બ્રેકિંગ ન્યુઝ

logo
logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

VTV / ગુજરાત / રાજકોટ / India-Australia cricket team has reached Rajkot, ODI match will be played at SCA Stadium on 27

VIDEO / ભારતીય ક્રિકેટ ટીમ પહોંચી રાજકોટ, સૈયાજી હોટલ પર ગરબાના તાલે કરાયું ભવ્ય સ્વાગત, ક્રિકેટ રસિકોનો જમાવડો

Dinesh

Last Updated: 11:41 PM, 25 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

rajkot news : ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની વન-ડે મેચને લઈ સૌરાષ્ટ્રમાં ક્રિકેટ ફીવર જોવા મળી રહ્યો છે, ત્યારે આજે બંન્ને ટીમ રાજકોટ ખાતે આવી પહોંચી છે

 

  • ભારત-ઓસ્ટ્રેલિયા ક્રિકેટ ટીમ પહોંચી રાજકોટ 
  • ભારતની ટીમને સૈયાજી હોટલમાં 70 રૂમ ફાળવવામાં આવ્યા 
  • 27 તારીખે SCA સ્ટેડિયમ ખાતે રમાશે વનડે મેચ


IND vs AUS : રાજકોટમાં ભારત-ઓસ્ટ્રેલિયાની ક્રિકેટ ટીમ પહોંચી છે. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની વન-ડે મેચને લઈ સૌરાષ્ટ્રમાં ક્રિકેટ ફીવર જોવા મળી રહ્યો છે, ત્યારે આજે બંન્ને ટીમ રાજકોટ ખાતે આવી પહોંચી છે. ભારતની ટીમ સૈયાજી હોટલમાં રોકાઈ છે જ્યારે ઓસ્ટ્રેલિયાની ટિમ ફોરચ્યુન હોટલ ખાતે આવી પહોંચી હતી.

ખેલાડીઓનું ભવ્ય સ્વાગત 
સિરીઝની ત્રીજી અને અંતિમ મેચ રાજકોટ ખાતે 27 સપ્ટેમ્બરના રોજ રમાવાની છે.ત્યારે આજે બંન્ને ટીમો રાજકોટ ખાતે આવી પહોંચી છે. જ્યાં બંન્ને ટિમનું હોટલ ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું છે.  સયાજી હોટલ ખાતે રેડ કાર્પેટ પાથરવામાં આવી હતી તેમજ ટીમના ખેલાડીઓને મોમેન્ટો આપી સ્વાગત કરવામાં આવ્યું હતું. 

હોટલ બહાર ક્રિકેટ રસિકો પહોંચ્યા
ક્રિકેટરોની ઝલક જોવા મોટે મોટી સંખ્યામાં હોટલ બહાર ક્રિકેટ રસિકો પહોંચ્યા હતા. અત્રે જણાવીએ કે, સિરીઝની બે મેચ ભારત વિજય બન્યું છે જ્યારે રાજકોટના SCA સ્ટેડિયમ ખાતે ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે 27 તારીખે ત્રીજી અને અંતિમ મેચ રમાવાની છે. 

ટીમ ઇન્ડિયાને 70 રૂમ ફાળવવામાં આવ્યા
વિગતો મુજબ ટીમ ઇન્ડિયાને 70 રૂમ ફાળવવામાં આવ્યા છે. ટીમ ઇન્ડિયાના કેપ્ટન અને કોચને સ્પેશિયલ પ્રેસિડેન્શિયલ સ્યૂટ રૂમ આપવામાં આવ્યો છે. જે અનેક સુવિધાથી સુસજ્જ છે. અત્રે જણાવીએ કે, વિરાટ કોહલીને 801 નંબરનો રૂમ આપવામાં આવ્યો છે. ખેલાડીઓને રૂમની અંદર 40 MBPS ઈન્ટરનેટ સ્પીડ, જાકુઝી બાથ, વન કિંગ સાઈઝ બેડ, મિટિંગ રૂમ અને સાઉન્ડપ્રૂફ રૂમ સહિતની સુવિધા આપવામાં આવી છે.


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ