ખરીદ્યું તેલ, જાણૉ શું થશે લાભ

Priyakant

Last Updated: 11:18 AM, 26 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Dollar vs Rupees Latest News: આ પગલું મુખ્યત્વે દ્વિપક્ષીય વેપારમાં ભારતીય રાષ્ટ્રીય ચલણ રૂપિયાના ઉપયોગને પ્રોત્સાહન આપવા માટે એક મોટી પહેલ

  • ભારતીય ચલણને મજબૂત બનાવવાની દિશામાં ભારતનું મોટું પગલું
  • ભારતે પ્રથમ વખત UAEને ક્રૂડ ઓઈલની ખરીદી માટે રૂપિયામાં ચૂકવણી કરી
  • દ્વિપક્ષીય વેપારમાં ભારતીય રાષ્ટ્રીય ચલણ રૂપિયાના ઉપયોગને પ્રોત્સાહન આપવા માટે મોટી પહેલ 

Dollar vs Rupees : ભારતીય ચલણને મજબૂત બનાવવાની દિશામાં ભારતે એક મોટું પગલું ભર્યું છે. આ ઐતિહાસિક પગલામાં અને ભારતીય ચલણને મજબૂત બનાવવાની દિશામાં આગળ વધતા ભારતે પ્રથમ વખત UAEને ક્રૂડ ઓઈલની ખરીદી માટે રૂપિયામાં ચૂકવણી કરી છે. આ પગલું મુખ્યત્વે દ્વિપક્ષીય વેપારમાં ભારતીય રાષ્ટ્રીય ચલણ રૂપિયાના ઉપયોગને પ્રોત્સાહન આપવા માટે એક મોટી પહેલ છે. ભારત તેની 85 ટકાથી વધુ તેલની જરૂરિયાતોને પહોંચી વળવા માટે આયાત પર નિર્ભર છે. આ માટે તેણે મોટા પ્રમાણમાં ડોલરમાં ચૂકવણી કરવી પડશે.

ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન (IOC) એ અબુ ધાબી નેશનલ ઓઈલ કંપની (ADNOC) પાસેથી 1 મિલિયન બેરલ ક્રૂડ ઓઈલની ખરીદી માટે ભારતીય રૂપિયામાં ચૂકવણી કરી છે.આ સિવાય રશિયાથી આયાત થતા ક્રૂડ ઓઈલનો અમુક હિસ્સો પણ રૂપિયામાં ચૂકવવામાં આવ્યો છે. નોંધનિય છે કે, ભારતે જુલાઈમાં અબુ ધાબી નેશનલ ઓઈલ કંપની પાસેથી ક્રૂડ ઓઈલની ખરીદીના બદલામાં ભારતીય રૂપિયામાં પેમેન્ટ કરવા માટે સંયુક્ત આરબ અમીરાત સાથે કરાર કર્યો હતો. ભારતીય અધિકારીઓએ જણાવ્યું હતું કે, તે અન્ય સપ્લાયર્સ સાથે સમાન સોદાની શોધમાં છે.

ડૉલરનું વર્ચસ્વ સમાપ્ત થશે ? 
વૈશ્વિક અર્થતંત્રમાં ડૉલરના વર્ચસ્વને પડકારવાના ઉદ્દેશ્ય સાથે ભારત જેવા ઘણા દેશો વેપાર માટે યુએસ ડૉલરનો ઉપયોગ કરવાથી દૂર જઈ રહ્યા છે અને તેના બદલે સ્થાનિક ચલણમાં વ્યવહાર કરવા માટે સંમત થઈ રહ્યા છે. આ શ્રેણીમાં વેપાર કરાર હેઠળ નવી દિલ્હી હવે UAE અને સાઉદી અરેબિયાના તેલ નિકાસકારો સાથે રૂપિયામાં ચુકવણી કરવા માટે વાતચીત કરી રહી છે. તાજેતરના મીડિયા અહેવાલો કહે છે કે,  ભારત રશિયન તેલની ખરીદી માટે ભારતીય રૂપિયામાં ચૂકવણી કરવાનો પણ પ્રયાસ કરી રહ્યું છે. જોકે હજુ સુધી કોઈ સત્તાવાર પુષ્ટિ નથી.

આવું કેમ કરી રહ્યું છે ભારત ?
ભારતની મધ્યસ્થ બેંક, ભારતીય રિઝર્વ બેંક (RBI) એ ક્રોસ બોર્ડર પેમેન્ટ્સમાં રૂપિયાના ઉપયોગને પ્રોત્સાહન આપવાના પ્રયાસમાં છેલ્લા ત્રણ વર્ષમાં એક ડઝનથી વધુ આંતરરાષ્ટ્રીય બેંકોને રૂપિયામાં વેપાર કરવાની મંજૂરી આપી છે. આરબીઆઈ અત્યાર સુધીમાં 22 દેશો સાથે રૂપિયામાં વેપાર કરવા માટે સંમત થઈ છે. વાસ્તવમાં આમ કરવાથી માત્ર ભારતીય ચલણનું પરિભ્રમણ વૈશ્વિક બનશે એટલું જ નહીં, પરંતુ રૂપિયાનું આંતરરાષ્ટ્રીયકરણ ડોલરની માંગ ઘટાડવામાં પણ મદદ કરશે. આ સાથે વૈશ્વિક ચલણમાં ઘટાડાથી ભારતીય અર્થતંત્રને ઓછી અસર થશે. તેલની ખરીદી માટે ડોલરમાં ચૂકવણી કરવાની પરંપરા 1970ના દાયકાથી ચાલી રહી છે.

શું છે ભૌગોલિક રાજકીય કારણો ? 
ભારતનો તેની રાષ્ટ્રીય ચલણમાં ચૂકવણી કરવાનો નિર્ણય ભૌગોલિક રાજકીય અને આર્થિક તણાવ વચ્ચે આવે છે, કારણ કે યુએસએ રશિયા અને ઈરાન સાથે ડોલરમાં વેપાર પર એકપક્ષીય પ્રતિબંધ મૂક્યો છે. મહત્વનું છે કે, આ પહેલા પણ ડિસેમ્બરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીઅને કેન્યાના રાષ્ટ્રપતિ વિલિયમ રુટોએ તેમના દેશોની સંબંધિત એજન્સીઓને ભારતીય રૂપિયાનો ઉપયોગ કરવા અને બંને દેશો વચ્ચે વિકાસ પરિયોજનાઓ માટે ધિરાણ લાગુ કરવા માટે કામ કરવાનો નિર્દેશ આપ્યો હતો.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ