બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન

logo

લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું

logo

લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

logo

લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી

VTV / ભારત / Increase in the price of commercial LPG cylinders

LPG Price Hike / માર્ચના પહેલા દિવસે જ મોંઘવારીનો ઝટકો, સતત બીજા મહિને કોમર્શિયલ LPG સિલિન્ડરના ભાવમાં વધારો ઝીંકાયો

Priyakant

Last Updated: 08:19 AM, 1 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

LPG Price Hike Latest News: માર્ચ મહિનાના પ્રથમ દિવસે જ એટલે કે 1 માર્ચે જ LPG ગેસ સિલિન્ડરની કિંમતને લઈ મોટા સમાચાર

LPG Price Hike : 2024ના માર્ચ મહિનાના પ્રથમ દિવસે જ એટલે કે 1 માર્ચે જ LPG ગેસ સિલિન્ડરની કિંમતને લઈ મોટા સમાચાર સામે આવ્યા છે. વાત જાણે એમ છે કે, LPG ગેસ સિલિન્ડરની કિંમતમાં ફરી એકવાર વધારો કરવામાં આવ્યો છે. મતલબ કે 1 માર્ચ 2024થી સિલિન્ડર મોંઘું થઈ ગયું છે. જોકે ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ ફરી એકવાર કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં વધારો કર્યો છે. દિલ્હીમાં તે 25 રૂપિયા મોંઘો થયો છે, જ્યારે મુંબઈમાં તે 26 રૂપિયા મોંઘો થયો છે.  

શું છે 19 કિલોના સિલિન્ડરના નવા દર ?
ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ સતત બીજા મહિને 19 કિલોના કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં વધારો કરીને મોંઘવારીને આંચકો આપ્યો છે. ગયા મહિને બજેટના દિવસે એટલે કે 1 ફેબ્રુઆરી 2024ના રોજ તેમાં 14 રૂપિયાનો વધારો કર્યા બાદ હવે સિલિન્ડરની કિંમતમાં એકવાર 25 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. બદલાયેલા દરો IOCLની વેબસાઇટ પર જાહેર કરવામાં આવ્યા છે, જે આજથી એટલે કે 1 માર્ચ, 2024થી લાગુ થશે. નવા દર મુજબ રાજધાની દિલ્હીમાં કોમર્શિયલ સિલિન્ડર 1795 રૂપિયામાં મળશે, જ્યારે કોલકાતામાં આ સિલિન્ડર હવે 1911 રૂપિયા થઈ ગયો છે. મુંબઈમાં કોમર્શિયલ સિલિન્ડરનો ભાવ વધીને 1749 રૂપિયા થઈ ગયો છે, જ્યારે ચેન્નાઈમાં તે વધીને 1960.50 રૂપિયા થઈ ગયો છે. 

ફેબ્રુઆરીમાં કેટલી હતી સિલિન્ડરની કિંમત ? 
અગાઉના ફેરફારો હેઠળ દિલ્હીમાં 19 કિલોના કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમત 1755.50 રૂપિયાથી વધારીને 1769.50 રૂપિયા કરવામાં આવી હતી. અન્ય મેટ્રોસિટીની વાત કરીએ તો કોલકાતામાં એક સિલિન્ડરની કિંમત 1869.00 રૂપિયાથી વધારીને 1887 રૂપિયા કરવામાં આવી છે. કોમર્શિયલ સિલિન્ડર જે પહેલા મુંબઈમાં 1708 રૂપિયામાં મળતું હતું તે હવે 1723 રૂપિયામાં ઉપલબ્ધ છે. જ્યારે ચેન્નાઈમાં તેની કિંમત 1924.50 રૂપિયાથી વધીને 1937 રૂપિયા થઈ ગઈ હતી.

File Photo

સિલિન્ડરના ભાવમાં ક્યારે રાહત મળી?
એક તરફ કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવ સતત બે મહિનાથી વધી રહ્યા છે, તો બીજી તરફ વર્ષ 2024ની શરૂઆતમાં એટલે કે પહેલી જાન્યુઆરીએ થોડી રાહત મળી હતી. 1 જાન્યુઆરી 2024ના રોજ કંપનીઓએ 19 કિલોગ્રામના સિલિન્ડરની કિંમતમાં થોડી રાહત આપી હતી. ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ 19 કિલોના કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં ઘટાડો કર્યો હતો. જે બાદ દિલ્હીથી મુંબઈ સુધીનો પહેલો કોમર્શિયલ ગેસ સિલિન્ડર 1.50 રૂપિયાથી 4.50 રૂપિયા સસ્તો થયો છે. ગયા મહિને કરવામાં આવેલા ઘટાડા બાદ 19 કિલોના સિલિન્ડરની કિંમત દિલ્હીમાં 1755.50 રૂપિયા અને મુંબઈમાં 1708 રૂપિયા થઈ ગઈ છે.

વધુ વાંચો: ઢાકામાં સાત માળની બિલ્ડીંગમાં લાગી ભયંકર આગ, અત્યાર સુધી 43 લોકોનાં મોત

ઘરેલું ગેસ સિલિન્ડરના ભાવ સ્થિર 
અ તરફ ઘરેલુ ગેસ સિલિન્ડરના ભાવમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. જ્યારે કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે, ત્યારે ઘરેલું ગેસ સિલિન્ડરના ભાવ સ્થિર છે. 14.2 kg LPG સિલિન્ડરની કિંમત દિલ્હીમાં 903 રૂપિયા, કોલકાતામાં 929 રૂપિયા, મુંબઈમાં 902.50 રૂપિયા અને ચેન્નાઈમાં 918.50 રૂપિયામાં ઉપલબ્ધ છે. ઘરેલું ગેસ સિલિન્ડરની કિંમતો લાંબા સમયથી સ્થિર છે.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ