બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / ind vs aus t20 series yuzvendra chahal sanju samson these 5 players did not get chance

IND vs AUS T20 series / ચહલથી લઇને સૈમસન..., એવાં 5 ખેલાડીઓ કે જેઓને ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ T20 સીરિઝમાં રમવાનો મોકો ન મળ્યો

Manisha Jogi

Last Updated: 10:33 AM, 21 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે હવે T20 સીરિઝ રમવામાં આવશે, આ સીરિઝની પ્રથમ T20 મેચ વિશાખાપટ્ટનમમાં રમાશે. આ પાંચ ખેલાડીઓને T20 સીરિઝમાં રમવા માટેનો મોકો આપવામાં આવ્યો નથી.

  • ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે T20 સીરિઝ રમાશે
  • આ પાંચ ખેલાડીઓને ટીમમાં ના મળ્યું સ્થાન
  • સીરિઝની પ્રથમ T20 મેચ વિશાખાપટ્ટનમમાં રમાશે

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે હવે T20 સીરિઝ રમવામાં આવશે, આ સીરિઝની પ્રથમ T20 મેચ વિશાખાપટ્ટનમમાં રમાશે. સિલેક્ટર્સે આ સીરિઝ માટે ભારતીય ટીમની જાહેરાત કરી છે. હાર્દિક પંડ્યા હાજર ના હોવાને કારણે સૂર્યકુમાર યાદવને ટીમની કમાન સોંપવામાં આવી છે. ઋતુરાજ ગાયકવાડ વાઇસ કેપ્ટન બનાવવામાં આવ્યા છે. અનુભવી લેગ સ્પિનર યુઝવેન્દ્ર ચહલ, ફાસ્ટ બોલર ભુવનેશ્વર કુમાર, રિયાન પરાગ, અભિષેક શર્મા અને સંજૂ સૈમસનને ટીમમાં જગ્યા આપવામાં આવી નથી. ભુવીએ સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં શાનદાર બોલિંગ કરી હતી, જ્યારે રિયાને સતત 7 અડધી સદી ફટકારી હતી.

સિલેક્ટર્સે આયર્લેન્ડ પ્રવાસ અને એશિયન ગેમ્સમાં સારું પ્રદર્શન કરનાર ખેલાડીઓ પર પસંદગી ઉતારી છે. ઋતુરાજ ગાયકવાડની કેપ્ટનશીપમાં ભારતીય ટીમે ચીનમાં યોજાયેલ એશિયન ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં શાનદાર પ્રદર્શન કરનાર અનુભવી ફાસ્ટ બોલર ભુવનેશ્વર કુમાર, રિયાન પરાગ અને અભિષેક શર્માને નજરઅંદાજ કરવામાં આવ્યા છે.

ભુવી- મુશ્તાક  અલી ટ્રોફીમાં 16 વિકેટ લીધી
બંને બાજુથી બોલને સ્વિંગ કરનારા ભુવનેશ્વર કુમારે સૈયદ મુશ્તાક અલી T20 ટ્રોફીમાં શાનદાર બોલિંગ કરી હતી અને 16 વિકેટ લીધી હતી. સિનિયર બોલરોને આરામ આપ્યા પછી ભુવી હોમ સીરિઝમાં વાપસી કરશે તેવું લાગી રહ્યું હતું, પરંતુ ભુવીને તક આપવામાં આવી નથી. ભુવી પાસે પહેલા જેવી સ્પીડ નહોતી. ભુવી હાલમાં 130 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે બોલિંગ કરી રહ્યો છે.

રિયાન પરાગ- 510 રન સાથે ટોપ સ્કોરર
રિયાન પરાગે સૈયદ મુશ્તાક અલી T20 ટ્રોફીમાં શાનદાર બેટિંગ કરી હતી. સતત 7 મેચમાં સાત અડધી સદી ફટકારી હતી. તેમ છતાં ટીમમાં સ્થાન આપવામાં આવ્યું નથી. રિયાને બિહાર સામે 61 રનની ઇનિંગ રમી હતી, સર્વિસિઝ સામે અણનમ 76 રન કર્યા, સિક્કિમ સામે 53 રને અણનમ, હિમાચલ પ્રદેશ સામે 72 રન, મેચમાં કેરળ સામે 57 રને અણનમ અને બંગાળ સામે 50 રને અણનમ રહ્યો હતો અને સતત 6 અડધી સદી ફટકારીને વિરેન્દ્ર સેહવાગનો રેકોર્ડ તોડી દીધો હતો. સૈયદ મુશ્તાક અલી ટ્રોફીની 10 મેચોમાં 182ના સ્ટ્રાઈક રેટથી સૌથી વધુ 510 રન કર્યા હતા.

ચહલને સ્થાન ના મળ્યું
T20માં ભારત માટે સૌથી વધુ વિકેટ લેનાર અનુભવી લેગ સ્પિનર યુઝવેન્દ્ર ચહલને પ્રથમ ODI વર્લ્ડ કપમાં સ્થાન આપવામાં આવ્યું નહોતું. ઓસ્ટ્રેલિયા સામેની T20 સીરિઝની ટીમમાં પણ સ્થાન આપવામાં આવ્યું નથી. ચહલની જગ્યાએ રવિ બિશ્નોઈને ટીમમાં જગ્યા મળી છે. લેફ્ટ આર્મ સ્પિન બોલર પંજાબના અભિષેક શર્માને પણ ટીમમાં જગ્યા મળી નથી. અભિષેકે સૈયદ મુશ્તાક અલી ટ્રોફીની 10 મેચમાં 485 રન બનાવ્યા હતા. અભિષેકે સૈયદ મુશ્તાક અલી ટ્રોફીની 10 મેચમાં 485 રન બનાવ્યા હતા.

સંજૂ સૈમસનની જગ્યાએ જિતેશને મળ્યું સ્થાન
વિકેટકીપર બેટ્સમેન સંજૂ સૈમસન સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં કંઈ ખાસ પ્રદર્શન કરી શક્યો નથી છે. સંજુએ કેરળ તરફથી 8 મેચમાં 138 રન કર્યા હતા અને 2 અડધી સદી પણ ફટકારી હતી સંજૂ સૈમસનના સ્થાને જીતેશ શર્માને ટીમમાં શામેલ કરવામાં આવ્યા છે. સંજૂ સૈમસનને એશિયા કપ, એશિયન ગેમ્સ અને વર્લ્ડ કપમાં પણ સ્થાન આપવામાં આવ્યું નહોતું.

સંકળાયેલા મુદ્દાઓ

Bhuvneshwar Kumar Riyan Parag Sanju Samson T20 Series Yuzvendra Chahal abhishek Sharma ind vs aus t20 series ind vs aus t20 series team india vs australia indian t20 team IND vs AUS T20 series
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ