બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન

logo

લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું

logo

લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

logo

લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી

VTV / Increase in road accidents due to haze in North India

દુર્ઘટના / ઉત્તર ભારતમાં ધુમ્મસના કહેરથી માર્ગ અકસ્માતમાં વધારો, માત્ર એક જ દિવસમાં આ રાજ્યમાં 13નાં મોત

Priyakant

Last Updated: 02:27 PM, 20 December 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હરિયાણાના ડેપ્યુટી સીએમ દુષ્યંત ચૌટાલાના કાફલાનું વાહન પણ ધુમ્મસના કારણે અન્ય વાહન સાથે અથડાયું પણ દુષ્યંત ચૌટાલા બચી ગયા

  • ઉત્તર ભારતમાં ધુમ્મસના કહેરથી માર્ગ અકસ્માતમાં વધારો,
  • ધુમ્મસના કારણે અનેક જીવલેણ અકસ્માતો થયા 
  • UPમાં 13 લોકોના મોત થયા, હરિયાણાના Dy.CMના કાફલાને પણ નડ્યો અકસ્માત 

ઉત્તર ભારતમાં ગાઢ ધુમ્મસના કારણે માર્ગ અકસ્માતોની સંખ્યામાં વધારો થયો છે. સોમવારે ધુમ્મસના કારણે અનેક જીવલેણ અકસ્માતો થયા હતા, જેમાં એક ડઝનથી વધુ લોકોએ જીવ ગુમાવ્યા હતા. હરિયાણાના ડેપ્યુટી સીએમ દુષ્યંત ચૌટાલાના કાફલાનું વાહન પણ ધુમ્મસના કારણે અન્ય વાહન સાથે અથડાયું હતું. ડેપ્યુટી સીએમ દુષ્યંત ચૌટાલા બચી ગયા. આ સાથે રાજધાની દિલ્હીને અડીને આવેલા ગ્રેટર નોઈડામાં ગાઢ ધુમ્મસના કારણે એક બસ પલટી ગઈ હતી. આ ઘટના દાનકૌર પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગલગોટિયા યુનિવર્સિટીની સામે બની હતી.

ગ્રેટર નોઈડામાં બસની આગળ ચાલતું કન્ટેનર અચાનક બંધ થઈ જવાને કારણે પાછળથી બસ સાથે અથડાયું હતું. આ અકસ્માતમાં લગભગ 20 લોકો ઘાયલ થયા છે અને એક વ્યક્તિનું મોત થયું છે. બસ ઝાંસી થઈને દિલ્હી જઈ રહી હતી. બસ ગલગોટિયા યુનિવર્સિટીની સામે પહોંચી કે તરત જ તેની સામે ચાલતું કન્ટેનર અચાનક થંભી ગયું. કહેવામાં આવી રહ્યું છે કે, ત્યાં વિઝિબિલિટી ઓછી હોવાને કારણે વાહનોની સ્પીડ બંધ થઈ ગઈ હતી. ત્યારે બસ પાછળથી આવતા કન્ટેનર સાથે અથડાઈ હતી અને પલટી ખાઈ ગઈ હતી. જેના કારણે બસ લગભગ 20 ફૂટ નીચે પડી હતી. માહિતી મળતાં જ પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને બચાવ કામગીરી શરૂ કરી હતી. પોલીસ તરફથી કહેવામાં આવ્યું છે કે અકસ્માતમાં ઘાયલ થયેલા લોકોને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે.

ઉત્તર પ્રદેશમાં 13 લોકોના મોત 

ગઈકાલે ઉત્તર ભારતમાં અનેક અકસ્માતો થયા હતા, જેમાં એકલા ઉત્તર પ્રદેશમાં 13 લોકોના મોત થયા હતા. આજે પણ ધુમ્મસના કારણે અનેક જગ્યાએ અકસ્માતો નોંધાયા છે. એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે, સોમવારે ગાઢ ધુમ્મસના કારણે યુપીના ઘણા જિલ્લાઓમાં માર્ગ અકસ્માતો થયા હતા. આ અકસ્માતો દરમિયાન ઔરૈયામાં ત્રણ, કાનપુર દેહાત, અલીગઢ અને મૈનપુરીમાં બે-બે લોકોએ જીવ ગુમાવ્યા હતા. તેવી જ રીતે, યુપીના બુલંદશહર, ઉન્નાવ, હાપુડ અને સહારનપુર જિલ્લામાં એક-એક મૃત્યુ થયું છે. 

આ અકસ્માતોમાં અનેક લોકો ઘાયલ થયા છે, જેમની સારવાર હોસ્પિટલમાં ચાલી રહી છે. પોલીસના જણાવ્યા અનુસાર, યુપીના ઔરૈયા જિલ્લામાં ગાઢ ધુમ્મસના કારણે આગરા-લખનૌ એક્સપ્રેસ વે પર એક ભયાનક માર્ગ અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં છથી વધુ વાહનો એકબીજા સાથે અથડાયા હતા. ત્યાં ત્રણ લોકોના મોત થયા હતા અને ઘણા લોકો ઘાયલ થયા હતા.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ