ઈન્દોરમાં રમાયેલી બીજી ODI મેચ દરમિયાન 31મી ઓવરમાં શ્રેયસ અય્યર એક નહીં પરંતુ બે વખત આઉટ થયો હતો. મેદાન છોડીને ગયા બાદ થર્ડ અમ્પાયરે અય્યરને મેદાન પર ફરી બોલાવ્યો.
ભારતે ઓસ્ટ્રેલિયાને બીજી વન-ડેમાં હરાવ્યું
અય્યર એક નહીં પરંતુ બે વખત આઉટ થયો!
મેદાન છોડીને ગયા બાદ થર્ડ અમ્પાયરે ફરી બોલાવ્યો
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાયેલી બીજી વનડે મેચ દરમિયાન ટીમ ઈન્ડિયાએ ઘણા રેકોર્ડ બનાવ્યા. ભારતીય બેટ્સમેન શુભમન ગિલ , સૂર્યકુમાર યાદવ અને રવિચંદ્રન અશ્વિને ઘણા વ્યક્તિગત રેકોર્ડ બનાવ્યા, જ્યારે ટીમ ઈન્ડિયાએ ઓસ્ટ્રેલિયા સામે 399/5નો સ્કોર કરીને તેનો સર્વોચ્ચ ODI સ્કોર નોંધાવ્યો. દરમિયાન, ભારતીય મિડલ ઓર્ડર બેટ્સમેન શ્રેયસ અય્યર સાથે કંઈક એવું બન્યું જે ક્રિકેટના મેદાનમાં ભાગ્યે જ બને છે.
Shreyas Iyer is adjudged Player of the Match for his fantastic knock of 105 runs as #TeamIndia win by 99 runs (D/L) method.
અય્યર એક નહીં પરંતુ બે વખત આઉટ થયો!
ઈન્દોરના હોલકર સ્ટેડિયમમાં રમાયેલી બીજી ODI મેચ દરમિયાન ભારતીય ઇનિંગ્સની 31મી ઓવરમાં અય્યર એક નહીં પરંતુ બે વખત આઉટ થયો હતો. જેના કારણે ભારતીય કેપ્ટન કેએલ રાહુલને બે વખત પેવેલિયન અને ગ્રાઉન્ડની આસપાસ જવું પડ્યું હતું.
શ્રેયસ અય્યર મેદાન છોડીને ગયા બાદ થર્ડ અમ્પાયરે ફરી બોલાવ્યો
થયું એવું કે ફાસ્ટ બોલર સીન એબોટની ઓવરના ત્રીજા બોલ પર શ્રેયસ અય્યરે હવામાં શોટ રમ્યો હતો જે બોલરે કેચ કરી લીધો હતો. આ પછી મેદાન પરના અમ્પાયરે શ્રેયસ અય્યરને આઉટ જાહેર કર્યો હતો. શ્રેયસ અય્યર આઉટ થયા બાદ મેદાન છોડી ગયો હતો અને કેએલ રાહુલ બેટિંગ કરવા મેદાનમાં આવ્યો હતો. પરંતુ આ પછી થર્ડ અમ્પાયરે રિપ્લેમાં જોયું કે એબોટે કેચ લીધા બાદ બોલ જમીનને સ્પર્શી ગયો હતો એટલે કે કેચ સાચો નહોતો અને અય્યરને જીવનદાન મળ્યું હતું.
અય્યર આ મોકાનો વધુ ફાયદો ઉઠાવી ન શક્યો
ત્રીજા અમ્પાયરના આદેશ પર, ફિલ્ડ અમ્પાયરે પોતાનો નિર્ણય પાછો ખેંચી લીધો અને અય્યરેને ડગઆઉટમાંથી બોલાવવામાં આવ્યો. જે બાદ કેએલ રાહુલને પેવેલિયન પરત ફરવું પડ્યું હતું. જો કે, અય્યર આ મોકાનો વધુ ફાયદો ઉઠાવી શક્યો ન હતો અને એબોટની ઓવરના પાંચમા બોલ પર ડીપમાં મેથ્યુ શોર્ટના હાથે કેચ આઉટ થયો હતો, પરંતુ આઉટ થતા પહેલા શ્રેયસ અય્યરે 90 બોલમાં 11 ચોગ્ગા અને 3 છગ્ગાની મદદથી 105 રન બનાવ્યા હતા. અય્યરે ગિલ સાથે મળીને બીજી વિકેટ માટે 200 રનની ભાગીદારી કરી હતી.
ઓસ્ટ્રેલિયા સામે વનડે ક્રિકેટમાં ભારતીય ટીમનો આ અત્યાર સુધીનો સૌથી મોટો સ્કોર
ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ભારતીય ટીમે 5 વિકેટે 399 રનનો મોટો સ્કોર બનાવ્યો હતો. ઓસ્ટ્રેલિયા સામે વનડે ક્રિકેટમાં ભારતીય ટીમનો આ અત્યાર સુધીનો સૌથી મોટો સ્કોર છે. નવેમ્બર 2013માં બેંગલુરુ વનડેમાં પ્રથમ ટીમે 6 વિકેટે 283 રન બનાવ્યા હતા. ઈન્દોર વનડેમાં ભારતીય ટીમે 2 સદી ફટકારી હતી. શ્રેયસ અય્યરે 105 રનની શાનદાર ઇનિંગ રમી હતી અને શુભમન ગિલે 104 રનની શાનદાર ઇનિંગ રમી હતી. તેના સિવાય સૂર્યકુમાર યાદવે અણનમ 72 રન બનાવ્યા હતા. જ્યારે કેપ્ટન કેએલ રાહુલે 52 રનની ઇનિંગ રમી હતી. ઓસ્ટ્રેલિયા તરફથી ઝડપી બોલિંગ ઓલરાઉન્ડર કેમરોન ગ્રીને 2 વિકેટ ઝડપી હતી.