ન્યૂઝ અપડેટ્સ
VTV / ભારત / A terrible fire broke out in a seven-storey building in Dhaka the capital of Bangladesh
Last Updated: 08:43 AM, 1 March 2024
ADVERTISEMENT
બાંગ્લાદેશની રાજધાની ઢાકામાં સાત માળની ઈમારતમાં લાગેલી આગમાં અત્યાર સુધીમાં 43 લોકોના મોત થયા છે જ્યારે 22 લોકો ઘાયલ થયા છે. ઘાયલોની હાલત ગંભીર હોવાનું કહેવાય છે. સાત માળની ઇમારતના પહેલા માળે આવેલી રેસ્ટોરન્ટમાં ગુરુવારે રાત્રે 9.50 કલાકે આગ લાગી હતી. થોડી જ વારમાં આગ બિલ્ડિંગના ઉપરના માળ તરફ પણ ફેલાઈ ગઈ હતી.
ADVERTISEMENT
વધુ વાંચોઃ લીપ ડે બર્થડે : શું ભારતના PM મોરારજી દેસાઈ પોતાનું મૂત્ર પીતાં હતા? USમાં કહી હતી સચ્ચાઈ
એક અધિકારીએ જણાવ્યું કે આગને કારણે 75 લોકો બિલ્ડિંગમાં ફસાયા હતા, જેમાંથી 42 બેભાન થઈ ગયા હતા. આ લોકોને બિલ્ડિંગમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા. ફાયર બ્રિગેડની 13 ગાડીઓ ઘટનાસ્થળે હાજર હોવાનું કહેવાય છે.
ADVERTISEMENT
Bangladesh: Massive fire kills 44 people at Bailey Road building in Dhaka
— ANI Digital (@ani_digital) February 29, 2024
Read @ANI Story | https://t.co/ykjeSlkJuU#Bangladesh #Fire #Dhaka pic.twitter.com/IRQ4M2AeUQ
ADVERTISEMENT
આરોગ્ય પ્રધાન ડૉ સામંત લાલ સેને જણાવ્યું હતું કે ઢાકા મેડિકલ કોલેજ હોસ્પિટલમાં 33 લોકોના મોત થયા હતા જ્યારે નજીકની શેખ હસીના નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ બર્ન એન્ડ પ્લાસ્ટિક સર્જરી હોસ્પિટલમાં 10 લોકોના મોત થયા હતા. તેમણે જણાવ્યું કે બંને હોસ્પિટલમાં 22 લોકોની સારવાર ચાલી રહી છે અને તેમની હાલત નાજુક હોવાનું કહેવાય છે. જો કે, જેઓ બચી ગયા તેમની શ્વસનતંત્રને ખરાબ રીતે નુકસાન થયું હતું.
#WATCH | A massive fire that raced through a six-storey building overnight in Bangladesh's capital Dhaka has killed at least 43 people and injured dozens, the country's health minister said. 22 others are being treated at hospitals with burn wounds: Reuters
— ANI (@ANI) March 1, 2024
(Video Souce:… pic.twitter.com/eYCUMJG6tQ
ADVERTISEMENT
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સંકળાયેલા મુદ્દાઓ
Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.