બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન

logo

લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું

logo

લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

logo

લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / In village Peepal Gabhan of Chikhli taluka of Navsari a lizard came out in the food

જવાબદાર કોણ? / જીવલેણ જમણ.! મધ્યાહન ભોજનમાંથી નીકળી ગરોળી, નવસારીના નાયક ફાઉન્ડેશનની ગંભીર બેદરકારી જોઈ ચીતરી ચડી જશે

Kishor

Last Updated: 04:57 PM, 9 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

નવસારીના ચીખલી તાલુકાના પીપલ ગભાણ ગામે બાળકોને અપાયેલ ભોજનમાં ગરોળી નીકળતા હડકંપ મચી જવા પામ્યો હતો.

  • નવસારીમાં ચીખલી તાલુકાના પીપલ ગભાણ ગામની ઘટના 
  • પ્રાથમિક શાળાના ભોજનમાં નીકળી ગરોળી
  • ભોજન બનાવનારા કર્મી વિરુદ્ધ કાર્યવાહી થશે?

નવસારીના ચીખલી તાલુકાના પીપલ ગભાણગામે ચોંકાવનારી ઘટના પ્રકાસમાં આવી છે. જેમાં સરકારી શાળામાં બાળકોને અપાયેલ ભોજનમાં ગરોળી નીકળતા હડકંપ મચી જવા પામ્યો હતો. બાદમાં બાળકે દેકારો બોલાવતા શિક્ષકો દોડતા થયા હતા. બાદમાં આ અંગે જિલ્લા પ્રાથમિક અધિકારીને જાણ કરાતા સબંધિત વિભાગ સામે તપાસના આદેશ છૂટયા છે. જોકે આ ગંભીર બેદરકારીને લઈ વાલીઓમાં આક્રોશનો જ્વાળા ભભૂકયો છે.

In village Peepal Gabhan of Chikhli taluka of Navsari a lizard came out in the food

ગરોળી નીકળતા સોપો પડી ગયો
નવસારીના નાયક ફાઉન્ડેશનની ગંભીર બેદરકારી સામે આવી છે. નાયક ફાઉન્ડેશન સરકારી પ્રાથમિક શાળાઓમાં બાળકોને ભોજન પહોંચાડે છે.જેમાં સ્વચ્છતા બાબતે ધ્યાન ન અપાતું હોવાના બોલતા પુરાવારૂપ ઘટનામાં સામે આવી છે. ગાંધી ફળિયાની સરકારી પ્રાથમિક શાળામાં બાળકો ભોજન માટે બેઠા હતા આ દરમિયાન બાળકોને ભોજન પીરસાયું હતું.જેમાં થાળીમાં ભાત ઉપર દાળ નાખતી વેળાએ ગરોળી નીકળતા સોપો પડી ગયો હતો. જે મામલે જાણ થતા સમય સૂચકતા વાપરી શાળાના સત્તાવાળાઓએ બાળકોને ભોજન ખાવા દીધુ ન હતું. જેને લઈને ગંભીર ઘટના બનતા અટકી હતી.


બાદમાં આ મામલે જિલ્લા પ્રાથમિક શિક્ષણ વિભાગને જાણ કરવામાં આવતા અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યા હતા અને તપાસના આદેશ આપ્યા છે. મહત્વનું છે કે અગાઉ પણ ભોજનને લઈને અનેક સવાલો ઉભા થયા હતા. છતાં આવા કિસ્સા અટકવાનું નામ ન લેતા અનેક સવાલો ઉભા થયા છે.

સળગતા સવાલ

  • નાના બાળકોના આરોગ્ય સાથે ચેડા કોણ કરે છે?
  • બાળકોને ખરાબ ભોજન કેમ આપવામાં આવે છે?
  • શું આ ભોજન ખાવા લાયક છે?
  • આ ભોજન ખાવાથી બાળકોને કાંઈ થશે તો જવાબદાર કોણ?
  • ભોજન બનાવનારા કર્મી વિરુદ્ધ કાર્યવાહી થશે?
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ